________________
३३८
अथ स्थानमुक्तासरिका षड्विधत्वमुक्तं तदायुषो बन्धाव्यतिरेकाद्वद्धस्यैव चायुर्व्यपदेशविषयत्वादिति, षड्विधोऽयमायुर्बन्धो नैरयिकादिवैमानिकान्तानाम् । नैरयिका नियमेन षण्मासावशिष्टायुष्काः परभविकायुर्बध्नन्ति, एवमसुरकुमारादिस्तनितकुमारान्ताः । तथा 'नैरयिकसुरा असंख्येयायुषस्तिर्यग्मनुष्याः शेषके तु षण्मासे । एकविकला निरुपक्रमायुषस्तिर्यग्मनुष्या आयुष्क तृतीयभागे ॥ अवशेषाः सोपक्रमास्तृतीयनवमसप्तविंशतितमे भागे । परभवायुर्बघ्नन्ति નિગમવે સર્વે નીવા: | તિ II૧૮|| - હવે આયુષ્યના બંધના પ્રકારો કહે છે. આયુષ્યનો બંધ તે આયુ બંધ. તે જ પ્રકારે છે. (૧) જાતિ તે એકેન્દ્રિય જાતિ આદિ પાંચ પ્રકારે છે. તે જ નામ - નામ કર્મની ઉત્તર પ્રવૃત્તિ વિશેષ અથવા જીવનો પરિણામ. તે જાતિ નામ કર્મની સાથે નિધત્ત (નિષેક કરેલ) જે આયુષ્ય તે જાતિ નામ નિધત્તાયુ. નિષેક – કર્મ પુદ્ગલોની પ્રતિસમય અનુભવનરૂપ રચના.
(૨) એવી રીતે ગતિ નરકાદિ ચાર પ્રકારે. ગતિ સાથે નિષેક કરેલ આયુ તે ગતિનામ નિધત્તાયુ.
(૩) સ્થિતિ = કોઈક વિવક્ષિત ભાવ વડે અથવા આયુષ્ય કર્મ વડે જે સ્થિર રહેવું તે સ્થિતિ. તે જ નામ - પરિણામ (ધર્મ) તે સ્થિતિ નામ. તે વડે વિશિષ્ટ નિધત્ત જે દલિકરૂપ આયુ તે સ્થિતિનામ નિધત્તાયુ. અથવા આ સૂત્રમાં જાતિનામ, ગતિનામ, અવગાહના નામના ગ્રહણથી જાતિ, ગતિ અને અવગાહનાને પ્રકૃતિ માત્ર કહ્યું અને સ્થિતિ પ્રદેશ અને અનુભાગ નામના ગ્રહણથી તેઓની જ સ્થિતિ વગેરે કહ્યા, અને તે સ્થિતિ વગેરે, જાતિ વગેરે નામના સંબંધીપણાથી નામકર્મરૂપ જ છે. એવી રીતે “નામ” શબ્દ સર્વત્ર કર્મના અર્થમાં ઘટે છે. માટે સ્થિતિરૂપ નામ કર્મ તે સ્થિતિનામ તેની સાથે જે નિધત્ત આયુ તે અવગાહના નામ નિધત્તાયુ.
(૪) અવગાહના :- જેમાં જીવ અવગાહે છે (રહે છે, તે અવગાહના. તે ઔદારિકાદિ શરીર. તેણીનું નામ તે ઔદારિકાદિ શરીર નામ કર્મ તે અવગાહના નામ. તેની સાથે જે નિધત્ત આયુ તે અવગાહના નામ નિધત્તાયુ.
(૫) પ્રદેશઃ- આયુષ્ય કર્મ - દ્રવ્યરૂપ પ્રદેશોનું નામ - તેવા પ્રકારની પરિણતિ તે પ્રદેશનામ. અથવા પ્રદેશરૂપ નામ કર્મ વિશેષ તે પ્રદેશનામ. તેની સાથે જે નિધત્તાયુ તે પ્રદેશનામ નિધત્તાયુ.
(૬) અનુભાગ - અનુભાગ આયુના દ્રવ્યોનો જ વિપાક - રસ તસ્વરૂપ જ નામ – પરિણામ તે અનુભાગ નામ અથવા અનુભાગરૂપ નામ કર્મ તે અનુભાગ નામ. તેની સાથે જે નિધત્તાયુ તે અનુભાવ નિધત્તાયુ.
પ્રશ્ન :- શા માટે જાતિ આદિ નામ કર્મ વડે આયુષ્ય વિશેષાય છે ?