________________
स्थानांगसूत्र
३६३
નથી. (તેમ માનવાથી) કુંભારાદિને કર્તાપણાનો પ્રસંગ વ્યર્થ થશે અને કુંભારાદિની જેમ બુદ્ધિમાન કારણભૂત ઈશ્વરાદિને અનિશ્વરતાનો પ્રસંગ આવશે. અર્થાત્ કુંભારાદિ સદશ ઈશ્વર થશે. વળી અશરીરપણાને લઈને ઈશ્વરને કારણના અભાવથી ક્રિયામાં અપ્રવૃત્તિ થાય અને શરીરપણું છતે ઈશ્વરના શરીરનું પણ અન્યકર્તાવડે થવું જોઈએ. એ પ્રમાણે તો અનવસ્થાનો પ્રસંગ થશે.
(૫) સાતવાદી - સાત = સુખ ભોગવવું એમ કહે છે તે સાતવાદી. સુખના અર્થી જીવોએ સુખ ભોગવવું પરંતુ અસાત-દુઃખરૂપ તપ, નિયમ અને બ્રહ્મચર્યાદિનું કરવું નહી, કેમકે કાર્યનું કારણને અનુરૂપપણું હોય છે. સફેદ તંતુઓ વડે આરંભેલું વસ્ત્ર, લાલ થતું નથી પરંતુ શુક્લ જ થાય છે. એવી રીતે સુખના સેવનથી સુખ જ થાય છે.
અક્રિયાવાદીપણું તો એનું પારમાર્થિક પ્રશમ સુખરૂપ સંયમ અને તપને દુઃખપણે સ્વીકારવાથી અને કારણને અનુરૂપ કાર્યના સ્વીકારનું તો વિષયસુખથી અનનુરૂપ મોક્ષસુખને માનવા વડે બાધિતપણું હોવાથી.
(૬) સમુચ્છેદવાદી - ઉત્પત્તિ પછી તરત જ દરેક ક્ષણમાં નિરન્વય-સંબંધ રહિત નાશને જે કહે છે અર્થાત ક્ષણિકવાદી તે સમુચ્છેદવાદી છે. સતનું લક્ષણ છે અર્થક્રિયાકારિત્વ. નિત્ય વસ્તુમાં ક્રમથી કે એકી સાથે પણ કાર્યનો સંભવ નથી. તેથી તેમાં અથક્રિયાકારિત્વ લક્ષણનો પણ સંભવ નથી.
જો કાર્ય ન કરવામાં પણ વસ્તુપણે સ્વીકાર કરાય તો ખરવિષાણ (ગધેડાના શીંગડા)ને પણ સપણાનો પ્રસંગ આવશે. અને નિત્યવસ્તુ કાર્યને ક્રમશઃ કરે નહી. કેમકે નિત્ય = છે છે છે. એક સ્વભાવપણું હોઈ કાલાંતરમાં થનાર બધા ય કાર્યના ભાવનો પ્રસંગ આવે છે. જો એમ નહીં સ્વીકારશો તો દરેક ક્ષણમાં અન્ય અન્ય સ્વભાવની ઉત્પત્તિ થવા વડે નિત્યત્વની હાનિ થશે.
નિત્ય વસ્તુ એકી સાથે પણ કાર્યને કરે નહીં. કારણ કે એકી સાથે કાર્ય નહીં કરવાનું પ્રત્યક્ષથી સિદ્ધ છે. આ હેતુથી ક્ષણિક વસ્તુ જ કાર્ય કરે છે. એ રીતે અર્થક્રિયાકારીપણાથી ક્ષણિક વસ્તુ છે.
આ અક્રિયાવાદી એવી રીતે જાણવો - સંબંધ રહિત નાશનો સ્વીકાર અર્થાત્ માનવામાં જ પરલોકના અભાવને ઉત્પન્ન કરે છે. તથા ફલના અર્થી જીવોને ક્રિયામાં અપ્રવૃત્તિ ઉત્પન્ન કરે છે. તથા સમસ્ત ક્રિયામાં પ્રવર્તકને અસંખ્યય સમયમાં થનાર અનેક અક્ષરના ઉલ્લેખવાળા વિકલ્પનું પ્રતિસમય ક્ષયપણું થયે છતે એક ઈચ્છિત પ્રત્યયના અભાવથી સમસ્ત વ્યવહારનો ઉચ્છેદ થાય.
આ કારણથી જ એકાંત ક્ષણિક મતથી કુંભારાદિ પાસેથી અર્થક્રિયા ઘટી શકતી નથી. માટે વસ્તુ પર્યાયથી સમુચ્છેદ-નાશવાળી છે, પરંતુ દ્રવ્યથી નાશવાળી નથી.
(૭) નિત્યવાદી - વસ્તુને જે નિત્ય કહે તે નિત્યવાદી છે. તે આ પ્રમાણે - લોક નિત્ય છે કેમકે ઉત્પાદ અને વિનાશના આવિર્ભાવ-પ્રગટ થવું અને તિરોભાવ-અંતર્ભાવ માત્રપણાથી સસલાના