________________
स्थानांगसूत्र
३५५ ઉપર બતાવ્યા તે ગુણોના અભાવમાં માયા થાય છે. અને માયા હોવાથી માયાવી માયા કરીને આલોચના ન કરે માટે કહે છે... ' મેં અપરાધ કરેલ છે અને અપરાધ કરેલ હોવાથી તેની નિંદા આદિ કેવી રીતે યુક્ત થાય ? વળી હમણાં પણ તે અતિચાર હું કરું છું. તો પછી નિવૃત્ત નહીં થયેલાને આલોચનાદિ ક્રિયા કેવી રીતે ? તથા ભવિષ્યમાં હું કરીશ, તો પછી આલોચનાદિ કરવું યુક્ત નથી.
અકીર્તિ = એક દિશા વ્યાપી અપ્રસિદ્ધિ, અવર્ણ = સર્વ દિશામાં વિસ્તરનારી અપ્રસિદ્ધિ.
જો હું આલોચના કરીશ તો આ બંને માટે અવિદ્યમાન થશે. તથા પૂજા, સત્કારાદિ દૂર થશે, વિદ્યમાન કીર્તિ અને યશની માટે હાનિ થશે.
આ પ્રમાણે વિચારીને) અતિચાર સેવીને (કરીને) પણ માયાવી આલોચના ન કરે. ગુરૂ સમક્ષ નિવેદન કરે નહીં, મિચ્છા મિ દુક્કડમ્ આપે નહીં. આત્મ સાક્ષીએ નિંદા કરે નહીં. અતિચારથી નિવર્લે (પાછો ફરે) નહીં. શુદ્ધ ભાવરૂપ જળથી અતિચારરૂપ કલંકને શુદ્ધ કરે નહીં. ફરીથી ન કરવા વડે ઉઠે નહીં - તૈયાર થાય નહીં. તથા યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપ કર્મને સ્વીકારે નહીં.
વળી આસેવા = દોષ કરવાના જ અવસરે માયાવી છે પરંતુ આલોચનાદિના અવસરે નહીં, કારણ કે માયાવીની આલોચનાદિમાં પ્રવૃત્તિ હોતી નથી.
વળી તે માયાવીને જ આલોચના ન કરવામાં અનર્થ છે. તે બતાવે છે - આ લોક (જન્મ) ગહિત થાય છે. અતિચાર સહિતપણાને લઈને નિંદિત હોવાથી આ જન્મ ગહિત થાય છે. પરલોકમાં કિબ્લિષિકાદિ દેવ રૂપે ઉત્પત્તિ થવાથી દેવ જન્મ પણ મારો ગહિત થાય છે. મનુષ્ય જન્મ પણ જાતિ, ઐશ્વર્ય રૂપાદિ રહિત હોવાથી ગહિત - નિંદિત થાય છે.
વળી જે માયાવી એક અતિચારરૂ૫ માયા કે બહુ અતિચારરૂપ માયા કરીને આલોચના ન કરે તેને જ્ઞાનાદિ મોક્ષમાર્ગની આરાધના નથી. વળી જે આલોચનાદિ કરે છે તેની જ આરાધના ફળવાળી થાય છે. તથા જો મારા આચાર્ય, ઉપાધ્યાયને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થાય તો મને જ્ઞાનથી જાણે કે એણે અતિચારો કર્યા છે એવા ભયથી આલોચનાદિ કરે જ (તેને પણ આરાધના છે) ૧૯all
आचार्यादिसमक्षमालोचना कार्येति तत्समृद्धिमाहआचारश्रुतशरीरवचनवाचनामतिप्रयोगसङ्ग्रहपरिज्ञाविषया गणिसम्पत् ॥१९४॥
आचारेति, समुदायो गुणानां साधूनां वा भूयानतिशयवान् गणः, सोऽस्यास्तीति गणी आचार्यस्तस्य सम्पत्, समृद्धिर्भावरूपा गणिसम्पत्, तत्राचरणमाचारोऽनुष्ठानं स एव