________________
स्थानांगसूत्र
३६५
लक्षणत्वानमःस्वस्तिस्वाहास्वधाऽलंवषड्योगाच्च चतुर्थी नमः शाखायै इत्यादि । अपादीयते अपायतो-विश्लेषत आ-मर्यादया दीयते खण्ड्यते आदीयते-गृह्यते वा यस्मात्तदपादानं अवधिमात्रमित्यर्थः, तत्र पञ्चमी यथा-अपनय गृहाद्धान्यं कुशूलाद्गृहाणेति । स्वस्वामिसम्बन्धे षष्ठी भवति, यथा तस्यायं भृत्य इत्यादि । सन्निधीयते क्रियाऽस्मिन्निति सन्निधानमाधारस्तत्र सप्तमी विषयोपलक्षणत्वाच्चास्य काले भावे च क्रियाविशेषणेऽपि, तत्र सन्निधाने यथा तद्भक्तमिह पात्रे, तत्सप्तच्छदवनमिह शरदि पुष्यति, अत्र पुष्यनक्रिया शरदा विशेषिता, तत्कुटुम्बकमिह गवि दुह्यमाणायां गतम्, अत्र गमनक्रिया गोदोहनभावेन विशेषितेति । आमंत्रणे प्रथमा, इयं विभक्तिरामंत्रणलक्षणार्थस्य कर्मकरणादिवल्लिङ्गार्थमात्रातिरिक्तस्य प्रतिपादकत्वेनाष्टमी विभक्तिरुक्ता यथा हे युवन्नित्यादि ॥१९७॥
આ બધા વાદીઓ શાસ્ત્રપરિકર્મિત બુદ્ધિવાળા હોય છે, અને શાસ્ત્ર વચન-વિભક્તિના સંબંધથી અર્થનું પ્રતિપાદન કરનારા હોય છે માટે વચન અને વિભક્તિઓ કહે છે.
એક, બે અથવા બેથી વધારે જેના વડે કહેવાય છે તે વચન છે. કર્તા, કદિ સ્વરૂપ અર્થ જેના વડે વિભાગ કરાય છે તે વિભક્તિ છે. વચનસ્વરૂપ વિભક્તિ તે વચન વિભક્તિ કહેવાય છે. સુ, જસ્ ઈત્યાદિ.
કર્માદિકારક શક્તિ વડે અધિક, લિંગાર્યમાત્રનું જયાં પ્રતિપાદન કરાય છે ત્યાં (તેમાં) પ્રથમ વિભક્તિ થાય છે. જેમકે - “તે” કે “આ છે ને “હું છું'. - કર્તાની ક્રિયા વડે જે પ્રાપ્ત કરવા માટે ઈચ્છાય તે કર્મ. તેમાં બીજી વિભક્તિ થાય. દા.ત. આ શ્લોકને ભણ, તે ઘડાને આપે છે, તે ગામ જાય છે. ક્રિયા માટે અત્યંત ઉપયોગી સાધન તે કરણ. અને તેમાં-કરણને તૃતીયા વિભક્તિ થાય છે. દા.ત. દાન વડે ધર્મ મેળવે છે. જેને સત્કાર કરીને અપાય છે અથવા તો જેને અપાય છે તેને સંપ્રદાન કહેવાય છે. તેમાં ચતુર્થી વિભક્તિ થાય છે. દા.ત. ભિક્ષુકને ભિક્ષા અપાવે છે અથવા આપે છે. સંપ્રદાનના ઉપલક્ષણથી નમઃ, સ્વસ્તિ, સ્વાહા, સ્વધા, અલં, વષના યોગમાં ચતુર્થી વિભક્તિ થાય છે. દા.ત. શાખાને નમસ્કાર થાઓ.
વિશ્લેષણ કરે છે. જુદા કરવાથી મર્યાદા વડે અપાય છે - આ વચનથી ટૂકડો કરાય છે, લેવાય છે, ગ્રહણ કરાય છે જેમાંથી તે અપાદાન અવધિમાત્ર મર્યાદા પ્રમાણ છે. તેમાં પાંચમી વિભક્તિ થાય છે. દા.ત. ઘરથી ધાન્ય લઈ લે. કોઠીમાંથી ગ્રહણ કર.
સ્વસ્વામી સંબંધમાં છઠ્ઠી વિભક્તિ થાય છે. સ્વ એટલે પોતે અને સ્વામી તે બંનેનું વચનકથન તે સ્વસ્વામીના વચનમાં અર્થાત્ સંબંધમાં ષષ્ઠી વિભક્તિ થાય છે. દા.ત. તેનો આ નોકર છે. ઈત્યાદિ.