SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र ३२७ આ કારણો વડે અશનાદિક આહારને વાપરતો થકો નિગ્રંથ પુષ્ટ કારણપણાથી આજ્ઞાને ઉલ્લંઘતો નથી. પરંતુ પુષ્ટ કારણ વિના રાગાદિ ભાવથી તો ઉલ્લંઘન કરે છે. તે પુષ્ટ કારણ આ પ્રમાણે - (૧) વેદના :- ભૂખની વેદના (બાધા) ને શમાવવા માટે (૨) વૈયાવૃત્ય :- આચાર્યદિના કાર્યને કરવું તે વૈયાવૃત્ય કરવા માટે (૩) ઇર્યા :- ગમન. તેની વિશુદ્ધિ - યુગ માત્ર રાખેલ દૃષ્ટિપણું તે ઇર્યા વિશુદ્ધિ તેને માટે. ભૂખ્યો હોય તો ઇર્યાની વિશુદ્ધિ વિષે અશક્ત થાય માટે ઇર્યા વિશુદ્ધિ માટે. (૪) સંયમ :- પ્રેક્ષા, ઉત્પ્રેક્ષા અને પ્રમાર્જનાદિ રૂપ સંયમને માટે (૫) પ્રાણ પાલન ઃ- ઉચ્છવાસાદિ પ્રાણો અથવા બલરૂપ પ્રાણ તેઓની અથવા તેની વૃત્તિ - પાલન માટે અર્થાત્ પ્રાણોને સારી રીતે ટકાવવા માટે. (૬) ધર્મ ચિંતા ઃ- ધર્મની ચિંતા માટે. અર્થાત્ ગુણન (પરાવર્તન) અને અનુપ્રેક્ષા માટે. આ છ કારણે આહાર કરવાનો કહેલો છે. હવે આહારને છોડવાના કારણ કહે છે. (૧) આતંક ઃ- તાવ આદિ રોગ ઉત્પન્ન થયે છતે. (૨) ઉપસર્ગ ઃ- રાજા અને સ્વજનાદિથી થયેલ પ્રતિકુળ અને અનુકુળ સ્વભાવવાળા ઉપસર્ગ થયે છતે. (૩) તિતિક્ષા :- વિશેષ સહન કરવામાં કોનો ? બ્રહ્મચર્ય ગુપ્તિનો. અર્થાત્ ચોથા વ્રતના સંરક્ષણનો. કારણકે આહારના ત્યાગ કરનારનું જ બ્રહ્મચર્ય સુરક્ષિત થાય. (૪) પ્રાણી દયા :- સંપાતિમ આવીને પડતા (ચોતરફથી) આવીને પડતા ત્રસાદિ જીવોનું સંરક્ષણ અને (૫) તપ :- એક ઉપવાસથી આરંભીને છ મહિના સુધી તપ. પ્રાણીની દયા અને તપ તે બંનેનો હેતુ તે દયાના નિમિત્તે તપનિમિત્તે. (૬) શરીર વ્યવચ્છેદાર્થ :- દેહના ત્યાગ (અનશન) માટે આ છ કારણે આહારને છોડતો થકો આજ્ઞાને ઉલ્લંઘતો નથી. I૧૭૪ના प्रमादा हि मद्यनिद्राविषयकषायद्यूतप्रतिलेखनाप्रमादरूपाः श्रमणादेः सदुपयोगाभावहेतव इति ते निरूपयितव्यास्तत्र मद्यादीनां स्पष्टतया प्रत्युपेक्षाप्रमादं षष्ठं निरूपयति-— आरभटा सम्म मोसली प्रस्फोटना विक्षिप्ता वेदिका च प्रमादप्रत्युपेक्षा, अप्रमादप्रत्युपेक्षणा तु अनर्त्तिता, अवलिता, अननुबन्धिनी, अमोसली, षट्प्रस्फोटकनवखोटकाः प्राणिप्राणविशोधना च ॥ १७५ ॥ आरभटेति, प्रत्युपेक्षणं प्रत्युपेक्षा, सा च द्रव्यक्षेत्रकालभावभेदाच्चतुर्धा, तत्र द्रव्यप्रत्युपेक्षणा वस्त्रपात्राद्युपकरणानामशनपानाद्याहाराणाञ्च चक्षुर्निरीक्षणरूपा, क्षेत्रप्रत्युपेक्षया
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy