SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ अथ स्थानमुक्तासरिका ऽध्यवसितार्थसाधनविषया बह्वभिकांक्षा भवति सा स्त्यानर्द्धिः, तस्यां हि सत्यां जाग्रदवस्थाध्यवसितमर्थमुत्थाय साधयति, तद्भावे हि स्वप्तुः केशवार्द्धबलसदृशी शक्तिर्भवति, तदेवं निद्रापञ्चकं दर्शनावरणक्षयोपशमाल्लब्धात्मलाभानां दर्शनलब्धीनामावारकम्, दर्शनलब्धीनां मूलत एव लाभस्यावारकं चक्षुर्दर्शनादिकम्, चक्षुषा सामान्यग्राही बोधश्चक्षुर्दर्शनं तस्यावरणं चक्षुर्दर्शनावरणम्, तद्वर्जेन्द्रियचतुष्टयेन मनसा वा यद्दर्शनं तदचक्षुर्दर्शनं तदावरणमचक्षुर्दर्शनावरणम्, करणनिरपेक्षरूपिद्रव्यविषयं दर्शनमवधिदर्शनं तदावरणम्, सकलवस्तुदर्शनं केवलदर्शनं तदावरणमित्येवं नवविधं दर्शनावरणम् ॥ २०६॥ ३७८ હવે જીવના બાહ્ય અને અત્યંતર રોગની ઉત્પત્તિના કારણ વિશેષોને કહે છે - (૧) સતત-નિરંતર બેસી રહેવું તે અત્યાસન છે. (૨) પ્રતિકૂળ એવું જે આસન તે ટોલ, પાષાણાદિ તે અહિતાસન છે. (૩) અતિનિદ્રા, (૪) અતિ જાગવું, (૫) ઠલ્લાને રોકવો, (૬) માત્રાને રોકવું, (૭) અતિપ્રવાસ કે અતિવિહાર, (૮) પ્રકૃતિને અનુકૂલ નહીં તેવું ભોજન, (૯) ઇન્દ્રિયોના અર્થો-શબ્દાદિ વિષયોનો વિપાક તે ઇન્દ્રિયાર્થ વિકોપન. આ રીતે શરીરના રોગની ઉત્પત્તિ થાય છે. આ બાહ્યરોગની ઉત્પત્તિના નવ કારણો બતાવ્યા. હવે અત્યંતર રોગના કારણભૂત કર્મવિશેષ ભેદોને કહે છે. (૧) સુખે જાગવારૂપ સુપ્ત અવસ્થા, સૂતેલાને સુખેથી ઉઠાડી શકાય તે નિદ્રા. ચપટી વગાડવા માત્રથી ઊંઘમાંથી ઊઠી જાય તે નિદ્રા. તેના વિપાકને અનુભવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ નિદ્રા. એ પ્રમાણે કાર્યથી વ્યપદેશ કરાય છે. (૨) દુ:ખે જાગી શકાય તેવી ઊંધની અવસ્થા, નિદ્રાથી ચઢીયાતી હોવાથી તે નિદ્રાનિદ્રા છે. તેમાં અત્યંત અસ્પષ્ટ ચૈતન્ય હોવાથી દુઃખેથી ઘણું હલાવવા વડે જાગે છે. ખૂબ ઢંઢોળીએ ત્યારે જાગે છે આથી નિદ્રાની અપેક્ષાએ ઘણું સુવાપણું છે. તેના વિપાકને અનુભવના યોગ્ય કર્મ પ્રકૃતિ પણ કાર્ય દ્વારાએ નિદ્રાનિદ્રા કહેવાય છે. (૩) જેમાં - જે સૂતેલી અવસ્થામાં બેઠેલો કે ઊભેલો ઝોલા ખાય છે. ઊંઘે છે તે પ્રચલા છે. તે બેઠેલ તે ઊભા રહેલ ડોલાયમાન થતા ઊંઘનારને હોય છે. તેવા પ્રકારની વિપાકથી અનુભવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ પ્રચલા છે. (૪) ચાલતા ચાલતા ઊંધનારને આ પ્રચલાપ્રચલા હોય છે. સ્થાનમાં રહેલ ઊંધનારને થયેલી પ્રચલાની અપેક્ષાએ અતિશાયી છે - વધારે છે. તેના વિપાકને અનુભવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ પ્રચલાપ્રચલા છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy