________________
३३२
अथ स्थानमुक्तासरिका
(૪) રસ પરિત્યાગ ક્ષીર વગેરે રસોનો પરિત્યાગ.
(૫) કાયકલેશ શરીરને કલેશ આપવો તે વીરાસનાદિ અનેક પ્રકારે છે.
(૬) પ્રતિ સંલીનતા ગુપ્તતા તે ઇન્દ્રિય, કષાય અને યોગના વિષયવાળી અથવા વિવક્ત (પૃથક્) શયન અને આસનતાવાળી છે.
આ બાહ્ય તપ છે. બાહ્ય એટલે તપ પ્રત્યે આચરનારને લૌકિકો વડે પણ તપ રૂપે જણાતું હોવાથી પ્રાયઃ બાહ્ય તપ છે. શરીરને તપાવનાર હોવાથી બાહ્ય તપ છે.
અત્યંતર તપ લૌકિકો વડે (તપ સ્વરૂપે) નહીં જણાતું હોવાથી તંત્રાન્તરીઓ - જૈનેતરો દ્વારા પરમાર્થથી નહીં સેવાયેલ હોવાથી અને મોક્ષની પ્રાપ્તિમાં અતરંગ હોવાથી અત્યંતર તપ છે. તે છ પ્રકારે છે.
(૧) પ્રાયશ્ચિત્ત :- કહેલ વિશિષ્ટ સ્વરૂપવાળું આલોચનાદિ દશ પ્રકારે છે.
*
(૨) વિનય :- વિશેષે કરી જેના વડે કર્મ દૂર કરાય તે વિનય. તે જ્ઞાનાદિ ભેદથી સાત પ્રકારે છે. (૩) વૈયાવૃત્ય :- તલ્લીનતા (સેવા) નો ભાવ તે વૈયાવૃત્ય. ધર્મના સાધનને માટે અન્નાદિનું આપવું. ભણાવનારને વિધિ પૂર્વક અન્ન - વસ્ત્રાદિ આપવા.
--
(૪) સ્વાધ્યાય ઃ- વાચનાદિ. સારી રીતે મર્યાદા પૂર્વક અધ્યયન કરવું તે સ્વાધ્યાય. તે સ્વાધ્યાય વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથાદિ પાંચ પ્રકારે છે.
(૫) ધ્યાન :- એકાગ્રતા ચિત્તવૃત્તિના નિરોધરૂપ ધ્યાન છે.
(૬) વ્યુત્સર્ગ :- પરિત્યાગ, છોડવું તે બે પ્રકારે છે. (૧) દ્રવ્યથી, (૨) ભાવથી. દ્રવ્યથી - ગણ, શરીર, ઉધિ અને આહારના વિષયવાળો ત્યાગ. ભાવથી - ક્રોધાદિના વિષયવાળો અર્થાત્ ક્રોધાદિનો ત્યાગ. ૧૭૬॥
सत्त्वानामनपायतः साधुना भिक्षाचर्या कार्येति षोढा तां दर्शयति
पेटार्धपेटा गोमूत्रिका पतङ्गवीथिका शङ्खवृत्ता गत्वाप्रत्यागता च गोचरचर्या
{૭૭૫
पेटेति, गोश्चरो गोचरस्तद्वच्चर्या गोचरचर्या, यथा गोरुच्चनीचतृणेष्वविशेषेण चरणं प्रवर्त्तते तथा यत्साधोररक्तद्विष्टस्योच्चनीचमध्यमकुलेषु धर्मसाधनदेहपरिपालनाय भिक्षार्थं चरणं सा गोचरचर्या, इयमेकस्वरूपाऽप्यभिग्रहविशेषात् षोढा, तत्र प्रथमा पेटा - वंशदलमयं वस्त्रादिस्थानं जनप्रतीतम्, सा च चतुरस्त्रा भवति, ततश्च साधुभिरभिग्रहविशेषाद्यस्यां चर्यायां ग्रामादिक्षेत्रं पेटावच्चतुरस्त्रं विभजन् विहरति सा पेटेत्युच्यते, एवमर्द्धपेटापि । गोमूत्रणं गोमूत्रिका तद्वद्या सा, इयं हि परस्पराभिमुखगृहपंक्त्योरेकस्यां गत्वा पुनरितरस्यां