________________
३४६
अथ स्थानमुक्तासरिका
अध्यवसायेति, आयुषो जीवितव्यस्य उपक्रमाः स च सप्तविधनिमित्तप्रापितत्वात्सप्तविधः, तत्राध्यवसानं-रागस्नेहभयात्मकोऽध्यवसायः, निमित्तं-दण्डकशाशस्त्रादीनि, तत्र सत्यायुभिद्यते, तथा भोजनेऽधिके सति, तथा वेदना-नयनादिपीडा, पराघातो गर्भपातादिसमुत्थः, तथा स्पर्शः तथा विधभुजङ्गादिसम्बन्धी, उच्छासनिःश्वासौ निरुद्धावाश्रित्यायुषो भेदः, अयञ्चायुर्भेदः सोपक्रमायुषामेव, नेतरेषाम्, न च तथासति कृतनाशोऽकृताभ्यागमश्च स्यात्, संवत्सरशतमुपनिबद्धस्यायुषोऽपान्तराल एव हि व्यपगमात् कृतनाशः, येन च कर्मणा तद्भिद्यते तस्याकृतस्यैवाभ्यागमः, एवञ्च मोक्षानाश्वासः ततश्चारित्राप्रवृत्त्यादयो दोषाः स्युरिति वाच्यम्, यथाहि वर्षशतभोग्यभक्तमप्यग्निकव्याधितस्याल्पेनापि कालेनोपभुंजानस्य न कृतनाशो नाप्यकृताभ्यागमस्तद्वदिहापीति ॥१८७॥
અંડજાદિ સંસારી જીવોનું સંસરણ આયુષ્યનો ભેદ થયે છતે હોય છે માટે તેને બતાવવા થકા સૂત્રકાર કહે છે -
આયુષ - જીવિતવ્યનો ભેદ – ઉપક્રમ તે આયુર્ભેદ. તે સાત પ્રકારના નિમિત્તને પ્રાપ્ત કરેલ હોવાથી સાત પ્રકારે જ છે. તેમાં (૧) અધ્યવસાન - રાગ, સ્નેહ અને ભયાત્મક અધ્યવસાય તે અધ્યવસાન.
(૨) નિમિત્ત :- દંડ, ચાબુક અને શસ્ત્રાદિ. અધ્યવસાન અને નિમિત્ત પ્રાપ્ત થયે છતે આયુષ્ય ભેદાય છે. (૩) આહાર :- ભોજન અધિક કીધે છતે. (૪) વેદના - આંખ વગેરેની પીડા. (૫) પરાઘાત - ખાડામાં પડવું વગેરેથી ઉઠેલ. ગર્ભપાતાદિથી ઉઠેલ. (૬) સ્પર્શ - તેવા પ્રકારના સર્પ વગેરે સંબંધી સ્પર્શ થયે છતે. (૭) શ્વાસોચ્છવાસ - રૂંધાયેલા શ્વાસ અને ઉચ્છવાસને આશ્રયીને.
આ પ્રમાણે સાત પ્રકારે આયુષ્ય ભેદાય છે. આ સાતને આશ્રયીને આયુષ્યનો ભેદ થાય છે. અથવા અધ્યવસાન, નિમિત્તાદિ આયુષ્યના ઉપક્રમનું કારણ છે. આ આયુષ્યનો ભેદ, સોપક્રમ . આયુષ્યવાળા જીવોને જ હોય છે, પરંતુ બીજાઓને - નિરૂપક્રમ આયુષ્યવાળાને હોય નહીં.
શંકા - જો એવી રીતે આયુષ્ય ભેદાય છે તો તેથી કૃતનાશ - કરેલનો નાશ અને નહીં કરેલનું આવવું થાય, કેવી રીતે? એક સો વર્ષના બાંધેલ આયુષ્યનો, મધ્યમાં જ નાશ થવાથી કૃતનાશ અને જે કર્મ વડે તે ભેદાય છે તે નહીં કરેલ કર્મનું આવવું જ થાય છે. એવી રીતે મોક્ષનો અવિશ્વાસ થાય અને તેથી ચારિત્રમાં અપ્રવૃત્તિ વગેરે દોષો થાય.