________________
३५२
अथ स्थानमुक्तासरिका ऽव्यक्तिकाः संयताद्यवगमे संदिग्धबुद्धयः । समुच्छेदः प्रसूत्यनन्तरं निरन्वयविनाशस्तं ब्रुवत इति सामुच्छेदिकाः, क्षणक्षयिकभावप्ररूपकाः । द्वे क्रिये समुदिते वेदिनो द्वैक्रियाः, कालाभेदेन क्रियाद्वयानुभवप्ररूपिणः । जीवाजीवनोजीवभेदास्त्रयो राशयः समाहत्तास्त्रिराशि तत्प्रयोजनं येषां ते त्रैराशिका राशित्रयख्यापकाः । स्पृष्टं जीवेन कर्म न स्कन्धबन्धवद्वद्धं तदेषामस्तीत्यबद्धिकाः स्पृष्टकर्मविपाकप्ररूपका इति ॥१९१॥ - જિનેશ્વર ભગવાને કહેલ આ સમુદ્ધાતાદિ વસ્તુનું બીજી રીતે અન્યથા (વિપરીતપણે) પ્રરૂપણ કરે તે પ્રવચન - સંઘ બહાર થાય છે. દા.ત. જેમ નિન્કવો. માટે હવે નિન્ડવો કહે છે
પ્રવચન એટલે આગમની ઉત્થાપના - બીજી રીતે પ્રરૂપણા કરે તે પ્રવચન નિન્ટવ છે. તેના સાત પ્રકાર છે.
(૧) બહુરત નિન્યવ - ઘણા સમયોમાં રત એટલે કે આસક્ત થયેલા દીર્ઘકાલે - લાંબા સમયે દ્રવ્ય ઉત્પન્ન થાય છે તેવી પ્રરૂપણા કરનારા. તે બહુરત નિcવ છે. એક એક સમય વડે (ક્રિયાકાલ રૂપ એક સમયમાં) વસ્તુની ઉત્પત્તિ ન માનવાથી અને ઘણા સમયો વડે ઉત્પત્તિને માનવાથી ઘણા સમયોમાં આસક્ત થયેલા તે બહુરત. અર્થાત દીર્ઘકાલે દ્રવ્યની ઉત્પત્તિ માનનારા છે.
(૨) જીવ પ્રાદેશિક નિવડવ - છેલ્લા પ્રદેશમાં જીવત્વને માનનારા. પ્રદેશ જ જીવ છે જેઓને તે જીવપ્રદેશો. તે જ જીવ પ્રાદેશિક. (૩) અવ્યક્તિક નિહવ:- સાધુ વિગેરેને જાણવામાં સંદેહવાળા.
અવ્યક્ત = અપ્રગટ વસ્તુ સ્વીકારવાથી અવ્યક્ત (વાદ) વિદ્યમાન છે જેઓને તે અવ્યક્તિકો. અર્થાત્ સંયતાદિને જાણવામાં સંદિગ્ધ બુદ્ધિવાળા. કોણ જાણે આ સંયમી છે કે અસંયમી? ઇત્યાદિ સંશયવાળા. .
(૪) સામુચ્છેદિક નિન્દવ - ક્ષણિક ભાવને માનનારા.
સમુચ્છેદ = ઉત્પત્તિ થયા પછી તરત જ નિરન્વયપણે સમસ્તપણે અને પ્રકર્ષથી છેદ તે સમુચ્છેદ. અર્થાત્ ક્ષણમાં ક્ષય પામનાર ભાવો છે એમ પ્રરૂપણા કરનારા તે સામુચ્છેદિક નિન્દવ.
(૫) ઐક્રિય નિન્દવ - એક સમયમાં બે ક્રિયા માનનાર.
બે ક્રિયા એકત્રિત થાય તે સૈક્રિય. તેને - બે ક્રિયાને કહે અથવા અનુભવે તે સૈક્રિય. અર્થાત્ કાલના અભેદથી (એક સમયે) બે ક્રિયાનો અનુભવ થાય છે તેવી પ્રરૂપણા કરનારા તે દૈક્રિય નિન્દવ.
(૬) વૈરાશિક નિન્દવ - જીવ, અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિની પ્રરૂપણા કરનારા.
૧. નિરન્વય નાશ એટલે શું? ઘડો ફૂટી ગયા પછી માટી રહે છે તે સાન્વય નાશ પણ બૌદ્ધો નિરન્વય નાશ માને છે. નિરન્વય નાશ એટલે કશું રહે નહી.