________________
स्थानांगसूत्र
३२१ (૧) મનુષ્ય જન્મ - મનુષ્ય સંબંધી ભવ તે સુલભ નથી. કહ્યું છે કે - ખદ્યોત અને વિજળીના ઝબકારાના વિલાસ જેવું ચંચલ આ મનુષ્યપણું અગાધ સંસારરૂપ સમુદ્રમાં જે ગુમાવ્યું તે ફરીથી મળવું અતિ દુર્લભ છે.
૨) આર્યક્ષેત્ર :- સાડા પચ્ચીશ દેશરૂપ આર્યક્ષેત્રને વિષે જન્મ થવો તે પણ દુર્લભ છે. કહ્યું છે કે - મનુષ્યપણું પ્રાપ્ત થયે છતે પણ આર્યભૂમિમાં ઉત્પન્ન થવું અત્યંત દુર્લભ છે. જે ક્ષેત્રમાં પ્રાણી ધર્મના આચરણથી રૂચિપણાને પ્રાપ્ત થાય.
(૩) સુકુલમાં જન્મ - એ જ પ્રમાણે ઇક્વાકુ આદિ કુળમાં જન્મ સુલભ નથી. કહ્યું છે કે - આર્યક્ષેત્રમાં ઉત્પન્ન થયે છતે પણ સલ્ફળ મળવું સુલભ હોતું નથી. જે કુળમાં પ્રાણી ચારિત્રના ગુણરૂપ મણીઓનું પાત્ર થાય છે.
(૪) અહદ્ધર્મ શ્રમણ - કેવલિપ્રજ્ઞત ધર્મનું શ્રવણ પણ દુર્લભ છે. કહ્યું છે કે – દેવલોકની લક્ષ્મી મળવી સુલભ છે. સમુદ્રના છેડા સુધી પૃથ્વી મળવી સુલભ છે. પરંતુ મોક્ષસુખમાં ઉત્પન્ન થયેલ છે રૂચિ જેનાથી એવી જિનવચનની શ્રુતિ (સાંભળવું) જગતમાં દુર્લભ છે.
(૫) શ્રત શ્રદ્ધાન:- શ્રવણ કરેલ ધર્મની શ્રદ્ધા થવી દુર્લભ છે. કહ્યું છે કે – કદાચિત ધર્મના શ્રવણને પ્રાપ્ત કરીને પણ શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે. કારણકે ઘણા જીવો ન્યાયી સમ્યગુ માર્ગને સાંભળીને પણ પરિભ્રષ્ટ થાય છે.
(૬) સમ્યગુસ્પર્શન - સામાન્યથી શ્રદ્ધા કરેલ, યુક્તિઓ વડે નિશ્ચિત કરેલને પણ સમ્યગુ - (અવિરતિની જેમ મનોરથ માત્ર વડે નહી) કાયા વડે સ્પર્શવું દુર્લભ છે. કહ્યું છે કે – સર્વજ્ઞ પ્રણીત ધર્મની શ્રદ્ધા કરતા છતાં પણ કાયા વડે સ્પર્શવું - આચરણા કરવી દુર્લભ છે. કેમકે આ જગતમાં જીવો શબ્દાદિ વિષયમાં વૃદ્ધ છે. આથી ધર્મની સામગ્રી પામીને હે ગૌતમ ! સમય માત્ર પ્રમાદ ન કર. મનુષ્યભવ આદિનું દુર્લભપણું પ્રમાદ આદિમાં આસક્ત પ્રાણીઓને જ હોય છે. પરંતુ સઘળાને નહીં. ll૧૬થી
मनुष्यभेदानाह
त्रिविधाः सम्मूर्च्छनजास्त्रिविधा गर्भव्युत्क्रान्तिकाश्च मनुष्याः, अर्हच्चक्रवर्तिबलदेववासुदेवचारणविद्याधरा ऋद्धिमन्तः ॥१७०॥
त्रिविधा इति, मनुष्या द्विविधाः सम्मूर्च्छनजा गर्भव्युत्क्रान्तिकाश्च, तत्र सम्मूर्छनजा कर्मभूमिजा अकर्मभूमिजा अन्तरद्वीपगाश्च तथैव गर्भव्युत्क्रान्तिकाश्च स्पष्टं शेषम् ॥१७०॥
મનુષ્યના ભેદો કહે છે.
મનુષ્યો બે પ્રકારે છે. (૧) સમૂર્ણિમ, (૨) ગર્ભજ. તેમાં સમૂર્ણિમ મનુષ્યો ત્રણ પ્રકારે છે. (૧) કર્મભૂમિના (૨) અકર્મભૂમિના (૩) અંતરદ્વીપના. તેવી જ રીતે ગર્ભજ મનુષ્યો પણ ત્રણ પ્રકારે છે. (૧) કર્મભૂમિના (૨) અકર્મભૂમિના (૩) અંતરદ્વીપના. ૧૭ના