________________
२७
પક્ષ
દષ્ટાંત
स्थानांगसूत्र
દરેક જીવને એવું જ્ઞાન થાય છે. હું સુખી છું, હું દુઃખી છું. આ જ્ઞાનનું સંવેદન છે. આ જ્ઞાન ગુણ પ્રત્યક્ષ થાય એટલે ગુણવાન-ગુણી જીવ પણ પ્રત્યક્ષ જ છે. જ્ઞાન ગુણ પ્રત્યક્ષ છે. જ્ઞાનથી આત્મા અભિન્ન છે. એટલે આત્મા પણ પ્રત્યક્ષ છે. દા.ત. ઘટનો રૂપ ગુણ પ્રત્યક્ષ થયે છતે ગુણી જે ઘટાદિ તે પ્રત્યક્ષ છે.
આ રીતે પ્રત્યક્ષથી આત્મા સિદ્ધ છે. અનુમાનથી પણ આત્મા ગમ્ય છે. શરીર વિદ્યમાનકર્તા વડે ભોગ્ય છે. ભોગ્યપણું હોવાથી ભાતની જેમ સાધ્ય
હેતુ ભાત ભોગ્ય છે તો તેને ભોગવનાર કોઈ વિદ્યમાન કર્યા છે. તેમ આ શરીર પણ ભોગ્ય છે તો તેને ભોગવનાર કોઈ હોવો જોઈએ અને તે આત્મા છે. આ રીતે આત્મા અનુમાન ગમ્ય પણ છે.
વાદી ઓદનનો કર્તા મૂર્તિ છે. તેમ આ શરીરનો કર્તા આત્મા પણ મૂર્ત થશે. ભોગત્વ હેતુ આત્માની સિદ્ધિ કરવામાં વિરૂદ્ધ હેતુ છે.
સમાધાન: આ તમારું કથન યોગ્ય નથી.
મૂર્ત = રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળું.... સંસારી જીવ શરીરવાળો છે. એટલે રૂપ, રસ, ગંધ સ્પર્શવાળો છે. માટે મૂર્ત છે. માટે હેતુ સાધ્ય સાધક છે. વિરૂદ્ધ નથી.
આત્મા આગમ પ્રમાણથી પણ ગમ્ય છે. જે માયા શંકા આ આગમ બીજા આગમોની સાથે વિસંવાદી છે.
સમાધાન : એવું ન કહેવું. આ આગમ સુનિશ્ચિત આમ પુરુષથી પ્રણીત છે. માટે બીજા આગમોની સાથે વિસંવાદિ નથી.
આ રીતે આત્મા પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને આગમ પ્રમાણથી સિદ્ધ છે. એટલે આત્મા છે.
તે આત્મા કેવો છે? આત્મા પ્રદેશવાળો છે. સપ્રદેશ છે.
જો એમ ન માનો તો અવયવના અભાવમાં હસ્તાદિ અવયવોના એકત્વનો પ્રસંગ આવશે અને દરેક અવયવ પ્રતિ સ્પર્ધાદિની અનુપલબ્ધિનો પ્રસંગ આવશે.
આ પ્રમાણે દ્રવ્યાર્થપણે (સંગ્રહ નથી) એક આત્મા છે. અથવા કથંચિત્ એક આત્મા છે.
તે પ્રતિક્ષણ સંભવતા જુદા જુદા કાલ વડે કરાયેલ કુમાર, તરૂણ, નર, નારકત્વાદિ પર્યાયો વડે ઉત્પાદ અને વિનાશના યોગમાં પણ દ્રવ્યાર્થપણે આત્મા એક છે.