________________
३३६
अथ स्थानमुक्तासरिका
આચાર્યે પૂછ્યું કે - તમારા વડે દેડકો મરાયો છે? ત્યારે તે સાધુ બોલ્યા - નથી મરાયો. અહીં ક્ષુલ્લકને પ્રાયશ્ચિત્તાંતર છે. વળી ક્ષુલ્લક કહે છે - તે સાધુ ફરીથી પણ જુઠુ બોલે છે. ત્યારે સાધુ બોલ્યા - ગૃહસ્થોને પૂછો. વૃષભ - સમર્થ મુનિઓને જઇને પૂછે છે, આ પ્રાયશ્ચિત્તાંતર છે. એ પ્રમાણે જે ખોટું બોલે છે તેને મૃષાવાદ દોષ જ છે અને જે ખરેખર મારેલને ગોપવે છે તેને બંને (હિંસા અને મૃષા) દોષ છે.
(૨) મૃષાવાદ સંબંધી વાદ - વિકલ્પને અથવા વાર્તાને બોલતા સાધુને વિષે પ્રાયશ્ચિત્તનો પ્રસ્તાર થાય છે. તે આ પ્રમાણે –
કોઈક સંખડી (જમણવાર) માં અકાળપણાથી નિષિદ્ધ કરાયેલ બે સાધુઓ બીજે સ્થળે ગયા. ત્યાર બાદ મુહૂર્તાન્તરે રત્નાધિકે કહ્યું - અમે સંખડીમાં જઇએ છીએ. કેમકે ત્યાં હમણા ભોજનનો સમય છે. ત્યારે લઘુ મુનિ કહે છે - નિષિદ્ધ કરાયેલ હું હવે ફરીથી ત્યાં જવા ઇચ્છતો નથી. ત્યાર બાદ લઘુ મુનિ નિવૃત્ત થઈને આચાર્યની પાસે આલોચે છે કે – આ રત્નાધિક (જયેષ્ઠ) મુનિ દીન, કરૂણ વચન વડે યાચે છે, નિષિદ્ધ કરાયા છતાં પણ પ્રવેશે છે. એષણા પ્રત્યે પ્રેરે છે – નાશ કરે છે ઈત્યાદિ. ત્યાર પછી રત્નાધિકને આચાર્ય પૂછે છે – હે સાધુ! આપ આવું કરો છો ? ત્યારે તે બોલ્યા - એમ નહીં જ. ઇત્યાદિ પૂર્વવત્ પ્રસ્તાર જાણવો.
(૩) અદત્તાદાન એવી રીતે અદત્તાદાનના વાદને બોલે છે. અહીં ભાવના એ છે કે – એક ઘરમાં ભિક્ષા મળી, તે લઘુ મુનિએ ગ્રહણ કરી. પાત્રને ધોવે છે ત્યાં રત્નાધિક વડે જમણવારમાંથી લાડૂઓ લવાયા. એટલામાં આ લઘુ મુનિ લાડવા જોઈને ત્યાંથી નિવૃત્ત થઈને આચાર્યની આગળ નિવેદન કરે છે કે - આ રત્નાધિક મુનિએ અદત્ત મોદકો લીધેલ છે. ઇત્યાદિ પ્રસ્તાર પૂર્વવતુ.
(૪) અવિરતિ અબ્રહ્મ. તેનો વાદ કે વાર્તા અથવા નથી વિદ્યમાન વિરતિ જેણીને તે અવિરંતિકા - સ્ત્રી, તેણીનો વાદ કે વાર્તા. તેણીની આ સેવાના કથનરૂપ વાદને કહે છે. તે આ પ્રમાણે – અવમ (લઘુ મુનિ) વિચારે છે કે – આ મુનિ રત્નાધિકપણા વડે મને અલિતાદિ સ્થાનમાં પ્રેરે છે - વારંવાર કહે છે તેથી રોષથી તેના ઉપર ખોટું આળ આપે છે. હે ભદન્ત ! જયેષ્ઠાર્યો - રત્નાધિક મુનિએ આજે આર્યાના ઘરમાં હમણાં (મૈથુન સેવારૂપ) અકાર્ય કર્યું. તેથી સંસર્ગવશાત્ મેં પણ સ્પષ્ટકલ્પ - મૈથુન સેવા આચરેલ છે. અર્થાત્ તેણે ભોગવેલી આર્યાને ભોગવી છે.
પ્રસ્તારની ભાવના પૂર્વની જેમ સમજવી. (૫) અપુરૂષ “આ નપુંસક છે' એવી રીતે વાદ - વાર્તા બોલે છે.
અહીં ભાવના એ છે કે- આચાર્ય પ્રત્યે કહે છે કે- આ સાધુ નપુંસક છે. આચાર્ય પૂછે છે તું કેમ જાણે છે? તે કહે છે કે એ મુનિના નિજક - સંબંધીઓએ મને કહ્યું છે કે- શું તમોને નપુંસકને દીક્ષા દેવી કહ્યું? મને પણ શંકા છે, કેમ કે ઊભા રહેવું, ચાલવું, શરીરનો દેખાવ અને ભાષાદિ લક્ષણ વડે તેઓ નપુંસક સદશ દેખાય છે. એવી રીતે અપુરૂષ વચનને વિષે ઘણા પ્રસ્તારના આરોપણ કરે.