________________
३४०
अथ स्थानमुक्तासरिका
હવે ગણથી નીકળવાના સાત કારણો કહે છે. ગણ = ગચ્છથી, અપક્રમણ - નીકળવું તે ગણાપક્રમ
પ્રયોજન વિશેષથી ગચ્છથી નીકળવું તે તીર્થંકર આદિએ કહેલું છે. તે આ પ્રમાણે - નિર્જરાના કારણરૂપ સર્વ ધર્મોને સૂત્ર અને અર્થરૂપ ઉભય વિષયવાળા શ્રુતભેદોને અર્થાત્ અપૂર્વશ્રુતનું ગ્રહણ, વિસ્મરણ થયેલાનું સંધાન (પુનઃ સ્મરણ) અને પૂર્વે ભણેલાના પરાવર્તનરૂપ શ્રુતના ધર્મોને અને ક્ષપણ – તપ, વૈયાવૃત્યરૂપ ચારિત્ર ધર્મો પ્રત્યે હું ઇચ્છું છું. તે અમુક પર ગચ્છમાં પ્રાપ્ત થાય છે પરંતુ અહીં સ્વ ગચ્છમાં મળે તેમ નથી તેથી તેને મેળવવા માટે હે ભદન્ત ! હું સ્વ ગચ્છમાંથી નીકળું છું. આ રીતે શ્રુત અને ચારિત્ર ધર્મમાં અભિરૂચિ અને કરવાની ઇચ્છા પ્રયોજન છે. આ એક સ્થાન બહુશ્રુતાદિ સામગ્રીના અભાવે કહ્યું. આ રીતે ગુરૂને પૂછવા દ્વારા એક ગણાપક્રમણ કર્યું.
કોઈ એક શ્રતધર્મો પ્રત્યે અથવા ચારિત્રધર્મો પ્રત્યે રૂચિ કરૂં છું - ઇચ્છું છું પરંતુ સર્વ શ્રુત ધર્મો પ્રત્યે અથવા ચારિત્ર ધર્મો પ્રત્યે ઇચ્છતો નથી. આ કારણથી ઇચ્છિત ધને સ્વગચ્છમાં કરવાની સામગ્રીના અભાવથી હે ભદન્ત ! હું નીકળું છું. આ બીજું ગણાપક્રમણ.
આ પ્રમાણે સર્વ ધર્મના વિષયમાં હું સંશય કરું છું. તેથી સંશયનું નિરાકરણ કરવા માટે સ્વગણથી નીકળું છું. આ ત્રીજું ગણાપક્રમણ.
એવી રીતે કોઇક ધર્મોના વિષયમાં સંશય કરું છું તેને દૂર કરવા માટે હું સ્વગણથી નીકળું છું આ ચોથું ગણાપક્રમણ.
બીજાઓને સર્વ ધર્મ આપું છું. પરંતુ સ્વગણમાં પાત્ર નથી માટે સર્વ ધર્મ બીજાઓને આપવા માટે ગણમાંથી હું નીકળું છું. આ પાંચમું ગણાપક્રમણ.
કેટલાક ધર્મો બીજાને આપવા માટે હું ગણથી નીકળું છું. આ છઠ્ઠ ગણાપક્રમણ.
તથા હે ભદન્ત ! એકાકીપણે ગચ્છમાંથી નીકળીને જિનકલ્પાદિપણા વડે જે વિહાર - વિચરવું તેની જે પ્રતિમાની પ્રતિપત્તિ - પ્રતિજ્ઞા તે એકાકી વિહાર પ્રતિમા. તેને અંગીકાર કરીને વિચરવા માટે હું નીકળું છું. આ સાતમું ગણાપક્રમણ.
અહીં સર્વત્ર પોતાના ગુરૂને પૂછીને જ ગુરૂ દ્વારા આજ્ઞા અપાયેલ શિષ્ય નીકળવું જોઇએ.
ઉક્ત કારણવશાત્ પક્ષાદિ કાળથી ઉપર ગુરૂએ આજ્ઞા ન આપી હોય તો પણ શિષ્ય જાય. (આ વિધેય છે) કારણ સિવાય ગચ્છમાંથી નીકળવું તે અવિધેય છે. આચરવા યોગ્ય નથી. |૧૮૧.
अथ योन्याश्रयेण जीवानाहअण्डजपोतजजरायुजरसजसंस्वेदजसंमूछिमोद्भिज्जा जीवाः ॥१८२॥