________________
अथ स्थानमुक्तासरिका
आचारेति, ज्ञानासेवनाभ्यां
ज्ञानादिपञ्चविधाचारवानालोचकेनालोच्यमानानामतीचाराणामवधारणावान्, आगमश्रुताज्ञाधारणाजीतलक्षणानां पञ्चानां व्यवहाराणां वेत्ता, यो लज्जया सम्यगनालोचयन्तं सर्वं यथा सम्यगालोचयति तथा विधायाऽपव्रीडकः, प्रकारीआलोचिते सति यः शुद्धिं प्रकर्षेण कारयति सः, अपरिश्रावीय आलोचकदोषानुपश्रुत्यान्यस्मै न प्रतिपादयति सः, निर्यापक:-यस्तथा करोति यथा गुर्वपि प्रायश्चित्तं शिष्यो निर्वाहयति सः, शिष्यचित्तभङ्गानिर्वाहादीन् दुर्भिक्षदौर्बल्यादिकृतानपायान् पश्यतीत्येवं शीलोऽपायदर्शी, सम्यगनालोचनायां दुर्लभबोधिकत्वादीनपायान् शिष्यस्य दर्शयतीति वेति । जातिकुले मातापितृपक्षौ, तत्सम्पन्न: प्रायोऽकृत्यं न करोति, कृत्वापि पश्चात्तापादालोचयतीति तथाविधः, विनयसंपन्नः सुखेनैवालोचयति, ज्ञानसम्पन्नो दोषविपाकं प्रायश्चित्तं वाऽवगच्छति, दर्शनसम्पन्नः शुद्धोऽहमित्येवं श्रद्धत्ते चारित्रसम्पन्नो भूयस्तमपराधं न करोति सम्यगालोच प्रायश्चित्तञ्च निर्वाहयति क्षान्तः परुषं भणितोऽप्याचार्यैर्न रुष्यति दान्तः प्रायश्चित्तं दत्तं वोढुं समर्थो भवतीति ॥ १९५॥
३५८
',
ફરી પણ તેના જ સ્વરૂપને વિચારવા યોગ્ય છે તેમ જ આલોચના કરનાર સાધુના સ્વરૂપને કહે છે......
જ્ઞાન અને આસેવન શિક્ષા વડે જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારવાળો, આલોચના કરનાર વડે આલોચના કરાતા અતિચારોની અવધારણાવાળો આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા, જીત સ્વરૂપ પાંચે ય વ્યવહારનો જે જ્ઞાતા છે, જે શરમથી સારી રીતે (ખુલ્લા દિલથી) આલોચના નહીં ક૨ના૨ને બધું જેમ સારી રીતે આલોચના કરાવે તેવું કરનારને અપવ્રીડક કહેવાય છે.
આલોચના કરે છતે જે વિશેષે કરીને શુદ્ધિને કરાવે છે તે પ્રકારી છે.
જે આલોચના લેનારના દોષોને સાંભળીને બીજાને ન કહે તે અપરિશ્રાવી કહેવાય છે. જે તે પ્રમાણે કરે છે - નિર્યાપણા કરાવે છે કે - જેમ શિષ્ય મોટા પણ પ્રાયશ્ચિતનો નિર્વાહ કરે છે તે નિર્યાપક છે.
દુકાળ અને દુર્બલતાદિ વડે કરાયેલ શિષ્યના ચિત્તભંગ અને અનિર્વાહાદિરૂપ અપાયોને જોવાના સ્વભાવવાળો જે છે તે અપાયદર્શી છે. અથવા સારી રીતે આલોચના ન કરવામાં દુર્લભબોધિપણું વગેરે અપાયો શિષ્યોને બતાવે છે તે અપાયદર્શી છે. અપાયદર્શી એવા સાધુઓ આલોચના આપવા માટે યોગ્ય છે. જાતિ = માતાનો પક્ષ, કુળ પિતાનો પક્ષ. જાતિકુળસંપન્ન એવો તે પ્રાયઃ અકૃત્યને કરતો નથી અને કદાચ થઇ જાય તો કરીને પણ પશ્ચાત્તાપથી આલોચના કરે છે. તેવા પ્રકારનો વિનય સંપન્ન સુખેથી - સહેલાઈથી આલોચના કરે છે.
=