________________
स्थानांगसूत्र
३६७ વિશિષ્ટ વચનની રચનાથી જ શાસ્ત્ર વિશેષ બને છે. તેમાં તે શાસ્ત્ર વિશેષ આયુર્વેદના વિભાગને કહે છે.
આયુ = જીવન. તેના રક્ષણ કરવાનું જે જાણે છે અથવા અનુભવે છે.
ઉપક્રમ = ઉપાય અને રક્ષણને જાણે છે અને યથાસમયે જેના વડે, જેનાથી અથવા જેના વિષે (જેમાં) મેળવે છે તે આયુર્વેદ એટલે ચિકિત્સાશાસ્ત્ર છે તે આઠ પ્રકારે છે.
(૧) કુમારભૃત્ય :- બાળકોના પોષણમાં જે યોગ્ય હોય તે શાસ્ત્ર. કુમારના ભરણ-પોષણ માટે દૂધના દોષના સંશોધન માટે તથા દુષ્ટરહિત નિમિત્તવાળા વ્યાધિઓના ઉપશમાવવા માટે રચાયેલું જે છે તે કુમારભૃત્ય શાસ્ત્ર.
(૨) દેહચિકિત્સા - તાવ આદિ રોગથી ગ્રસ્ત શરીરની ચિકિત્સા (સારવાર) જણાવનારું શાસ્ત્ર તે દેહચિકિત્સા શાસ્ત્ર. તે મધ્યાંગ (ગળાથી નીચેનું અંગોને આશ્રયીને થયેલા જવર (તાવ) અતીસાર (જાડા) લોહી, સોજો, ઉન્માદ (ગાંડપણ), ડાયાબીટીશ, કોઢ આદિના રોગોને શાંતશમાવવા માટે રચાયેલું શાસ્ત્ર તે દેહચિકિત્સા શાસ્ત્ર.
(૩) શાલાક્ય :- શલાકાનું કાર્ય તે શાલાક્ય. તેને જણાવનારું શાસ્ત્ર તે શાલાક્ય. આ શાલાક્ય શાસ્ત્ર તે ઊંચે (ગળાથી ઉપરના ભાગના) ગયેલા, વાંકા થયેલા કાન, મોંઢ, આંખ, નાક આદિ તેનાથી સંબંધિત રોગોના ઉપશમન માટે રચાયેલું આ શાલાક્ય (શળીનું કાર્ય શાસ્ત્ર છે.
(૪) શલ્મહત્યા - શલ્યને ઉદ્ધરવું અર્થાત્ કાંટાને કાઢવું યાને કાંટાનો નાશ બતાવનારૂં શાસ્ત્ર તે શલ્મહત્યા. દા.ત. ઘાસ, લાકડું, પથ્થર, ધૂળ, લોઢું, ઢેફુ, હાડકા, નખ વગેરે અંગની અંદર રહેલ શલ્યના ઉદ્ધાર માટે જે રચાયેલું શાસ્ત્ર તે શલ્યહત્યા શાસ્ત્ર છે.
(૫) જાંગુલિ - વિષના નાશનું તંત્ર તે જાંગુલિ શાસ્ત્ર. તે સાપ, કીડા, કરોળીયાથી સાયેલા વિષના નાશ માટે તેમજ વિવિધ પ્રકારના ઝેરને ઉપશમાવવા માટે રચાયેલ તે જાંગુલિ શાસ્ત્ર છે.
(૬) ભૂતવિદ્યા - ભૂતાદિના નિગ્રહ માટે જે વિદ્યા છે તે ભૂતવિદ્યા. તે શાસ્ત્ર દેવ, અસુર, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, પિતા, પિશાચ, નાગ, પ્રહાદિથી ઉપદ્રવ પામેલા - પ્રસ્ત થયેલા ચિત્તવાળાને શાંતિકર્મ, બલિકર્મ કરવું આદિ અને ગ્રહોના ઉપશમન કરનારી વિદ્યા જેમાં છે તે ભૂતવિદ્યા શાસ્ત્ર.
(૭) ક્ષારતંત્ર - શરીરમાંથી શુક્રનું ઝરવું તેના વિષયનું શાસ્ત્ર તે ક્ષારતંત્ર છે. આ સુશ્રુત આદિમાં વાજીકરણનું શાસ્ત્ર કહેવાય છે. અવાજીને વાજી કરવું અર્થાત્ વીર્યની વૃદ્ધિ વડે જ ઘોડા જેવો નથી તેને) ઘોડા જેવો પુષ્ટ બનાવવો. આ બંનેનો (ક્ષારતંત્ર અને વાજીકરણ તંત્ર) શબ્દાર્થ સમાન છે. તે વિષયવાળું શાસ્ત્ર તો અલ્પ, ક્ષીણ અને સુકાઈ ગયેલા વીર્યવાળા પુરૂષોને વૃદ્ધિ, પ્રસાદ અને ઉપજનન (પેદા કરવું) રૂપ વિશેષ હર્ષને ઉત્પન્ન કરવા માટે રચાયેલું શાસ્ત્ર તે ક્ષારતંત્ર છે.