________________
स्थानांगसूत्र
पुनस्तस्यामेवेत्येवं क्रमेण भावनीया । पतङ्गस्य शलभस्य वीथिकामार्गस्तद्वद्या सा, पतङ्गगति नियतक्रमा भवति, एवं याऽनाश्रितक्रमा सा तथा । शंखवत्-शंखभ्रमिवद्या वृत्ता सा शङ्क्षवृत्ता, द्विविधा सा, यस्यां क्षेत्रबहिर्भागात् शंखवृत्तत्वगत्याऽटन् क्षेत्रमध्यभागमायाति साऽभ्यन्तरशंखा, यस्यां तु मध्यभागाद्वहिर्याति सा बहिःशंखा । उपाश्रयान्निर्गतः सन्नेकस्यां गृहपंक्तौ भिक्षमाणः क्षेत्रपर्यन्तं गत्वा प्रत्यागच्छन् पुनद्वितीयायां गृहपंक्तौ यस्यां भिक्षते सा गत्वाप्रत्यागतेति ॥१७७॥
જીવોને પીડા કર્યા વિના સાધુઓને ભિક્ષાચર્યા કરવા યોગ્ય છે અને તે છ પ્રકારે છે એમ બતાવવા માટે કહે છે.
જો = ગાય. ગાયનું ચરવું તે ગોચર. તેની જેમ જે ચર્યા - ફરવું તે ગોચર ચર્યા. જેમ બળદ (ગાય) ઊંચ - નીચ તૃણને વિષે સામાન્યથી ચરવામાં પ્રવર્તે છે તેમ રાગ, દ્વેષ રહિત સાધુનું ઊંચ - નીચ - મધ્યમ કુળોને વિષે, ધર્મના સાધનભૂત દેહના પરિપાલન માટે ભિક્ષાર્થે જે કરવું તે ગોચરચર્યા છે. આ એક સ્વરૂપવાળી છતાં પણ અભિગ્રહ વિશેષથી છ પ્રકારે છે.
(૧) પેટા:- વંશના દલમય વસ્ત્રાદિના સ્થાનભૂત લોક પ્રસિદ્ધ (પેટી) છે. તે ચોરસ હોય છે. સાધુ, અભિગ્રહ વિશેષથી જે ચર્યામાં ગ્રામાદિ ક્ષેત્રને વિષે પેટીની જેમ ચોરસ વિભાગ કરતો થકો વિચારે છે તે પેટા કહેવાય છે. (૨) અર્ધ પેટા :- એવી રીતે અર્ધપેટો પણ આના અનુસાર કહેવી.
(૩) ગોમૂત્રિકા - ગો - બળદનું મુતરવું તે ગોમૂત્રિકા. તેની જેમ જે ચર્યા તે ગોમૂત્રિકા. આ પરસ્પર સન્મુખ ઘરોની પંક્તિમાંથી એક પંક્તિમાં જઇને વળી બીજી પંક્તિમાં, વળી પહેલી પંક્તિમાં એવી રીતે ક્રમ વડે ભાવવું.
(૪) પતંગવીથિકા - પતંગ - શલભ, પતંગીયું. તેની વિથિકા (માગ) ની જેમ જે ચર્યા તે પતંગવીથિકા. પતંગીયાની ગતિ જ અનિતય ક્રમવાળી હોય છે. એવી રીતે જે અચોક્કસ ક્રમવાળી ચર્યા તે તેના જેવી જ સમજવી.
(૫) શંખવૃત્તા - શંખની જેમ – શંખની ભ્રમિની જેમ ગોળાઇવાળી જે ચર્યા તે શંખવૃત્તા. તે બે પ્રકારે છે. તેમાં જે ચર્યાને વિષે ક્ષેત્રના બહારના ભાગથી શંખની જેમ ગોળાઈવાળી ગતિ વડે ભમતો થકો ક્ષેત્રના મધ્ય ભાગમાં આવે છે તે અત્યંતર શંખા અને જેમાં મધ્ય ભાગથી બહાર જાય તે બહિઃ શંખા.
() ગત્યા પ્રત્યાગત્યા - ઉપાશ્રયમાંથી નીકળીને ઘરોની પંક્તિમાં ભિક્ષા કરતો થકો ક્ષેત્રના છેડા સુધી જઈને પાછો આવીને ફરીથી બીજા ઘરોની પંક્તિમાં જે ભિક્ષા માટે ફરે છે તે ગત્યાપ્રત્યાગતા છે. ||૧૭થી