________________
अथ स्थानमुक्तासरिका
અથવા સામાન્યવાદી બધું ય એક જ સ્વીકારે છે. કેમ કે સામાન્યનું એકપણું છે એવી રીતે અનેક પ્રકારે એકત્વવાદી છે. એનું અક્રિયાવાદીપણું તો તેનાથી અન્ય સદ્ભૂત – રહેલા છતાં ભાવોને ‘નાસ્તિ’ નથી એમ પ્રતિપાદન કરવાથી અને યુક્તિઓ વડે અઘટમાન (આત્માદ્વૈત, પુરૂષાદ્વૈત અને શબ્દાદ્વૈતાદિના અસ્તિપણાનો સ્વીકાર કરવાથી) હોવાથી છે.
३६२
(૨) તથા કથંચિત એકપણું છતે પણ સર્વથા - એકાંતે ભાવોનું અનેકપણું કહે છે તે અનેકાંતવાદી :
પરસ્પર વિલક્ષણ - જુદા જ ભાવો છે. તે જ પ્રમાણે પ્રમાણ કરાય છે. જેમ રૂપ, રૂપપણાએ (ભિન્ન છે) ભાવોના અભેદમાં તો જીવ, અજીવ, બદ્ધ, મુક્ત, સુખી, દુ:ખી વગેરેનો એકપણાનો પ્રસંગ થવાથી દીક્ષાદિ નિરર્થક થશે.
વિશેષ કહે છે - સામાન્યને અંગીકાર કરીને બીજા વાદીઓએ એકપણું વિવક્ષેલ છે. પરંતુ સામાન્ય ભેદ – વિશેષથી ભિન્ન અને અભિન્નપણાએ વિચારાતું ઘટતું નથી. એવી રીતે અવયવોથી અવયવી, ધર્મોથી ધર્મી આ પ્રમાણે અનેકવાદી કહે છે.
એનું પણ અક્રિયાવાદીપણું સામાન્યાદિ રૂપપણાએ કરી ભાવોનું એકત્વ હોતે છતે પણ સામાન્યાદિના નિષેધ વડે છે. તેનો નિષેધ કરવાથી. કારણકે સામાન્ય સર્વથા નથી એમ (યુક્ત) નથી. કેમકે અભિન્ન જ્ઞાનના કથનના અભાવનો પ્રસંગ આવવાથી, વળી સર્વથા ભિન્નપણું (સ્વીકાર્યું) છતે એક પરમાણુ સિવાય બધાય પરમાણુઓને અપર પરમાણુપણાનો પ્રસંગ આવે. તથા અવયવી અને ધર્મી સિવાય પ્રતિનિયત ધર્મની વ્યવસ્થા નહીં થાય. (અર્થાત્ આ કોના અવયવો છે એમ નહીં કહી શકાય. તેથી સર્વ સંકરપણું પ્રાપ્ત થાય) અને ભેદ, અભેદ વિકલ્પરૂપ દૂષણ તો કથંચિત્ વાદના સ્વીકાર વડે અવકાશ રહિત છે.
=
-
(૩) મિતવાદી :- જીવોનું અનંતાનંતપણું હોવા છતાં પણ મિત પરિણામવાળા કહે છે ‘ઉચ્છેદ પામવાવાળું જગત થશે - પ્રલય થશે.' એ પ્રમાણે સ્વીકારવાથી અથવા પ્રમાણવાળો અંગુઠાના પર્વ માત્ર કે શ્યામક તંદુલ માત્ર જીવને કહે છે પરંતુ અપરિમિત અસંખ્યેય પ્રદેશાત્મકપણાએ કે અંગુલના અસંખ્યેય ભાગથી આરંભીને યાવત્ લોકને પૂરે છે. એવી રીતે અનિયત પ્રમાણપણે સ્વીકારતો નથી. અથવા મિત-સપ્તદ્વીપ સમુદ્રપણાએ લોકને કહે છે. અન્યથા ભૂત પણ કહે છે તે મિતવાદી. તેનું પણ અક્રિયાવાદીપણું વસ્તુતત્ત્વના નિષેધથી જાણવું.
(૪) નિર્મિતવાદી :- ઈશ્વર, બ્રહ્મ, પુરૂષાદિવડે કરાયેલ લોક છે. એવું કહે છે તે નિર્મિતવાદી છે. તેમાં પ્રમાણ આપે છે - બુદ્ધિમાન (પુરૂષ)રૂપ કારણવડે કરાયેલું આ જગત છે. કેમકે ઘટની જેમ સંસ્થાન-આકારવાળું હોય છે. ઈત્યાદિ.
અક્રિયાવાદીપણું તો એનું “ક્યારે પણ અનિર્દેશ જગત ન હતું અર્થાત્ એવું જ હતું” આ વચનથી અકૃત્રિમ જગતની અકૃત્રિમતાનો નિષેધ કર્યો છે. કારણ કે ઈશ્વરાદિ વડે જગતનું કર્તાપણું