________________
३३०
अथ स्थानमुक्तासरिका
હવે છ પ્રકારે પ્રમાદથી વિપરીતરૂપ અપ્રમાદવડે પ્રત્યુપેક્ષણા તે અપ્રમાદ પ્રત્યુપેક્ષણા. તે આ પ્રમાણે -
(૧) અનર્તિતા - જેમાં વસ્ત્ર અથવા આત્મા (શરીર) નાચનારની જેમ નાચેલ નથી તે અનર્તિત પ્રત્યુપેક્ષણા. તેમાં ચાર ભાંગા થાય છે.
(૧) વસ્ત્ર નહીં નચાવેલ અને શરીર નહીં નચાવેલ. (૨) વસ્ત્રને નહીં નચાવેલ પણ શરીરને નચાવેલ. (૩) વસ્ત્રને નચાવેલ પણ શરીરને નહીં નચાવેલ. (૪) વસ્ત્ર અને શરીર બંનેને નચાવેલ. આ ચાર ભાંગામાં પ્રથમ ભાંગો શુદ્ધ છે. (૨) અવલિતા:- જેમાં વસ્ત્ર અથવા શરીર વાળેલું કર્યું નથી તે અવલિત. અહીં પણ ચાર ભાંગા સમજવા.
(૧) જેમાં વસ્ત્ર કે શરીર વાળેલું કર્યું નથી. (૨) જેમાં વસ્ત્રને નહીં વાળેલ પણ શરીરને વાળેલ, (૩) વસ્ત્રને વાળેલ શરીરને નહીં વાળેલ, (૪) જેમાં વસ્ત્ર અને શરીર બંનેને વાળેલ.
(૩) અનનુબન્ધિની :- જેમાં નિરંતર પ્રસ્ફોટક વગેરેનો અનુબંધ વિદ્યમાન નથી તે અનનુબન્ધિની. અથવા અનુબંધી નહી તે અનનુબંધી.
(૪) અમોસલી - કહેલ લક્ષણવાળી મોસલી જેમાં નથી તે અમોસલી.
(૫) પ્રસ્ફોટક નવ ખોટકા - તેમાં વસ્ત્ર પ્રસારિત (ખુલ્લુ) કરે છતે તેના પ્રથમ ભાગને ચક્ષુ વડે જોઇને, તેને પાછો ફેરવીને અને જોઇને ત્રણ પુરિમા - પ્રસ્ફોટકો કરવા તથા તેને પુનઃ ફેરવીને આંખો વડે જોઇને ફરીથી બીજા ત્રણ પ્રસ્ફોટકો કરવા. એવી રીતે આ છે તથા નવ ખોટકો તે ત્રણ ત્રણ પ્રમાર્જનના ત્રણ ત્રણ અંતર વડે અંતરિત કરવા. એમ બે પદ વડે પાંચમી અપ્રમાદ પ્રત્યુપેક્ષણા પુરિમ અને ખોટકોના સદેશપણાથી કહી.
(૬) પાણિપ્રાણ વિશોધના - હાથ ઉપર કુંથુઆ વગેરે જીવોની વિશોધના રૂપ પ્રમાર્જના તે પ્રત્યુપેક્ષણા કરાતા વસ્ત્રથી જ ઉક્ત ન્યાય વડે ખોટકોથી અંતરિત નવ વાર જ કરવી. આ છઠ્ઠી અપ્રમાદ પ્રત્યુપેક્ષણા છે. ll૧૭૫ll
तप आश्रयेणाह
अनशनावमोदरिकाभिक्षाचर्यारसपरित्यागकायक्लेशप्रतिसंलीनतारूपं बाह्यं तपः प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायध्यानव्युत्सर्गलक्षणमाभ्यन्तरम् ॥१७६॥
अनशनेति, आहारत्यागोऽनशनम्, इत्वरं यावत्कथिकञ्च, इत्वरं चतुर्थादि