________________
३८६
अथ स्थानमुक्तासरिका લોકમાં નોકષાયવાળાની ઉત્પત્તિ વારંવાર અવશ્ય થવાની છે આથી હવે લોકસ્થિતિ કહે છે -
(૧) જે જીવો મરીને તે જ લોકના દેશમાં, ગતિમાં, યોનિમાં અથવા કુલમાં, અંતર સહિત કે નિરંતર ઉચિતપણાએ ફરી ફરી ઉત્પન્ન થાય છે તે એક લોકસ્થિતિ છે.
(૨) સદા-પ્રવાહથી અનાદિ અનંત કાલ સુધી નિરંતર જીવો વડે જ્ઞાનાવરણાદિ પાપ કર્મને બંધ કરાય છે. નિરંતર કર્મના બંધનરૂપ બીજી લોકસ્થિતિ છે.
(૩) આ જ પ્રમાણે હંમેશા મોહનીય કર્મનું બંધન છે તે ત્રીજી લોકસ્થિતિ છે. મોહનીય કર્મની પ્રધાનતા હોવાથી મોહનીય કર્મનો બંધ એ જુદો કહ્યો છે.
(૪) ક્યારે પણ જીવોનું અજીવપણા વડે કે અજીવોનું જીવપણા વડે થતું નથી. અર્થાત્ જીવો, અજીવ ન બને કે અજીવો જીવો ન બને તે ચોથી લોકસ્થિતિ છે.
(૫) ત્રણે કાળમાં ક્યારે પણ ત્રસ અને સ્થાવર જીવોના વ્યવચ્છેદનો અભાવ અવ્યવચ્છેદ અભાવ ન થવારૂપ પાંચમી લોકસ્થિતિ છે. (ક્યારે પણ અભાવ હોતો નથી.) (ત્ર-સ્થાવર જીવો હોય જ છે.)
(૬) લોકનું અલોકરૂપે ન થવું, અને અલોકનું લોકરૂપે ન થવું તે છઠ્ઠી લોકસ્થિતિ છે. (૭) લોક અને અલોકનો પરસ્પર પ્રવેશ ન થવો તે સાતમી લોકસ્થિતિ છે.
(૮) જેટલા ક્ષેત્રમાં લોકનો વ્યપદેશ છે તેટલા ક્ષેત્રમાં આવી છે. જેટલા ક્ષેત્રમાં જીવો છે તેટલો લોક છે. આ આઠમી લોકસ્થિતિ. | (૯) જેટલામાં જીવો અને પુદ્ગલોનો ગતિપર્યાય છે તેટલો જ લોક છે અને જેટલો લોક છે તેટલો તેઓનો ગતિ પર્યાય છે. આ નવમી લોકસ્થિતિ.
(૧૦) લોકાંતે સ્વભાવથી જ પુદ્ગલો રૂક્ષપણે પરિણમે છે અને ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી લોકાંતથી બહાર જવા માટે સમર્થ થતા નથી. આ દશમી લોકસ્થિતિ છે. ૨૧૩
विशिष्टवक्तृनिसृष्टाः शब्दपुद्गला लोकान्त एव गच्छन्तीति प्रस्तावाच्छब्दादिविषयाश्रयेणाह
देशसर्वापेक्षाः शब्दादय इन्द्रियार्था दश ॥२१४॥
देशेति, कालभेदेन कश्चिद्विवक्षितशब्दसमूहापेक्षया देशतः कांश्चिच्छब्दानश्रृणोत् श्रृणोति श्रोष्यति च, सर्वत: सर्वान् कदाचिदिन्द्रियापेक्षया वा कश्चित् श्रोत्रेन्द्रियेण देशतः सम्भिन्नश्रोतोलब्धियुक्तावस्थायां सर्वैरिन्द्रियैः सर्वतः, अथवैककर्णेन देशतः, उभाभ्याञ्च सर्वत इति, सर्वत्रैवम् ॥२१४॥