________________
स्थानांगसूत्र
૨૮૨ मनुष्यतिर्यग्गतिनामकर्मणी बधाति न देवनरकगतिनामकर्मणीति स गतिबन्धनपरिणामः, आयुषो या अन्तर्मुहूर्त्तादि त्रयस्त्रिंशत्सागरोपमान्ता स्थितिर्भवति स स्थितिपरिणामः, येन पूर्वभवायुःपरिणामेन परभवायुषो नियतां स्थिति बध्नाति स स्थितिबन्धनपरिणामः, यथा तिर्यगायुःपरिणामेन देवायुष उत्कृष्टतोऽप्यष्टादशसागरोपमाणीति, येनायुःस्वभावेन जीवस्यो
@दिशि गमनशक्तिलक्षणः परिणामो भवति स ऊर्ध्वगमनपरिणामः, एवमधोगमनपरिणामतिर्यग्गमनपरिणामौ भाव्यौ, यत आयुःस्वभावाज्जीवस्य दीर्घ-दीर्घगमनतया लोकान्ताल्लोकान्तं यावद्गमनशक्तिर्भवति स दीर्घगमनपरिणामः । यस्माच्च हुस्वं गमनं स हुस्वगमनपरिणामः, इत्येते कर्मप्रकृतिविशेषस्यायुषः परिणामः-स्वभावः शक्तिधर्म इति ॥२११॥
આયુષ્ય હોતે છતે હોંશિયાર થાય છે માટે આયુષ્યના પરિણામોને કહે છે.
આયુષ્ય નામની કર્મપ્રકૃતિ વિશેષ છે. તેનો પરિણામ એટલે સ્વભાવ, શક્તિ, ધર્મ તે આયુષ્યનો પરિણામ. તેમાં –
(૧) ગતિ = દેવાદિ, તેને (તે ગતિને) નિયત (ચોક્કસ), જે સ્વભાવ વડે - જે શક્તિથી આયુષ્ય જીવને પ્રાપ્ત કરાવે છે તે આયુષ્યનો ગતિ પરિણામ અર્થાત્ જે સ્વભાવથી આયુષ્ય જીવને દેવાદિ નિયત ગતિ પ્રાપ્ત કરાવે છે તે આયુષ્યનો ગતિ પરિણામ છે.
(૨) જે આયુષ્યના સ્વભાવથી પ્રતિનિયત ગતિના કર્મનો બંધ થાય છે, દા.ત. નરકાયુના સ્વભાવથી મનુષ્યગતિ નામકર્મ અને તિર્યંચગતિ નામકર્મ બંધાય છે પરંતુ દેવગતિ કે નરકગતિ નામકર્મ બંધાય નહીં તે ગતિબંધન પરિણામ.
(૩) આયુષ્યની જે અંતર્મુહૂર્ત વગેરેથી માંડીને તેત્રીશ સાગરોપમ સુધીની સ્થિતિ થાય છે તે સ્થિતિ પરિણામ.
(૪) જે પૂર્વભવ સંબંધી આયુષ્યના પરિણામ વડે પરભવના આયુષ્યની નિયત સ્થિતિ બાંધે છે તે સ્થિતિબંધન પરિણામ. જેમ તિર્યંચ આયુષ્યના પરિણામ વડે દેવનું આયુષ્ય ઉત્કૃષ્ટથી પણ અઢાર સાગરોપમ સુધી જ બાંધે છે.
(૫) જે આયુષ્યના સ્વભાવ વડે જીવને ઊર્ધ્વ દિશામાં ગમન શક્તિરૂપ પરિણામ હોય છે તે ઊર્ધ્વગમન પરિણામ.
(૬) એવી રીતે જે આયુષ્યના સ્વભાવ વડે જીવને અધો દિશામાં ગમન શક્તિરૂપ પરિણામ હોય છે તે અધોગમન પરિણામ.
(૭) જે આયુષ્યના સ્વભાવ વડે જીવને તિર્ય દિશામાં ગમન શક્તિરૂપ પરિણામ હોય છે તે તિર્યગૂગમન પરિણામ.