________________
अथ स्थानमुक्तासरिका
વિષય હોય તો જ જ્ઞાન થાય. પણ કોઈ ઘટ) વસ્તુના જ્ઞાન (પ્રમાણ) કોઈ વ્યક્તિને ન થાય એટલા માત્રથી (પ્રમેય) ઘટ વિષયનો અભાવ ન થઈ જાય.
કાર્યની નિવૃત્તિથી – કાર્યના અભાવથી કારણનો અભાવ થતો નથી. ઘટકાર્ય ઉત્પન્ન ન થાય એ જગ્યાએ દંડ કારણ ન જ હોય એવું નથી. કોઈ એક વ્યક્તિમાં પ્રમાણ = જ્ઞાનનો અભાવ હોય એટલે પ્રમેય = વિષયનો અભાવ, ઘટ કાર્યનો અભાવ હોય તો દંડ કારણનો અભાવ થાય તેવો નિયમ નથી.
ઘટ જ્ઞાનમાં ઘટ વિષય કારણ છે. ઘટ જ ન હોય તો જ્ઞાન કોનું થાત? માટે જ્ઞાનમાં વિષય કારણ છે.
જ્ઞાન કાર્ય છે, અને ઘટ વિષય કારણ છે. જ્ઞાન = પ્રમાણ, પ્રમાણ કાર્ય છે, ઘટ જ્ઞાન કાર્ય છે. વિષય = પ્રમેય, પ્રમેય કારણ છે, ઘટ વિષય કારણ છે.
આ રીતે ઘટાદિ કાર્યના અભાવમાં કારણ દંડાદિનો અભાવ દેખાતો નથી, પ્રમાણના અભાવમાં પ્રમેયનો અભાવ નથી. માટે તમારો “અનુપલંભ હેતુ અનેકાંતિક દોષવાળો છે.
બીજો પક્ષ બધા પુરૂષોને આશ્રિત “અનુપલંભ' પક્ષ અસિદ્ધ છે માટે હેતુ અસિદ્ધ છે.
અસર્વજ્ઞપણાથી, દુર્રીય હોવાથી આત્મા નથી એ સિદ્ધ થતું નથી. અસર્વજ્ઞ હોવાથી બધા મનુષ્યો સર્વદા અને સર્વ સ્થળે આત્માને જોતા નથી માટે આત્મા નથી એ સિદ્ધ થતું નથી. વિશિષ્ટ જ્ઞાનીને જણાય છે.
વળી આત્મા છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણ વડે સાક્ષાત્કાર હોવાથી ઘટાદિની જેમ આત્મા છે. આ પ્રમાણે અનુમાનથી આત્માની સિદ્ધિ છે.
આપણને પ્રત્યક્ષથી આત્મા જણાય છે. આત્મા જ્ઞાનથી ભિન્ન નથી. કારણ કે જ્ઞાન આત્માનો ધર્મ છે. જ્ઞાન તો સ્વસંવિદિત રૂપ છે.
જ્ઞાન દીપક જેવું છે. સ્વ પ્રકાશક છે અને પરપ્રકાશક છે. દીપક ઘડાદિનો પ્રકાશક છે અને સ્વનો પણ પ્રકાશક છે. દીપકને જોવા માટે બીજા દીપકની જરૂર નથી. તેમ જ્ઞાન પણ સ્વ - પર પ્રકાશક છે. જ્ઞાન ઘટાદિ વિષયને જણાવે છે તેમ જ્ઞાન પોતાને પણ જણાવે છે.
જ્ઞાનના બે વિષય છે. (૧) ઘટ્રાદિ (૨) જ્ઞાન પોતે. દીપક બે વસ્તુનો પ્રકાશક છે. (૧) ઘટાદિ (૨) દીપક પોતાને.
પહેલા અનુભવ જ્ઞાન થાય છે પછી સ્મૃતિ થાય છે.
જ્ઞાન સ્વપ્રકાશક છે. જ્ઞાનનું સ્વ સંવેદનપણું છે. પહેલા નીલનું જ્ઞાન ઉત્પન્ન થયું હતું. ઈત્યાદિની સ્મૃતિ થવા પામે છે. પહેલાં નીલના જ્ઞાનનો અનુભવ થયો હતો અને પછી સ્મૃતિ થઈ. અનુભવ અને સ્મૃતિનું અધિકરણ એક જ હોવું જોઈએ. એક અનુભવ કરે અને બીજા વ્યક્તિને સ્મરણ થાય એવું બને નહીં.