________________
३८०
अथ स्थानमुक्तासरिका
તેલ ચાર પ્રકારે છે. તલનું, અલસીનું, કુસુંભ અને સરસવનું. ગોળ બે પ્રકારે છે. પાતળો (પ્રવાહી) અને કઠણ એમ બે ભેદથી બે પ્રકારે ગોળ છે.
મધ ત્રણ પ્રકારે છે. (૧) માખીનું, (૨) કૌત્તિક = ચઉરિન્દ્રિય જીવની જાતિ વિશેષનું અને (૩) ભમરીનું.
મધ = દારૂ. બે પ્રકારે છે (૧) કાષ્ઠનો (તાડ વગેરેનો) (૨) પિષ્ટ = લાટે આદિનો માંસ ત્રણ પ્રકારે છે. (૧) જલચર, (૨) સ્થલચર, (૩) ખેચરના ભેદથી ત્રણ પ્રકારે છે.
આ નવ વિગઈઓ છે. જે શરીરની વૃદ્ધિના કારણરૂપ છે. (તેમાંથી પાંચ ભક્ષ્ય છે અને મધ, માંસ, માખણ, મદિરા ચાર અભક્ષ્ય છે.) શરીરની પુષ્ટિ કરનાર વિગઈઓ કહી તો હવે શરીર કેવું છે? તે કહે છે. પુરૂષની અપેક્ષાએ નવ છિદ્રોથી મેલ નીકળે છે. (તે નવ છિદ્ર - બે કાન, બે આંખ, બે નાસિકા (નસકોર), મુખ, મૂત્રસ્થાન, અપાન (ગુદાદ્વાર). આવું નવ છિદ્રોથી નીકળતા મેલવાળું ઔદારિક શરીર તેની પુષ્ટિનું કારણ વિગઈઓ છે. વિકાર કરતી હોવાથી. ૨૦થી
एवंविधशरीरेण कदाचित् पुण्यमप्युपादीयत इति तद्भेदानाहअन्नपानवस्त्रगृहसंस्तारकमनोवचःकायनमस्कारपुण्यानि पुण्यभेदाः ॥२०॥
अन्नेति, पात्रायान्नदानाद्यस्तीर्थकरनामादिपुण्यप्रकृतिबन्धस्तदन्नपुण्यमेवं सर्वत्र, मनसा गुणिषु तोषाद्वचसा प्रशंसनात्, कायेन पर्युपासनान्नमस्काराच्च यत्पुण्यं तन्मनःपुण्यादीनि, उक्तञ्च 'अन्नं पानञ्च वस्त्रञ्च, आलयः शयनासनम् । शुश्रूषा वन्दनं तुष्टिः पुण्यं नवविधं स्मृत' मिति ॥२०८॥
આવા પ્રકારના શરીર વડે કદાચિત પુણ્ય પણ ઉપાર્જન કરાય છે માટે પુણ્યના ભેદ કહે છે.
પાત્રને અન્નદાન આપવાથી જે તીર્થકર નામકર્માદિ પુણ્ય પ્રકૃતિનો બંધ તે અન્નપુણ્ય જ છે. આ રીતે સર્વત્ર સમજવું. અર્થાત્ પાન, વસ્ત્ર, વસતિ, સંથારો, આસનાદિ, આપવાથી જે પુણ્ય પ્રકૃતિનો બંધ તે પાન પુણ્ય, વસ્ત્ર પુણ્ય, ગૃહ-વસતિ પુણ્ય, સંસ્તારક - શયનાદિ સંસ્મારક પુણ્ય.
મન વડે ગુણીજનોને વિષે સંતોષ થવાથી, જે પુણ્ય થાય તે મનઃપુણ્ય. વચન વડે પ્રશંસા કરવાથી જે પુણ્ય થાય તે વચન પુણ્ય.
કાયા વડે પર્યાપાસના - સેવા કરવાથી જે પુણ્ય થાય તે કાય પુણ્ય. અને નમસ્કાર-વંદનાદિ વડે જે પુણ્ય થાય તે નમસ્કાર પુણ્ય છે.
કહ્યું છે કે – (૧) અન્ન, (૨) પાણી, (૩) વસ્ત્ર, (૪) સ્થાન, (૫) શયન, (૬) આસન, (૭) સેવા, (૮) વંદન (સ્તુતિ), (૯) તુષ્ટિ-ખુશી થવું. આ નવ પ્રકારનું પુણ્ય કહેલું છે. ll૨૦૮