SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र ३१९ (૨). ઉપગ્રહણ - ઉપગ્રહ માટે. ભણાવવાથી શિષ્યો, ભક્ત, પાન અને વસ્ત્રાદિને મેળવવામાં સમર્થપણાએ આધારભૂત થાઓ. આ ભાવ છે. (૩) નિર્જરા - મને કર્મોની નિર્જરા જ થાઓ આ હેતુથી. (૪) શ્રત ફુટતા - વાચના આપતા એવા મને ગ્રન્થ વિશેષ થશે. અર્થાત્ શાસ્ત્ર ફૂટપણાએ થશે. (૫) અવ્યવચ્છિત્તિનય :- અવિચ્છિન્નપણાએ નયન - શ્રતનું કાળાંતરમાં પમાડવું અર્થાત્ ચિરકાળ પર્યંત ચાલે તે અવ્યવચ્છિત્તિનય (શાસ્ત્રની પરંપરા અખંડીત ચાલે) તે માટે. આ પાંચ કારણોથી વાચના આપે. ll૧૬૭ गणं धारयितुं योग्यं गुणिनमाहश्रद्धासत्यमेधाबहुश्रुतशक्त्यल्पाधिकरणवन्तो गणधारकाष्षट् ॥१६८॥ श्रद्धेति, गच्छं मर्यादायां धारयितुं पालयितुं वा योग्यः श्रद्धावान, अश्रद्धावतो हि स्वयममर्यादावर्तितया परेषां मर्यादास्थापनायामसमर्थत्वाद्गणधरार्हता न स्यात् । सद्भयो जीवेभ्यो हितं सत्यं तद्वान्, प्रतिज्ञातशूरो वा, एवम्भूतो हि पुरुषो गणपालक आदेयश्च स्यादिति । मेधावान् श्रुतग्रहणशक्तिमान्, एवं भूतो हि श्रुतमन्यतो झगिति गृहीत्वा शिष्याध्यापने समर्थो भवतीति । बहुश्रुतवान् यस्य सूत्रार्थरूपं श्रुतं प्रभूतं सः, अन्यथा हि गणानुपकारी स्यात् । शक्तिमान् शरीरमन्त्रतन्त्रपरिवारादिसामर्थ्ययुक्तः, स हि विविधास्वापत्सु गणस्यात्मनश्च निस्तारको भवति । अल्पाधिकरणवानल्पमविद्यमानमधिकरणं स्वपरपक्षविषयो विग्रहस्तद्वान् स ह्यनुवर्तकतया गणस्याहानिकारको भवतीति ॥१६८|| ગણને ધારણ કરવા યોગ્ય એવા ગુણિને કહે છે. ગુણવિશેષ છ સ્થાનો વડે યુક્ત અણગાર - ભિક્ષુ ગચ્છને મર્યાદામાં ધારણ કરવા માટે અથવા પાલન કરવા માટે યોગ્ય છે. (૧) શ્રદ્ધાવાન્ - અશ્રદ્ધાવાળો તો સ્વયં મર્યાદામાં નહીં વર્તવાથી બીજાઓને મર્યાદા વડે સ્થાપવામાં અસમર્થ હોવાથી ગણને ધારણ કરવા માટે અયોગ્ય છે. (૨) સત્યવાનું - જીવો માટે હિતપણાએ અથવા કરેલ પ્રતિજ્ઞામાં શૂરપણા વડે સત્ય. આવા પ્રકારનો સત્યવાળો પુરુષ ગચ્છનો પાલક અને આદેય વચનવાળો થાય. (૩) મેધાવી - શ્રતને ગ્રહણ કરવાની શક્તિવાળો તે મેધાવી. આવો પુરુષ જ બીજા પાસેથી શીઘ શ્રુતને ગ્રહણ કરીને શિષ્યોને ભણાવવામાં સમર્થ થાય છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy