________________
३४४
अथ स्थानमुक्तासरिका કેવલીઓ પ્રાયઃ ગોત્રવિશેષવાળા જ હોય છે માટે મૂલ ગોત્રના વિભાગને કહે છે.
ગોત્ર = તેવા પ્રકારના એક એક પુરુષથી ઉત્પન્ન થયેલા મનુષ્ય સંતાનો. ઉત્તર ગોત્રની અપેક્ષાએ મૂળભૂત - આદિભૂત ગોત્રો તે મૂળગોત્રો. તે સાત છે.
(૧) કાશ્યપ - કાશમાં થયેલ તે કાશ્ય - રસ. તેને પીધેલ તે કાશ્યપ. તેના અપત્યો - વંશજો તે કાશ્યપો. શ્રી મુનિસુવ્રત ભ. અને શ્રી નેમિનાથ ભ. ને છોડીને શેષ જિનો, ચક્રવર્તી વગેરે ક્ષત્રિયો, સાતમા ગણધર (મૌર્યપુત્ર) વગેરે બ્રાહ્મણો અને જંબૂસ્વામી વગેરે ગૃહપતિઓ (વૈશ્યો) કાશ્યપ ગોત્રવાળા છે. અહીં ગોત્રનો ગોત્રવાળા સાથે અભેદ કરીને આ પ્રમાણે નિર્દેશ (કાશ્યપો) કરેલ છે. અન્યથા “કાશ્યપ' એમ કહેવું થાત. એવી રીતે સર્વત્ર સમજવું.
(૨) ગૌતમ :- ગૌતમના અપત્યો તે ગૌતમો. ક્ષત્રિયાદિ શ્રી મુનિસુવ્રતસ્વામી અને શ્રી નેમિનાથ જિન, નારાયણ (લક્ષ્મણ) અને પદ્મ (રામચન્દ્ર) સિવાય શેષ વાસુદેવ અને બલદેવો (ક્ષત્રિય), ઇન્દ્રભૂતિ આદિ ત્રણ ગણધરો (બ્રાહ્મણો)અને વૈર (વજ) સ્વામી (વૈશ્ય) છે. જે ગૌતમ ગોત્રવાળા છે.
(૩) વત્સ - વત્સના અપત્યો તે વત્સો શયંભવ (દશવૈકાલિકના કર્તા) વગેરે વત્સ ગોત્રના છે.
(૪) કુત્સ:- શિવભૂતિ આદિ કુત્સ ગોત્રવાળા છે. (૫) કૌશિક - કૌશિકો પડલૂક (ત્રરાશિક મતને ઉત્પન્ન કરનાર) વગેરે છે. (૬) મંડવ:- મંડના અપત્યો તે મંડવો.
(૭) વાશિષ્ઠા - વશિષ્ઠના અપત્યો તે વાશિષ્ઠો. છઠ્ઠા ગણધર (પંડિત) અને આર્યસુહસ્તિ (સંપ્રતિ રાજાના ગુરૂ) વગેરે.
આ પ્રમાણે કાશ્યપ આદિના અવાંતર સાત સાત ગોત્ર હોય છે. ll૧૮પા अयं गोत्रविभागो नयविशेषमताद्भवतीति नयानाहनैगमसङ्ग्रहव्यवहारर्जुसुत्रशब्दसमभिरूढवम्भूता नयाः ॥१८६॥
नैगमेति, एते मूलनयाः सप्त, उत्तरनयास्तु सप्तशतानि भवन्ति । तथायं सङ्ग्रहश्लोकाः "शुद्धं द्रव्यं समाश्रित्य सङ्ग्रहस्तदशुद्धितः । नैगमव्यवहारौ स्तः शेषाः पर्यायमाश्रिताः ।। अन्यदेव हि सामान्यमभिन्नज्ञानकारणम् । विशेषोऽप्यन्य एवेति मन्यते नैगमो नयः । सद्रूपतानतिक्रान्तस्वस्वभावमिदं जगत् । सत्तारूपतया सर्वं सङ्ग्रह्णन् सङ्ग्रहो मतः ॥ व्यवहारस्तु तामेव प्रतिवस्तु व्यवस्थिताम् । तथैव दृश्यमानत्वाद्वयवहारयति देहिनः ॥ तत्रर्जुसूत्रनीतिः स्यात् शुद्धपर्यायसंस्थिता । नश्वरस्यैव भावस्य भावात्स्थितिवियोगतः ॥