________________
३९२
अथ स्थानमुक्तासरिका
(૬) ઉપયોગ પરિણામ:- સંસારી જીવોને યોગની પરિણતિમાં ઉપયોગની પરિણતિ હોય છે માટે યોગ પછી ઉપયોગ પરિણામ કહ્યો. તે ઉપયોગ (૧) સાકાર, (૨) અનાકાર ભેદથી બે પ્રકારે છે.
(૭) જ્ઞાન પરિણામ :- ઉપયોગ પરિણામ હોતે છતે જ્ઞાન પરિણામ હોય છે. તે જ્ઞાન પરિણામ આભિનિબોધિક (મતિ) જ્ઞાન આદિ ભેદથી પાંચ પ્રકારે છે. તથા મિથ્યાષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન પરિણામ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન રૂપે ત્રણ પ્રકારે છે. પણ તે વિશેષ ગ્રહણના સમાનપણાથી જ્ઞાન પરિણામના ગ્રહણ વડે ગ્રહણ કરેલ સમજવો.
| (૮) દર્શન પરિણામ :- જ્ઞાન અને અજ્ઞાન પરિણામ હોતે છતે સમ્યક્તાદિની પરિણતિ છે માટે જ્ઞાન પછી દર્શન પરિણામ કહ્યો છે. અને તે દર્શન પરિણામ સમ્યક્ત, મિથ્યાત્વ અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારે છે.
(૯) ચારિત્ર પરિણામ :- સમ્યક્ત હોતે છતે ચારિત્રનો પરિણામ હોય છે પરંતુ ચારિત્રના પરિણામમાં વેદની પરિણતિ નથી કારણ કે અવેદક જીવને પણ યથાખ્યાતચારિત્રની પરિણતિ જોવાયેલી છે. (કહેલ) છે. માટે ચારિત્ર પરિણામ પછી વેદ પરિણામ કહ્યો. તે વેદ પરિણામ. સ્ત્રી આદિ ભેદથી ત્રણ પ્રકારે છે.
હવે અજીવોના પરિણામ કહે છે.
(૧) બંધન પરિણામ :- પરસ્પર પુદ્ગલોનો સંબંધ અર્થાત્ મિલન, તરૂપ પરિણામ તે બંધન પરિણામ. એવી રીતે સર્વત્ર જાણવું.
બંધન પરિણામનું લક્ષણ આ છે – સમાન ગુણવાળા સ્નિગ્ધ (ચીકણા) પરમાણુઓનો અન્ય સમાન ગુણવાળા સ્નિગ્ધ પરમાણુ વગેરેની સાથે બંધ થતો નથી. તથા સમાન ગુણવાળા રૂક્ષ પરમાણુઓનો પણ સમાન ગુણવાળા રૂક્ષ પરમાણુ વગેરેની સાથે બંધ થતો નથી. જ્યારે વિષમ માત્રા હોય, અર્થાત્ વધુ, ઓછા ગુણ હોય ત્યારે સ્નિગ્ધ, રૂક્ષપણે સ્કંધોનો બંધ થાય છે.
શું કહ્યું? આ પ્રમાણે કહ્યું કે – સમાન ગુણવાળા સ્નિગ્ધની સાથે પરમાણુ આદિનો બંધ નથી થતો. તેવી રીતે સમાન ગુણવાળા રૂક્ષની સાથે બંધ થતો નથી. જ્યારે વિષમ માત્રા હોય ત્યારે બંધ થાય છે. વિષમ માત્રાના નિરૂપણ માટે કહે છે - સ્નિગ્ધ પરમાણુ વગેરેનો સ્નિગ્ધ પરમાણુ વગેરેની સાથે બંધ થાય તો બે ગુણ અધિક પરમાણુ સાથે બંધ થાય. રૂક્ષ પરમાણુ વગેરેનો રૂક્ષની સાથે બંધ થાય તો બે ગુણ અધિક પરમાણુ વગેરે સાથે જ બંધ થાય. પરંતુ રૂક્ષ અને સ્નિગ્ધ પરમાણુ વગેરેનો તો જઘન્ય વર્જીને ચાહે વિષમ માત્રાએ હોય અથવા સમ માત્રાએ – સમાન ગુણવાળા હોય તો પણ બંધ થાય છે. માત્ર જઘન્ય એક ગુણ સ્નિગ્ધ અને એક ગુણ રૂક્ષ પરમાણુ વગેરેનો બંધ ન થાય.
(૨) ગતિ પરિણામ - ગતિ પરિણામ બે પ્રકારે છે.