________________
२८
अथ स्थानमुक्तासरिका
મનુષ્ય મરી ગયો. મરીને દેવ થયો. દેવ પર્યાયની ઉત્પત્તિ મનુષ્ય પર્યાયનો નાશ પણ જીવ દ્રવ્ય ધ્રૌવ્ય છે. નિત્ય છે.
કાલકૃત પર્યાયો વડે ઉત્પાદ અને વિનાશ હોવા છતાં પણ આત્માનો સર્વથા નાશ નથી કારણકે સ્વ અને પર પર્યાયરૂપ અનંત ધર્માત્મક વસ્તુ હોય છે.
ક્ષણિક વિજ્ઞાનવાદ ખોટો છે. પ્રતિક્ષણ સર્વ પ્રકારે વિનાશમાં પણ “પ્રતિક્ષi ક્ષયો ભાવા” આ વચનથી તમારા પ્રતિપાદ્ય વિષયનું ક્ષણભંગુરરૂપ વિજ્ઞાન થશે નહીં. કારણકે વાક્યર્થનું જ્ઞાન અને પરિણામમાં અસંખ્યાત સમય થાય. કેમકે એક એક અક્ષર પણ અસંખ્યાત સમયમાં ઉત્પન્ન થાય છે. સંખ્યાત અક્ષરવાળું પદ છે. અને સંખ્યાત પદના સમુદાયવાળું વાક્ય છે. તેના અર્થના ગ્રહણ (જ્ઞાન) પરિણામથી સમયમાં ક્ષણભંગુર વિજ્ઞાન થાય. આ બરાબર નથી. આ ક્ષણભંગુર વિજ્ઞાનવાદ અયોગ્ય છે.
તેથી આત્મા ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય સ્વરૂપ હોવાથી સ્થિરરૂપની અપેક્ષાએ નિત્ય છે. અને નિત્ય હોવાથી એક છે. ઉત્પાદ-વ્યયની અપેક્ષાએ અનિત્ય હોવાથી અનેક છે. કથંચિત્ એક આત્મા એ સંગ્રહ નયની અપેક્ષાએ છે.
વસ્તુ સામાન્ય-વિશેષરૂપ હોવાથી સામાન્યની અપેક્ષાએ એક છે. વિશેષની અપેક્ષાએ અનેક છે. | સર્વ આત્માઓ ઉપયોગરૂપે તુલ્ય છે. એકરૂપવાળા છે. બધા આત્મામાં ઉપયોગનો અભાવ માનવામાં આવે તો અનાત્મપણાનો પ્રસંગ આવે. || ૨ ||
एवमात्मन एकत्वमभ्युपगच्छन्तोऽपि केचन तं निष्क्रियं वदन्ति तन्निराकरणाय क्रियावत्त्वं तत्कारणञ्चाह
तस्य दण्डः क्रिया चैका वधकरणसामान्यात् ॥३॥
तस्येति, एकानेकरूपस्यात्मन इत्यर्थः, आत्मा ज्ञानाद्यैश्वर्यापहारतो दण्ड्यते निःसारीक्रियतेऽनेनेति दण्डः, स च द्रव्यतो भावतश्च, द्रव्यतो यष्ट्यादिर्भावतो दुष्प्रयुक्तमनःप्रभृति । तत्प्रयुक्त आत्मा क्रियामाचरति, सा च कायिक्यादिरूपा, दण्डः क्रिया चैका स्वस्वविशेषाविवक्षणात्, यद्वा दण्डक्रियाशब्दाभ्यां त्रयोदशस्थानानि ग्राह्याणि, तत्रार्थानर्थहिंसाऽकस्माद्दृष्टिविपर्यासदण्डरूपः पञ्चविधो दण्डः, तस्य चैकत्वं वधसामान्यात्, मृषाप्रत्ययादत्तादानप्रत्ययाऽऽध्यात्मिकी मानप्रत्यया मित्रद्वेषप्रत्यया मायाप्रत्ययः लोभप्रत्ययैर्यापथिकी चेत्यष्टविधा क्रिया, तदेकत्वञ्च करणमात्रसामान्यात्, एतेनात्मनः क्रियावत्त्वमुक्तं भवति, परैात्मनोऽक्रियत्वेऽपि भोक्तृत्वमभ्युपगतम्, तच्च भुजिक्रियानिवर्तनसामर्थ्य सति सम्भवति