________________
अथ स्थानमुक्तासरिका
अथ ज्ञानावरणक्षपणोपायमाहवाचनापृच्छनापरिवर्तनाऽनुप्रेक्षाधर्मकथारूपः स्वाध्यायः सङ्ग्रहोपग्रहणनिर्जरणश्रुतस्फुटताऽव्यवच्छित्तिनयार्थं श्रुतस्य वाचना ॥१६७॥
वाचनेति, वक्ति शिष्यस्तं प्रति गुरोः प्रयोजकभावो वाचना-पाठनम् । गृहीतवाचनेनापि संशयाधुत्पत्तौ पुनः प्रष्टव्यमिति पूर्वाधीतस्य सूत्रादेः शङ्कितादौ प्रश्नः प्रच्छना । प्रच्छनाविशोधितस्य सूत्रस्य मा भूद्विस्मरणमिति परिवर्तना सूत्रस्य गणनमित्यर्थः, सूत्रवदर्थेऽपि सम्भवति विस्मरणमतः सोऽपि परिभावनीय इत्यनुप्रेक्षणमनुप्रेक्षा, चिन्तनेत्यर्थः । एवमभ्यस्तश्रुतेन धर्मकथाविधेयेति श्रुतरूपस्य धर्मस्य व्याख्या धर्मकथेति । श्रुतं सूत्रमात्रं वा सङ्ग्राहः शिष्याणां श्रूतोपादानं तदर्थमेषां श्रुतसङ्ग्रहो भवत्विति प्रयोजनेन श्रुतं वाचनीयं शिक्षणीयञ्च, एवमेते भक्तपानवस्त्राद्युत्पादनसमर्थतयोपष्टम्भिता भवन्त्वित्युपग्रहार्थमेवं मे कर्मणां निर्जरणं भवत्विति निर्जरार्थमेवं वाचयतो मे ग्रन्थो जातविशेषः स्फुटतया भविष्यतीति श्रुतस्फुटतार्थं श्रुतस्याव्यवच्छित्या कालान्तरनयनार्थञ्च वाचयेत् ॥१६७॥
હવે જ્ઞાનાવરણ કર્મના ક્ષયના ઉપાયને કહે છે.
(૧) ભણવા માટે કહેનાર શિષ્ય પ્રત્યે ગુરુનો પ્રયોજક ભાવ તે વાચના. અર્થાત્ ભણાવવું તે વાચના.
(૨) વાચના લીધેલ શિષ્ય પણ સંશયાદિ ઉત્પન્ન થયે છતે પુનઃ પૂછવું અર્થાત્ પૂર્વે ભણેલ સૂત્રાદિ સંબંધી શંકા વગેરેમાં પ્રશ્ન કરવો તે પૃચ્છના.
(૩) પૂછવાથી વિશેષ શુદ્ધ થયેલ સૂત્રનું વિસ્મરણ ન થાય માટે પરાવર્તન કરવી. અર્થાત્ સૂત્રનું ગુણન કરવું તે પરાવર્તના.
(૪) સૂત્રની જેમ અર્થમાં પણ વિસ્મૃતિનો સંભવ છે તેથી અર્થ પણ વારંવાર વિચારવા યોગ્ય છે માટે અનુપ્રેક્ષવું તે અનુપ્રેક્ષા. અર્થાત્ વિચારવું.
(૫) એ પ્રમાણે અભ્યાસ કરેલ શ્રત વડે ધર્મકથા કરવા યોગ્ય છે. ધૃતરૂપ ધર્મની જે કથા (વ્યાખ્યા) તે ધર્મકથા.
પાંચ કારણોથી ગુરૂ શિષ્યને સૂત્રની વાચના આપે - ભણાવે.
(૧) સંગ્રહ - શ્રતને અથવા સૂત્રમાત્રને ભણાવે. તેમાં સંગ્રહ - શિષ્યોને શ્રતનું ગ્રહણ. તે જ અર્થ - પ્રયોજન માટે અર્થાત્ સંગ્રહરૂપ પ્રયોજનને માટે અથવા સંગ્રહ એ જ પ્રયોજન છે જેને તે સંગ્રહાર્થ. તેના ભાવરૂપ સંગ્રહાર્થતા વડે એટલે શિષ્યોને શ્રુતનો સંગ્રહ થાઓ. માટે વાચના આપવી જોઇએ, શીખવાડવું જોઈએ.