________________
स्थानांगसूत्र
३२९ દ્રવ્ય પ્રત્યુપેક્ષણા - વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણોની અને અશન, પાનાદિ આહારોની ચક્ષુથી જોવારૂપ. દ્રવ્યપ્રત્યુપેક્ષણા.
ક્ષેત્રપ્રત્યુપેક્ષણા - કાયોત્સર્ગ અને બેસવા કે સૂવારૂપ સ્થાનની, અંડિલોના માર્ગની અને વિહાર ક્ષેત્રની ચોક્કસ કરવા રૂપ ક્ષેત્રપ્રત્યુપેક્ષણા.
કાળપ્રત્યુપેક્ષણા :- ઉચિત - યોગ્ય અનુષ્ઠાન કરવા માટે કાળ વિશેષની વિચારણા તે કાળ પ્રત્યુપેક્ષણા. ભાવ પ્રત્યુપેક્ષણા - ધર્મ જાગરિકાદિ રૂપ ભાવ પ્રત્યુપેક્ષણા.
પ્રત્યુપેક્ષણામાં પ્રમાદ - શિથિલતા અથવા આજ્ઞાનું ઉલ્લંઘન તે પ્રત્યુપેક્ષણા પ્રમાદ છે. આ કથન વડે પ્રમાર્જના, ભિક્ષાચર્યાદિને વિષે અને ઈચ્છાકાર, મિથ્યાકારાદિ દશ પ્રકારની સામાચારીરૂપ વ્યાપારોને વિષે જે પ્રમાદ થાય છે તે બતાવેલ છે. કારણ કે તેનું પણ સામાચારીમાં અંતર્ગતપણાને લઇને છઠ્ઠા પ્રમાદ લક્ષણને વિષે અવ્યભિચારીપણું છે.
આ પ્રત્યુપેક્ષા પ્રમાદ કહ્યો હવે તવિશિષ્ટ તેને જ - પ્રમાદ યુક્તાદિ પડિલેહણાને કહે છે. પ્રમાદ પડિલેહણા
(૧) આરભડા - અયથાર્થ કરવારૂપ અથવા શીધ બધુંય શરૂ કરનારની અથવા એક વસ્ત્ર અર્વ પડિલેહણ કીધે છતે જે અન્ય અન્ય વસ્ત્રને ગ્રહણ કરવું તે આરભડા. તે સદોષ હોવાથી વર્જનીય છે. આ પ્રમાણે સર્વત્ર સંબંધ કરવા યોગ્ય છે.
(૨) સમ્પર્ધા - જેમાં વસ્ત્રના મધ્યભાગે સળ પડેલા ખૂણા થાય છે. અથવા જેમાં પ્રત્યુપેક્ષણીય ઉપધિના વીંટલા પર બેસીને પડિલેહણ કરે છે તે સમ્પર્ધા.
(૩) મોસલી - પડિલેહણ કરાતા વસ્ત્રના ભાગ વડે તીચ્છ, ઊર્ધ્વ અથવા નીચે સંઘટ્ટનરૂપ પ્રમાદ યુક્ત પ્રત્યુપેક્ષણા તે મોસલી.
(૪) પ્રસ્ફોટના - રજથી ખરડાયેલ વસ્ત્રની જેમ વિશેષ કંપાવવા રૂપ તે પ્રસ્ફોટના.
(૫) વિક્ષિપ્રા - વસ્ત્રને પડિલેહીને ત્યાર બાદ અન્યત્ર - વસ્ત્રના પડદા વગેરે ઉપર જે મૂકે છે અથવા વસ્ત્રના છેડા વગેરેનું જે ઊંચે ઉછાળવું તે વિક્ષિપ્તા કહેવાય છે.
(૬) વેદિકા :- વેદિકા પાંચ પ્રકારે છે. તેમાં (૨) ઊર્વેદિકા - જેમાં બંને જાન ઉપર બંને હાથ રાખીને પડિલેહણ કરે છે તે ઊર્ધ્વવેદિકા (૨) અધોવેદિકા - બંને જાનુની નીચે બંને હાથ રાખીને પડિલેહણ કરે તે અધોવેદિકા. (૩) તિર્યમ્ વેદિકા - બંને જાનુની પડખે બંને હાથ લઈને કરે તે તિય વેદિકા. (૪) દ્વિધા વેદિકા - બંને બાહુની અંદર બંને જાનુને કરીને કરે તે દ્વિધા વેદિકા. (૫) એકતોવેદિકા - એક જાનુને બંને બાહુની અંદર કરીને કરે તે એકતોવેદિકા. આ પાંચ પ્રકારે છઠ્ઠી પ્રમાદ પ્રત્યુપેક્ષણા છે.