SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र ३४५ अतीतानागताकारकालसंस्पर्शवर्जितम् । वर्त्तमानतया सर्वमृजुसूत्रेण सूत्र्यते ॥ विरोधिलिङ्गसंख्यादिभेदाद्भिन्नस्वभावताम् । तस्यैव मन्यमानोऽयं शब्दः प्रत्यवतिष्ठते ॥ तथाविध तस्यापि वस्तुनः क्षणवृत्तिनः । ब्रूते समभिरूढस्तु संज्ञाभेदेन भिन्नताम् ॥ एकस्यापि ध्वनेर्वीच्यं सदा तन्नोपपद्यते । क्रियाभेदेन भिन्नत्वादेवम्भूतोऽभिमन्यते ॥” इति ॥ १८६॥ આ ગોત્રનો વિભાગ નયવિશેષના મતથી થાય છે માટે નયો કહે છે. સાત મૂળ નયો છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. આ પ્રમાણે મૂળ નયો સાત છે અને ઉત્તર નયો તો સાતસો છે. મૂળ દરેક નયોના સો સો ભેદ કરવાથી સાત નયના સાતસો ભેદ થાય છે. આ તેના સંગ્રહ શ્લોકો છે તે ટીકામાં દર્શાવેલા છે... શુદ્ધ દ્રવ્યને આશ્રયીને સંગ્રહ નય છે અને તેની (દ્રવ્યની) અશુદ્ધિથી નૈગમ અને વ્યવહાર આ બે નય છે. શેષ ચાર નયો પર્યાયને આશ્રયેલા છે. અભિન્ન જ્ઞાનના કારણભૂત સામાન્ય જુદું જ છે અને વિશેષ પણ જુદું જ છે. (ભિન્ન જ્ઞાનનું કારણ છે) એવી રીતે નૈગમ નય (ઉભયને જુદા જુદા) માને છે. સ્વસ્વભાવલક્ષણ ‘સત્’ રૂપતાને નહીં ઉલ્લંઘન કરાયેલ આ જગત છે એમ સત્તારૂપપણા વડે સર્વને સંગ્રહ - એકત્ર કરતો થકો સંગ્રહ નય માનેલ છે. વ્યવહાર નય, પ્રત્યેક વસ્તુમાં રહેલ ‘સત્' ને જ (ભિન્ન) માને છે. કેમકે તેમ જ દેખાતું હોવાથી પ્રાણીઓનો વ્યવહાર થાય છે. (એક રૂપ હોય તો વ્યવહાર ન થાય) તેમાં ઋજુસૂત્રની માન્યતા શુદ્ધ પર્યાયમાં જ રહેલી છે. વિનાશ ભાવના ભાવથી સ્થિતિના વિયોગથી જ અતીત અને અનાગત આકારરૂપ કાળના સંબંધ વર્જિત (માત્ર) વર્તમાનપણા વડે સર્વ ઋજુસૂત્ર નયથી જણાય છે. તે ઘટાદિ વસ્તુને જ સ્ત્રીલિંગાદિ વિરોધ લિંગ અને એક વચનાદિ સંખ્યાદિ ભેદથી ભિન્ન સ્વભાવને માનતો થકો આ શબ્દ નય રહે છે. તેવા પ્રકારની - લિંગ અને સંખ્યાના ભેદવાળી અને ક્ષણવૃત્તિવાળી ઘટાદિ - વસ્તુઓને પણ (કુટ-કુંભાદિ) સંજ્ઞાના ભેદ વડે ભિન્નતાને સમભિરૂઢ નય માને છે. સદા એક ધ્વનિનો વાચ્ય અર્થ હોય તેને પણ ક્રિયાના ભેદ વડે ભિન્ન હોવાથી એ નય અભેદ સ્વીકારતો નથી. એવી રીતે એવંભૂત નય (ક્રિયાકારીપણાએ) વસ્તુને માને છે. II૧૮૬ अण्डजादिजीवाः संसारिणस्तेषां संसरणमायुर्भेदे भवतीति तद्दर्शयतिअध्यवसायनिमित्ताहारवेदनापराघातस्पर्शश्वासोच्छ्वासा आयुरुपक्रमाः ॥१८७॥
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy