________________
स्थानांगसूत्र
३९१
गमनस्वभावं यद्रव्यं तदगुरुलघुकम्, अत्यन्तसूक्ष्मं भाषामनःकर्मद्रव्यादि स एव परिणामः, एतद्ग्रहणेनैतद्विपक्षोऽपि गृहीतो द्रष्टव्यः, तत्र विवक्षया गुरु विवक्षया च लघु यद्रव्यं तद्गुरुलघुकमौदारिकादिस्थूलतरम् । इदमुक्तस्वरूपं द्विविधं वस्तु निश्चयनयमतेन । व्यवहारतस्तु
चतुर्धा, तत्र गुरुकमधोगमनस्वभावं वज्रादि, लघुकमूर्ध्वगमनस्वभावं धूमादि, गुरुलघुकं तिर्यग्गामिवायुज्ये तिष्कविमानादि, अगुरुलघुकमाकाशादि । शब्दपरिणाम: शुभाशुभभेदाद्विधेति ॥२१८॥
પ્રવજ્યા એ જીવનો પરિણામ વિશેષ હોવાથી જીવના બીજા પણ પરિણામ વિશેષોને તથા તેનાથી વિપરીત સ્વરૂપવાળા અજીવના પર્યાય વિશેષોને કહે છે –
પરિણમવું તે પરિણામ. અર્થાત્ તે સ્વરૂપે જવું. તે કહ્યું છે કે – “પરિણામ જ અર્થાતર ગમનરૂપ છે પરંતુ સર્વથા તે રૂપે રહેવું નથી. તેમ સર્વથા વિનાશરૂપ નથી તે પરિણામ. તેના સ્વરૂપને જાણનારા પંડિતોને ઈષ્ટ છે.” આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયના મતે સમજવું.
પર્યાયાર્થિક નયના મતથી તો દ્રવ્યોનો છતા પર્યાય વડે નાશ તથા અછતા પર્યાયો વડે પ્રાદુર્ભાવ-ઉત્પન્ન થવારૂપ પરિણામ કહેલ છે.
તેમાં – એવી રીતે જીવનો પરિણામ તે જીવ પરિણામ. તે પ્રાયોગિક છે અર્થાત્ પ્રયોગથી છે. તેમાં ગતિ એ જ પરિણામ તે ગતિ પરિણામ. એવી રીતે સર્વત્ર સમજવું.
(૧) ગતિ પરિણામ:- અહીં ગતિ તો ગતિ નામકર્મના ઉદયથી નારકાદિ વ્યપદેશના હેતુભૂત છે. (નારકાદિ કહેવામાં કારણરૂપ છે.) અને તેના પરિણામ તો આ ભવના ક્ષયથી છે. તે નરકગતિ ચાર પ્રકારે છે.
(૨) ઈન્દ્રિય પરિણામ - ગતિ પરિણામ થયે છતે જ ઈન્દ્રિયોનો પરિણામ થાય છે. તે ઈન્દ્રિયોનો પરિણામ શ્રોત્રાદિ ભેદથી પાંચ પ્રકારે છે.
(૩) કષાય પરિણામ :- ઈન્દ્રિયોની પરિણતિને વિષે ઇષ્ટ અને અનિષ્ટ વિષયના સંબંધથી રાગ (ઢષ રૂપ) પરિણતિ થાય છે તેથી હવે કષાયનો પરિણામ કહેલ છે. તે કષાય પરિણામ ક્રોધાદિ ભેદથી ચાર પ્રકારે છે.
(૪) લેશ્યા પરિણામ :- કષાય પરિણામ થયે છતે વેશ્યાનો પરિણામ થાય છે. પરંતુ લેશ્યાની પરિણતિ હોતે છતે કષાયની પરિણતિ નથી. કારણ કે ક્ષીણ કષાય જીવને પણ શુક્લ લેશ્યાની પરિણતિ દેશોનપૂર્વ ક્રિોડ વર્ષ પર્યત હોય છે. અને તે વેશ્યાનો પરિણામ કૃષ્ણાદિ ભેદથી છ પ્રકારે છે.
(૫) યોગ પરિણામ - લેશ્યાનો પરિણામ, યોગ પરિણામ હોતે છતે હોય છે કારણ કે રૂંધન કરેલ યોગવાળાને વેશ્યાનો પરિણામ દૂર થાય છે. તે યોગ પરિણામ. મન, વચન, કાયાના ભેદથી ત્રણ પ્રકારે છે.