________________
अथ स्थानमुक्तासरिका
(૮) જે આયુષ્યના સ્વભાવ વડે જીવને દીર્ઘ-દૂર ગમનપણાએ યાવત્ લોકાંતથી લોકાંત સુધી ગમન કરવાની શક્તિ હોય છે તે દીર્ઘગમન પરિણામ.
३८४
(૯) એવી રીતે હ્રસ્વ એટલે થોડું ગમન કરવાની શક્તિ હોય છે તે હ્રસ્વગમન પરિણામ. આ પ્રમાણે આ પરિણામો કર્મપ્રકૃતિ વિશેષ આયુષ્યના પરિણામ-સ્વભાવ-શક્તિ-ધર્મ છે.
।। २११ ।।
यावन्नोकषायमायुष:परिणामा भवन्तीति तानाह—
स्त्रीपुरुषनपुंसकवेदहास्यरत्यरतिभयशोकजुगुप्सा नव नोकषायाः ॥ २१२ ॥
स्त्रीति, कषायैः क्रोधादिभिः सहचरा नोकषायाः, केवलानां नैषां प्राधान्यं किन्तु यैरनन्तानुबन्ध्यादिभिः सहोदयं यान्ति तद्विपाकसदृशमेव विपाकमादर्शयन्तीति नोकषायवेदनीयभेदा इत्यर्थः, यदुदयेन स्त्रियाः पुंस्यभिलाषः पित्तोदयेन मधुराभिलाषवत् स फुंफकाग्निसमानः स्त्रीवेदः, यदुदयेन पुंसः स्त्रियामभिलाषः श्लेष्मोदयादम्लाभिलाषवत् स तृणाग्निज्वालासमानः पुंवेदः, यदुदयेन नपुंसकस्य स्त्रीपुंसयोरुभयोरभिलाषः पित्तश्लेष्मणोरुदये मज्जिताभिलाषवत् स महानगरदाहाग्निसमानो नपुंसकवेदः । यदुदयेन सनिमित्तमनिमित्तं वा हसति तत्कर्म हास्यम् । यदुदयेन सचित्ताचित्तेषु बाह्यद्रव्येषु जीवस्य रतिरुत्पद्यते तद्रतिकर्म, यदुदयेन तेष्वेवारतिरुत्पद्यते तदरतिकर्म, यदुदयेन भयवर्जितस्यापि जीवस्येह - लोकादिसप्तप्रकारं भयमुत्पद्यते तद्भयकर्म, यदुदयेन शोकरहितस्यापि जीवस्याक्रन्दनादिः शोको जायते तच्छोककर्मेति, यदुदयेन च विष्ठादिबीभत्सपदार्थेभ्यो जुगुप्सते तज्जुगुप्साकर्मे
॥२१२॥
નોકષાય સુધી આયુષ્યના પરિણામો હોય છે માટે નોકષાયોને કહે છે.
ક્રોધાદિ કષાયોની સાથે રહેનારા નોકષાયો હોય છે. માત્ર (એકલા) નોકષાયોનું પ્રાધાન્ય નથી - પ્રધાનપણું નથી પરંતુ જે અનંતાનુબંધી વગેરે કષાયોની સાથે ઉદયમાં આવે છે તેના વિપાક જેવા જ વિપાકને બતાવે છે. આ રીતે નોકષાયપણાએ જે કર્મ વેદાય છે તે નોકષાયવેદનીય છે. તેમાં - જેના ઉદયથી સ્ત્રીને પુરૂષને વિષે અભિલાષ થાય છે. પિત્તના ઉદયથી મધુર ખાવાના અભિલાષની જેમ તે ફુંકુમ અગ્નિ (છાણના અગ્નિ) સમાન સ્રી વેદ છે.
જેના ઉદયથી પુરૂષને સ્રીને વિષે અભિલાષ થાય છે. શ્લેષ્મ (કફ)ના ઉદયથી ખાટું ખાવાના અભિલાષની જેમ. તે ઘાસના અગ્નિ-દાવાગ્નિની જ્વાલા સમાન પુરૂષ વેદ છે.