________________
स्थानांगसूत्र
३७३
(૧) શસ્ર = દ્રવ્ય અને ભાવના ભેદથી અનેક પ્રકારનું છે. જીવના નાશનું નિમિત્ત એવું જે શસ્ત્ર તેનું પરિક્ષા = જ્ઞાનપૂર્વક પચ્ચક્ખાણ જેમાં કહેવાય છે તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયન. (૨) રાગ, દ્વેષરૂપ ભાવલોકનો વિજય-નિરાકરણ જેમાં કહેવાય છે તે લોકવિજય અધ્યયન. (૩) અનુકૂલ પરીષહરૂપ-શીત અને પ્રતિકૂલ પરિષહરૂપ-ઉષ્ણને આશ્રયીને જે કરેલું છે તે શીતોષ્ણીય અધ્યયન.
(૪) સમ્યક્ત્વને નિશ્ચલ કરવું પરંતુ કષ્ટતપને સેવનારા તાપસાદિના અષ્ટગુણરૂપ ઐશ્વર્યનો દૃષ્ટિમોહ કરવો નહીં. અર્થાત્ પ્રશંસા કરવી નહીં એવી રીતે પ્રતિપાદનમાં તત્પર એવું અધ્યયન તે સમ્યક્ત્વ અધ્યયન.
(૫) અજ્ઞાનાદિ અસારનો ત્યાગ કરીને લોકના સારભૂત રત્નત્રયમાં ઉદ્યમ કરવો. આવા પ્રકારના અર્થવાળું તે લોકસાર અધ્યયન છે.
(૬) પરિગ્રહાદિ સંગનો ત્યાગ કરવો તેનું પ્રતિપાદન કરનારૂં ધૂત અધ્યયન છે.
(૭) મોહથી ઉત્પન્ન થયેલ પરીષહ, ઉપસર્ગોનો પ્રાદુર્ભાવ-ઉદય થયે છતે વિમોહ થાય તેને સારી રીતે સહે એમ જેમાં કહેવાય છે તે વિમોહ અધ્યયન છે.
(૮) મહાવીર પ્રભુએ સેવેલ ઉપધાન-તપનું પ્રતિપાદન કરનાર શ્રુત-ગ્રન્થ તે ઉપધાન શ્રુત
અધ્યયન.
(૯) અંતક્રિયાસ્વરૂપ મોટી રિજ્ઞા સારી રીતે કરવી એવું પ્રતિપાદન કરવામાં તત્પર એવું જે અધ્યયન તે મહાપરિજ્ઞા અધ્યયન.
બ્રહ્મ = કુશલ (સારૂં) અનુષ્ઠાન તેનું સેવન = બ્રહ્મચર્ય. તે બ્રહ્મચર્ય સેવવું જોઈએ. બ્રહ્મચર્ય = સંયમ. તેનું પ્રતિપાદન કરનાર અધ્યયનો જે આચારાંગસૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધરૂપે ગુંથાયેલા છે તે બ્રહ્મચર્ય અધ્યયનો (નવ) છે. II૨૦૩ા
ब्रह्मचर्यशब्देन मैथुनविरतिरप्यभिधीयत इति तद्गुप्तीराह
विविक्तस्थानसेवनस्त्रीकथापरिवर्जनस्त्रीनिषद्यानासेवनमनोहरेन्द्रियाचिन्तनप्रणीतरसाभोजनातिमात्राहारवर्जनपूर्वक्रीडितास्मरणशब्दाद्यननुपातित्वसातसुखाप्रतिबद्धत्वानि
તનુપ્તય: ગાર્૦૪૫
विविक्तेति, स्त्रीपशुपण्डकेभ्यः पृथग्वर्त्तिनां शयनासनादिस्थानानामासेवको भव ब्रह्मचारी, अन्यथा तद्बाधासम्भवात्, तस्माद्देवीनार्यादिसमाकीर्णस्थानासेवनं मनोविकारसम्भवान्न कार्यमित्येकं स्थानम् । स्त्रीकथापरिवर्जनम्, केवलानां स्त्रीणां धर्मदेशनादिलक्षणवाक्यप्रबन्धरूपां जातिरूपादिविषयां वा कथां यो न कथयति स ब्रह्मचारीति द्वितीयम् ।