SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ३६८ अथ स्थानमुक्तासरिका (૮) રસાયનતંત્ર :- રસ = અમૃત રસ. તેનું અયન = પ્રાપ્તિ. અમૃતરસની પ્રાપ્તિ તે રસાયન. તે રસાયણ ખરેખર જુવાનીને ટકાવનારૂં, આયુષ્યની વૃદ્ધિ કરાવનારું, બુદ્ધિને વધારનારું, રોગ દૂર કરવા માટે સમર્થ છે. તેને પ્રતિપાદન કરનારૂં શાસ્ત્ર તે રસાયનશાસ્ત્ર છે. /૧૯૮ आयुर्वेदस्तु सर्वजीवोपयोगीति जीवाश्रयेणाह प्रथमाप्रथमसमयभेदान्नैरयिकादयो जीवाः सांसारिकाः । जीवास्तु नैरयिकाः स्त्रीपुंसतिर्यग्योनिकमनुष्यदेवाः सिद्धाश्च, मतिश्रुतावधिमनःपर्यवकेवलज्ञानिनो मत्यज्ञानश्रुताज्ञानविभङ्गज्ञानवन्तश्च वा ॥१९९॥ प्रथमेति, स्पष्टम्, प्रथमसमयनैरयिका नरकायुःप्रथमसमयोदये, इतरे त्वितरस्मिन्नेवं तिर्यङ्मनुष्यदेवा अपि, नैरयिकानामेकवेदवत्त्वादेकभेदः शेषसंसारिणां वेदद्वयवत्त्वाद्विरूपत्वं सिद्धस्त्वेक एव यद्यपि मनुष्याणां तृतीयवेदसत्त्वेऽपि नारकान्तर्गतनपुंसकवेदसमाविष्टत्वान्न पृथग्गृहीतोऽल्पत्वेनाविवक्षितत्वाद्वा ॥१९९॥ આયુર્વેદ સર્વ જીવોને ઉપયોગી છે માટે જીવના આશ્રયથી કહે છે. પ્રથમ સમયના નારકો એટલે નરકના આયુષ્યના પ્રથમ સમયના ઉદયવાળા. વળી બીજાઓ યાને તિર્યંચ આયુષ્યના પ્રથમ સમયના ઉદયમાં રહેલા તિર્યંચો, મનુષ્ય આયુષ્યના પ્રથમ સમયના ઉદયમાં રહેલ મનુષ્યો, દેવ આયુષ્યના પ્રથમ સમયના ઉદયમાં રહેલ દેવો પણ સંસારી સમજવા. અને અપ્રથમ સમયના પણ બધા સમજવા. નારકીઓ ફક્ત નપુંસકદવાળા હોવાથી એક ભેદરૂપે છે. બાકી સંસારીઓનો પુરૂષવેદ તેમજ સ્ત્રીવેદ હોવાથી બે વેદવાળા છે. વળી સિદ્ધ ભગવંત વિરૂપાણાથી એક જ ભેટવાળા છે. જો કે મનુષ્યોને ત્રણ વેદ હોવા છતાં પણ બે વેદ કેમ કહ્યા? નરકમાં નપુંસકવેદનો સમાવેશ થઈ જતો હોવાથી જુદો ગ્રહણ નથી કર્યો, અથવા અલ્પ હોવાથી વિવક્ષા નથી કરી. સૂત્રાર્થ - દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક આ બધા જીવો પોતપોતાના આયુષ્યના પ્રથમ સમયના ઉદયમાં અને અન્ય સમયના ઉદયમાં સંસારી છે. અને તેઓ સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસકવેદવાળા છે. સિદ્ધના જીવો વિરૂપી છે. તે સંસારી જીવોમાં કેટલાક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનવાળા છે, અને કેટલાક મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનવાળા છે. //૧૯૯ાા ज्ञानिनां प्रकमात्संयमिनः प्राह प्रथमाप्रथमसमयाभ्यां सूक्ष्मसम्परायसरागबादरसंपरायोपशान्तकषायवीतरागक्षीणकषायवीतरागसंयमभेदाः संयमिनः ॥२००॥
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy