________________
३७६
अथ स्थानमुक्तासरिका
सन्ति, तथाऽयुज्यमानत्वात्, तथा हि पुण्यपापे कर्मणी बन्धोऽपि तदात्मक एव, कर्म च पुद्गलपरिणामत्वादजीव एव, आश्रवस्तु मिथ्यादर्शनादिरूपः परिणामो जीवस्य, स चात्मानं पुद्गलांश्च विरहय्य कोऽन्यः ?, संवरोऽप्याश्रवनिरोधो देशसर्वभेद आत्मनः परिणामो निवृत्तिरूपो निर्जरा तु कर्मपरिशाटो जीवः कर्मणां यत्पार्थक्यमापादयति स्वशक्त्या, मोक्षोऽप्यात्मा समस्तकर्मविरहितः, तस्माज्जीवाजीवौ सत्पदार्थाविति, सत्यमेतत्, किन्तु यावेव जीवाजीवपदार्थों सामान्येनोक्तौ तावेवेह विशेषतो नवधोक्तौ, सामान्यविशेषात्मकत्वाद्वस्तुनः, तथेह मोक्षमार्गे शिष्यः प्रवर्तनीयो न सङ्ग्रहाभिधानमात्रमेव कर्त्तव्यम, स यदैवमाख्यायते आश्रवो बन्धो बन्धद्वारायाते च पुण्यपापे मुख्यानि तत्त्वानि संसारकारणानि, संवरनिरे च मोक्षस्य तदा संसारकारणत्यागेनेतरत्र प्रवर्त्तते नान्यथेत्यतः षट्कोपन्यासः, मुख्यसाध्यख्यापनार्थञ्च मोक्षस्येति ।।२०५॥
સમ્યગુ જીવાદિ પદાર્થનું જ્ઞાન હોતે છતે બ્રહ્મચર્યની નિષ્પત્તિ હોવાથી હવે પદાર્થના વિભાગને કહે છે.
સદ્ભાવથી અર્થાત્ પરમાર્થથી (પરંતુ ઉપચારથી નહીં) એવા પદાર્થો-વસ્તુઓ તે સત્પદાર્થો. “
જીવ - જીવો સુખ દુઃખ) અને જ્ઞાનરૂપ ઉપયોગ લક્ષણવાળા છે. અર્થાત્ જીવ જ્ઞાન, દર્શન અને સુખાદિ પર્યાયવાળો છે. તેથી સિદ્ધોનો પણ સમાવેશ થાય છે. પરંતુ દેશપ્રાણને ધારણ કરે તે જીવ એમ કહેવું નહીં. કારણ કે સિદ્ધોમાં પ્રાણનો અભાવ છે.
અજીવ - તેનાથી વિપરીત તે અજીવ છે. જે રૂપી, અરૂપી સ્વરૂપ છે. તેમાં પુદ્ગલો રૂપવાળા અજીવો છે. ધર્માદિ અરૂપી એવા અજીવો છે.
પુણ્ય :- પુણ્ય શુભ પ્રકૃતિરૂપ કર્મ છે. પાપ:- તેનાથી વિપરીત અશુભ પ્રકૃતિરૂપ કર્મ છે.
આશ્રવ :- જેના વડે કર્મ ગ્રહણ કરાય છે તે આશ્રવ. અર્થાત્ શુભ, અશુભ કર્મને ગ્રહણ કરવાનો હેતુ. સંવર :- ગુપ્તિ વગેરેથી આશ્રવના વિરોધરૂપ તે સંવર.
નિર્જરા - વિપાકથી (ભોગવવાથી) અથવા તપ વડે દેશથી કર્મોનું ખપાવવું તે નિર્જરા છે. બંધ :- આશ્રવ વડે ગ્રહણ કરાયેલા કર્મોનો આત્માની સાથે સંયોગ તે બંધ છે. મોક્ષ :- સમસ્ત કર્મના ક્ષયથી આત્માનું પોતાના આત્મામાં જ સ્થિર થવું તે મોક્ષ છે.
શંકા :- જીવ અને અજીવથી જુદા પુણ્ય વગેરે પદાર્થો છે નહીં કેમકે તેવી રીતે ઘટમાન નથી. તે આ પ્રમાણે – પુણ્ય અને પાપ એ બંને કર્મ છે અને બંધ પણ તદાત્મક-કર્મસ્વરૂપ જ છે. અને તે કર્મ, પુદ્ગલનો પરિણામ છે. અને તે પુદ્ગલો અજીવો છે. આશ્રવ તો મિથ્યાદર્શનાદિરૂપ જીવોનો પરિણામ છે. આત્મા અને પુદ્ગલોને છોડીને એનાથી બીજો કોણ છે ? સંવર પણ