SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र २९ तस्मात्क्रियावत्त्वं सिद्धमेव, न च प्रकृतिः करोति, पुरुषाश्च प्रतिबिम्बन्यायेन भुङ्क्त इति वाच्यम्, क्रियामन्तरेण प्रतिबिम्बस्याप्यसंभवात्, प्रतिबिम्बो हि रूपान्तरपरिणमनरूपः, प्रकृतिविकारभूतबुद्धेरेव सुखार्थप्रतिबिम्बनत्वे तु सुतरामात्मनो भोगाभावः प्रसक्त इति ॥३॥ આ પ્રમાણે આત્માનું એકત્વ સ્વીકાર કરવા છતાં પણ કેટલાક દર્શનકારો આત્માનું નિષ્ક્રિય પણું સ્વીકાર કરે છે. તેના નિરાકરણ માટે આત્માનું ક્રિયાવાન પણું કહેવાની ઇચ્છાવાળા સૂત્રકા૨ ક્રિયાના કારણરૂપ દંડનું સ્વરૂપ પ્રથમ કહે છે. તે એક-અનેકરૂપ આત્માનું. આત્મા જ્ઞાનાદિ ઐશ્વર્યના નાશથી દંડાય છે, જેના વડે નિઃસાર કરાય છે તે દંડ. દંડ દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે છે. દ્રવ્યથી - લાકડી વગેરે. ભાવથી - ખરાબ રીતે પ્રવર્તાવેલ મન વિગેરે. તે દંડ વડે પ્રેરાયેલ આત્મા ક્રિયા કરે છે. કાયિકી આદિ તેના પ્રકારો છે. દંડ અને ક્રિયા પોતપોતાના વિશેષની અવિવક્ષાથી એક છે. આ સૂત્ર વડે અક્રિયાપણાના નિષેધ વડે આત્માનું સક્રિયપણું કહે છે. તે કારણથી દંડ અને ક્રિયા શબ્દ વડે તેર ક્રિયાસ્થાનો ગ્રહણ કરવા. તેમાં દંડ પાંચ પ્રકારે છે. (૧) અર્થ દંડ, (૨) અનર્થ દંડ (૩) હિંસા દંડ (૪) અકસ્માત દંડ (૫) દૃષ્ટિ વિપર્યાસ દંડ. પરના પ્રાણહરણ સ્વરૂપ દંડ શબ્દથી આ પાંચ દંડ ગ્રહણ કરાય છે. તથા વધનું સમાનપણું હોવાથી દંડનું એકપણું જાણવું. ક્રિયા આઠ પ્રકારે છે. (૧) મૃષા પ્રત્યયા (૨) અદત્તાદાન પ્રત્યયા (૩) આધ્યાત્મિકી (૪) માન પ્રત્યયા (૫) મિત્ર દ્વેષ પ્રત્યયા (૬) માયા પ્રત્યયા (૭) લોભ પ્રત્યયા (૮) ઐપથિકી, ક્રિયાનું એકપણું કરણ માત્રના સમાનપણાથી જાણવું. આનાથી આત્માનું ક્રિયાવાનપણું કહ્યું. જેઓએ (બીજાઓએ) આત્માનું અક્રિયત્વ સ્વીકારેલ છે તેમ ભોક્તત્વ પણ સ્વીકાર્યું છે. ભોક્તત્વ સ્વીકારવાથી ભોગક્રિયાની ઉત્પત્તિનું સામર્થ્ય હોવાથી આત્માનું ભોક્તાપણું સિદ્ધ થાય છે. તે જ ક્રિયાપણું છે. તેથી આત્માનું ક્રિયાવત્વ સિદ્ધ થાય છે. પ્રકૃતિ કરે છે અને પુરુષ ભોગવે છે એ પ્રતિબિંબ ન્યાય વડે ભોક્તત્વ છે એમ કહેવું અયોગ્ય છે. ક્રિયા વિના (પ્રકૃતિનો સંબંધ થયે છતે) પ્રતિબિંબનો સંભવ નથી. કેમકે પ્રતિબિંબ રૂપાંતરના પરિણમનરૂપ છે. વળી જો કહેશો કે પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિથી સુખાદિ અર્થનું પ્રતિબિંબ પડે છે પણ આત્માથી સુખાર્થ પ્રતિબિંબ પડતું નથી ત્યારે આત્માનું તે સ્થિતિમાં રહેવાપણું હોવાથી ભોક્તત્વ ઘટી શકશે નહીં. આત્માના ભોક્તત્વનો અભાવ થશે. ભોગાભાવ થશે. II ૩ II
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy