________________
स्थानांगसूत्र
३७९
(૫) જાગ્રત અવસ્થામાં ચિંતવેલ કાર્યને સાધવાના વિષયવાળી, ઘણા અભિલાષવાળી જે નિદ્રા તે સ્થાનદ્ધિ. તે નિદ્રા હોતે છતે જાગ્રત અવસ્થામાં ચિંતવેલ કાર્યને ઊઠીને (નિદ્રામાં) કરે છે. આવી થીણદ્ધી નિદ્રા જેને હોય છે તેની વાસુદેવના અર્ધા બલ જેવી શક્તિ હોય છે.
તે જ આ નિદ્રાપંચક દર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી મેળવેલ આત્મલાભરૂપ દર્શનલબ્ધિઓને આવરણ કરનારૂં-રોકનારૂં છે.
હવે જે દર્શનલબ્ધિઓના લાભને મૂળથી જ આવરણ કરનાર છે તે ચક્ષુદર્શનાદિ છે.
--
ચક્ષુ વડે સામાન્યગ્રાહી બોધ તે ચક્ષુદર્શન. તેનું આવરણ તે. (૬) ચક્ષુદર્શનાવરણ :- અલગ ચક્ષુ સિવાયની ચાર ઈન્દ્રિયો વડે અથવા મન વડે જે દર્શન તે. (૭) અચક્ષુ દર્શન તેનું આવરણ તે અચક્ષુદર્શનાવરણ.
(૮) ઈન્દ્રિયોની અપેક્ષા સિવાય (ઈન્દ્રિયો વિના) રૂપી દ્રવ્ય વિષયનો જે સામાન્ય બોધરૂપ દર્શન તે અવધિદર્શન. તેનું આવરણ કરે તે અવધિદર્શનાવરણ.
(૯) સકલ વસ્તુના સામાન્ય બોધરૂપ જે દર્શન તે કેવલદર્શન. તેનું આવરણ કરે તે કેવલદર્શનાવરણ. (કર્મ.) આ પ્રમાણે નવ પ્રકારે દર્શનાવરણ કર્મ કહ્યું. ૨૦૬॥
उपर्युक्तकर्मणां विकृतिभोगाधिक्याद्भावाद्विकृतीराह
क्षीरदधिनवनीतसर्पिस्तैलगुडमधुमद्यमांसानि नवस्रोतः परिस्रवलक्षणशरीरस्योपचयहेतवो विकृतयः ॥२०७॥
क्षीरेति, क्षीरं पञ्चधा अजैडकागोमहिष्युष्ट्रीभेदात्, दधिनवनीतघृतानि चतुर्धैव, उष्ट्रीणां तदभावात् तैलं चतुर्धा तिलातसीकुसुम्भसर्षपभेदात्, गुडो द्विधा द्रवपिण्डभेदात् मधु त्रिधा माक्षिककौन्तिकभ्रामरभेदात्, मद्यं द्विधा काष्ठपिष्टभेदात्, मांसं त्रिधा जलस्थलाकाशचरभेदादिति, एतानि नव पुरुषापेक्षया नवभिः स्रोतोभिश्छिदैः कर्णनयननासिकास्योपस्थपायुस्वरूपैः परिस्रवतिमलं क्षरतीति नवस्रोतः परिस्रवलक्षणं शरीरमौदारिकमेव, तस्योपचयहेतवो विकृतयो विकारकारित्वादिति ॥२०७॥
ઉપર કહેલ કર્મે વિકૃતિ (કરે તેવા)ના ભોગોની અધિકતાથી હોય છે માટે હવે વિગઈઓ કહે છે.
ક્ષીર = દૂધ. દૂધ પાંચ પ્રકારે છે. બકરી, ઘેટી, ગાય, ભેંસ અને ઊંટડીના ભેદથી પાંચ પ્રકારે
દૂધ છે.
દહીં, માખણ અને ઘીના ચાર જ પ્રકાર છે. કારણ કે ઊંટડીના દૂધના દહીં, માખણ, ઘી બનતું નથી. તેના દૂધમાં તેનો અભાવ છે.