________________
३६४
अथ स्थानमुक्तासरिका શીંગડાની જેમ “અસતનો ઉત્પાદ ન થવાથી અને ઘટની જેમ “સત્'નો વિનાશ ન થવાથી. કારણ કે ઘટ સર્વથા નાશ પામેલ નથી. કપાલાદિ અવસ્થા વડે તેનું પરિણતપણું હોવાથી. વળી કપાલાદિ અવસ્થાનું અપારમાર્થિકપણું હોવાથી અને માટીરૂપ સામાન્યનું જ પારમાર્થિકપણું હોવાથી અને મૃત્તિકારૂપ સામાન્યના અવિનષ્ટપણાથી. (આ નિત્યવાદીનો પક્ષ છે.)
સ્થિર એકરૂપપણે એકાંત નિત્યને સ્વીકારવા વડે સકલ ક્રિયાનો લોપ સ્વીકારવાથી આ અક્રિયાવાદી છે.
(૮) પરલોક અભાવવાદી-મોક્ષ નથી, જન્માંતર અર્થાત્ બીજો જન્મ - પરલોક નથી એમ જે કહે છે તે પરલોક અભાવવાદી છે. તે આ પ્રમાણે - આત્મા નથી કારણ કે પ્રત્યક્ષાદિ પ્રમાણનો વિષયભૂત નથી. અને આત્માનો અભાવ છે માટે પુણ્ય, પાપરૂપ કર્મ નથી. અને કર્મનો અભાવ છે માટે પરલોક નથી અને મોક્ષ પણ નથી.
વાદીની અક્રિયાવાદિતા સ્કુટ જ છે. એનો મત સંગત (યોગ્ય) નથી. કારણ કે પ્રત્યક્ષાદિની અપ્રવૃત્તિ વડે આત્માદિનું નિરાકરણ-ખંડન કરવા માટે અશક્ય હોવાથી. વસ્તુ હોવા છતાં પ્રમાણની અપ્રવૃત્તિ જોવાથી અને આગમવિશેષથી વસ્તુ સિદ્ધ થતી હોવાથી.
તથા ભૂતધર્મતા પણ ચૈતન્યની નથી. કારણ કે વિવલિત ભૂતોના અભાવમાં પણ જાતિસ્મરણ આદિ દેખાય છે.
અહીં આઠ વાદીઓનું પણ સૂચન માત્ર બતાવ્યું છે. વિસ્તારથી નિરૂપણ અને પ્રતિવિધાન (જવાબ) તત્ત્વ ન્યાયવિભાકર, સમ્મતિતત્ત્વસોપાન આદિ અન્ય ગ્રન્થથી જાણવું અને વિચારવું. I/૧૯૬ll.
एते वादिनः शास्त्रपरिकर्मितमतयो भवन्ति, शास्त्रं च वचनविभक्तियोगेनार्थप्रतिपादक मिति वचनविभक्तीराह
प्रथमादयोऽष्टौ वचनविभक्तयः ॥१९७॥
प्रथमादय इति, एकत्वद्वित्वबहुत्वलक्षणोऽर्थ उच्यते यैस्तानि वचनानि, विभज्यते कर्तृत्वकर्मत्वादिलक्षणोऽर्थो यया सा विभक्तिः, वचनात्मिका विभक्तिर्वचनविभक्तिः सु औ जसित्यादि, कर्मादिकारकशक्तिभिरधिकस्य लिङ्गार्थमात्रस्य यत्र प्रतिपादनं तत्र प्रथमा भवति, यथा स वा अयं वाऽऽस्ते अहं वा आसे इत्यादि । कर्तुः क्रियया व्याप्तुमिष्यमात्रं कर्म तत्र द्वितीया यथा भण इमं श्लोकं घटं ददाति ग्रामं यातीत्यादि । क्रियां प्रति साधकतमं करणं, तत्र तृतीया यथा-दानेन लभते धर्ममित्यादि । यस्मै सत्कृत्य प्रदाप्यते यस्मै वा सम्प्रदीयते स सम्प्रदानं, तत्र चतुर्थी यथा-भिक्षवे भिक्षां दापयति ददाति वेत्यादि । सम्प्रदानस्योप