________________
स्थानांगसूत्र
३५१
ઉત્તર :- જે હેતુથી વેદના આદિ સમુદ્દાત વડે પરિણત (જીવ) કાલાંતરમાં અનુભવવા યોગ્ય, ઘણા વેદનીયાદિ કર્મ પ્રદેશોને ઉદીરણાકરણ વડે આકર્ષીને (ખેંચીને) ઉદયમાં પ્રક્ષેપી અનુભવીને નિર્જરે છે. અર્થાત્ આત્માના પ્રદેશોની સાથે મળી ગયેલ કર્મ પ્રદેશોને સાડે છે - દૂર કરે છે. પૂર્વ કરેલ કર્મનું શાટન - નાશ તે નિર્જરા છે. આ રીતે પ્રબલતાથી ઘાત સમજવો. તે સમુદ્દાત સાત પ્રકારે છે.
(૧) વેદના સમુદ્દાત અસાતા વેદનીય કર્મના આશ્રયવાળો છે.
(૨) કષાય સમુદ્દાત કષાય નામના ચારિત્ર મોહનીય કર્મના આશ્રયવાળો છે.
(૩) મારણાંતિક સમુદ્દાત અંતર્મુહૂર્ત શેષ આયુષ્ય કર્મના આશ્રયવાળો છે. (૪-૫-૬) વૈકુર્વિક, તૈજસ અને આહારક આ ત્રણ સમુદ્દાત શરીરનામકર્મના આશ્રયવાળા છે. (૭) કેવલી સમુદ્દાત સાતા અને અસાતા વેદનીય, શુભ અને અશુભ નામ તથા ઉચ્ચ અને નીચ ગોત્ર આ ત્રણ કર્મના આશ્રયવાળો છે.
તેમાં વેદનીય કર્મના સમુદ્દાત વડે જોડાયેલ આત્મા વેદનીય કર્મ પુદ્ગલનો નાશ કરે છે કષાય સમુદ્દાત વડે જોડાયેલ આત્મા કષાય પુદ્ગલનું શાટન કરે છે. મારણાંતિક સમુદ્ધાત વડે જોડાયેલ આત્મા આયુષ્ય કર્મના પુદ્ગલોનો ઘાત કરે છે. વૈક્રિય સમુદ્દાત વડે જોડાયેલ આત્મા તો જીવના પ્રદેશોને શરીરથી બહાર કાઢીને શરીરના વિખુંભ (પહોળાઈ) જેટલો પહોળો અને લંબાઈથી સંખ્યાત યોજનના દંડને કરે છે. કરીને પૂર્વે બાંધેલ વૈક્રિય શરીર નામ કર્મના યથા સ્થૂલ પુદ્ગલોને શાટન કરે છે. એવી રીતે તૈજસ અને આહા૨ક સમુદ્દાત પણ વ્યાખ્યા કરવા યોગ્ય છે.
કેવલી સમુદ્દાત વડે જોડાયેલ કેવલી, વેદનીયાદિ કર્મના પુદ્ગલોનો નાશ કરે છે. અહીં છેલ્લો (કેવલી) સમુદ્દાત આઠ સમયનો છે. બાકીના છ સમુદ્ધાતો તો અસંખ્યાત સમયના છે. ચોવીશ દંડકની વિચારણામાં સાતે સમુદ્ધાતો મનુષ્યોને જ હોય છે. II૧૯૦ા समुद्घातादीन् भगवदुक्तानन्यथा प्ररूपयन् प्रवचनबाह्यो भवतीति निह्नवानाह— बहुरतजीवप्रादेशिकाव्यक्तिक सामुच्छेदिक द्वै क्रि यत्रै राशिकाबद्धिकाः प्रवचननिह्नवाः ॥१९१॥
बहुरतेति, प्रवचनमागममन्यथा प्ररूपयन्तीति प्रवचननिह्नवा:, यथा-बहुरता:- बहुषु समयेषु सक्ता दीर्घकालेन द्रव्यमुत्पद्यतः इति प्ररूपिणः, एकेन समयेन क्रियाध्यासितरूपेण वस्तुनोऽनुत्पत्तेः प्रभूतसमयेन चोत्पत्तेरिति । जीवप्रादेशिका जीवः प्रदेश एव येषान्ते जीवप्रदेशिकाश्चरमप्रदेशजीवप्ररूपिणः । अव्यक्तमस्फुटं वत्स्वभ्युपगमतो विद्यते येषान्ते