SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ अथ स्थानमुक्तासरिका (૧,૨) પરંતુ ગતિ, આગતિ બંને પ્રજ્ઞાપકના સ્થાનની અપેક્ષાવાળા પ્રસિદ્ધ જ છે. (૩) વ્યુત્ક્રાન્તિ :- ઉત્પત્તિ સ્થાનને પામેલાનું ઉપજવું. તે પણ ઋજુગતિમાં છ દિશાઓને વિષે જ હોય છે. ३२६ (૪) આહાર ઃ- પ્રતીત છે, તે પણ છ દિશાઓમાં જ છે. કેમકે આ છ દિશાઓના પ્રદેશોમાં અવગાહીને રહેલા પુદ્ગલોનું જ જીવ વડે સ્પર્શન છે અને સ્પર્શેલ પુદ્ગલોનો જ આહાર છે. (૫) શરીરની વૃદ્ધિ, (૬) શરીરની હાનિ, (૭) શરીરની જ વિપુર્વણા - વૈક્રિય કરવું. - (૮) ગતિ પર્યાય :- ગતિ પર્યાય તે ગમન માત્ર પણ પરલોક ગમનરૂપ નહીં કેમકે તેનું ગતિ અને આગતિ શબ્દ વડે ગ્રહણ કરેલ છે. (૯) સમુદ્દાત :- વેદનાદિ સાત પ્રકારના સમુદ્દાત. (૧૦) કાળ સંયોગ :- સમય ક્ષેત્રની અંદર આદિત્યાદિ પ્રકાશના સંબંધ લક્ષણવાળો. (૧૧) દર્શનાભિગમ :- દર્શન તે સામાન્યગ્રાહી બોધ. તે અહીં ગુણપ્રત્યય અવિધ વગેરે પ્રત્યક્ષરૂપ લેવા. તેના વડે અભિગમ વસ્તુઓનો પરિચ્છેદ અથવા વસ્તુની પ્રાપ્તિ તે દર્શનાભિગમ. (૧૨) જ્ઞાનાભિગમ :- એવી રીતે જ્ઞાનાભિગમ પણ જાણવો. (૧૩) જીવાભિગમ :- ગુણ પ્રત્યય અવધિ વગેરે પ્રત્યક્ષથી જીવોને જાણવું. (૧૪) અજીવાભિગમ :- પુદ્ગલાસ્તિકાયને જાણવો. તે પણ અવધિ આદિથી પ્રત્યક્ષ જાણવો આ રીતે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની ગતિ આદિ સમસ્તપણે જાણવા. ૫૧૭૩॥ अथ संयतमनुष्याणामाहारग्रहणकारणान्याह— वेदनावैयावृत्त्येर्यासंयमप्राणपालनधर्मचिन्तार्थं निर्ग्रन्थस्याहारं गृह्णतो न दोषाय, आतङ्कोपसर्गतितिक्षाप्राणिदयातपःशरीरव्यवच्छेदार्थञ्च त्यजतः ॥१७४॥ वेदनेति, एभिर्निमितैरशनादिकमभ्यवहरन्निर्गन्थो नाज्ञामतिक्रामति पुष्टकारणत्वात्, अन्यथा त्वतिक्रामत्येव, रागादिभावात्, क्षुद्वेदनोपशमनार्थमाचार्यादिवैयावृत्त्यकरणार्थमीर्याविशुद्ध्यर्थं प्रेक्षोत्प्रेक्षामार्जनादिसंयमार्थं प्राणसंधारणार्थं गुणनानुप्रेक्षणार्थञ्च भुञ्जीत । आहारपरित्यजननिदानमाह आतङ्केति, आतङ्के- ज्वरादौ, उपसर्गे - राजस्वजनादिजनिते प्रतिकूलानुकूलस्वभावे, तितिक्षायां - मैथुनव्रतसंरक्षणस्याधिसहने, आहारत्यागिनो हि ब्रह्मचर्यं सुरक्षितं भवतीति । प्राणिदयायां - संपातिमत्रसादिसंरक्षणे, तपसि - चतुर्थादिषण्मासान्तस्वरूपे, शरीरव्यवच्छेदार्थं-देहत्यागायाहारं परित्यजन्नातिक्रामत्याज्ञामिति ॥१७४॥ સંયત મનુષ્યોને આહાર ગ્રહણ અને અગ્રહણ કરવાના કારણો કહે છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy