SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र ३६१ पुण्यपापलक्षणं कर्म तदभावान्न परलोको मोक्षो वेति, अक्रियावादिता चास्य प्रत्यक्षाद्यप्रवृत्त्याऽऽत्मादीनां निराकर्तुमशक्यत्वात्, सत्यपि वस्तुनि प्रमाणाप्रवृत्तिदर्शनात्, आगमविशेषसिद्धत्वाच्च, नापि चैतन्यमुपलभ्यमानं भूतधर्मो भवितुमर्हति विवक्षितभूताभावेऽपि जातिस्मरणादिदर्शनादिति, मतानामेषामष्टानां विस्तरतो निरूपणं प्रतिविधानञ्च तत्त्वन्यायविभाकरसम्मतितत्त्वसोपानादौ द्रष्टव्यम् ॥१९६॥ આલોચના મદના અભાવમાં થાય છે. મદમાં શ્રુતનો મદ છે. અને તે પ્રાયઃ વાદીઓને હોય છે. માટે વાદી વિશેષને કહે છે. આઠ અક્રિયાવાદી છે. ૧. એકવાદી, ૨. અનેકવાદી, ૩. મિત્તવાદી, ૪.નિર્મિતવાદી, ૫. સાતવાદી ૬. સમુચ્છેદવાદી ૭. ક્ષણિકવાદી ૮. પરલોકવાદી. સમસ્ત પદાર્થમાં સમૂહમાં વ્યાપીને રહેલ ‘અસ્તિ’ એ રૂપવાળી ક્રિયા તે જ કુત્સિત છે - તે જ અયથાર્થ વસ્તુના વિષયપણે કુત્સિતા નિંદિતા તે અક્રિયા. તે અક્રિયાને જેઓ બોલે છે એવા સ્વભાવવાળા તે અક્રિયાવાદી છે. યથાવસ્થિત વસ્તુતો અનેકાંતાત્મક નથી પરંતુ એકાતાત્મક જ છે. એ પ્રમાણે સ્વીકારવાવાળા અર્થાત્ નાસ્તિકો એ રીતે બોલનારા હોવાથી તેઓ પરલોક સાધક ક્રિયાને પણ ૫૨માર્થથી કહેતા નથી. તેઓના મતમાં વસ્તુઓનો સદ્ભાવ છતે પણ પરલોકને સાધક ક્રિયાના અયોગથી તેઓ અક્રિયાવાદી જ છે. તેમાં (૧) એકત્વવાદી :- એક જ આત્માદિ પદાર્થ છે એમ બોલે છે તે એકત્વવાદી છે. તે મતાનુસા૨ીઓ વડે કહેવાયું છે એક જ ભૂતરૂપ આત્મા, પ્રત્યેક પ્રત્યેક ભૂત-જીવમાં વ્યવસ્થિત રહેલ છે. પરંતુ તે એક પ્રકારે અને અનેક પ્રકારે જલ - ચંદ્રની જેમ દેખાય છે. અર્થાત્ જેમ એક ચન્દ્ર છતાં જલમાં તેના પ્રતિબિંબો પડવાથી અનેક ચન્દ્ર દેખાય છે. - બીજો એક વાદી તો આત્મા જ છે. પરંતુ બીજો કોઈ પદાર્થ નથી એમ સ્વીકારનારો છે. કહ્યું છે કે- “આ બધું પુરૂષ જ છે. જે સર્વ થયેલ અને થશે” ઇત્યાદિ. વળી બીજા વાદીઓ કહે છે - “હંમેશા જ્ઞાનથી યુક્ત, પૃથ્વી, તેજ, જલ વગેરેવાળો આ આત્મા તદાત્મક જ છે. વળી શબ્દાદ્વૈત (એક) વાદીઓ તો બધું ય વિશ્વ શબ્દાત્મક છે એવી રીતે એકત્વને માને છે કહ્યું છે કે શબ્દ તત્ત્વરૂપ જે અક્ષર, અર્થભાવ વડે વર્તે છે તે અનાદિ - અનંત બ્રહ્મ છે જેથી આ જગતની પ્રક્રિયા છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy