________________
स्थानांगसूत्र
३१७
પ્રમાણ - દિવસાદિના પરિમાણ વડે ઓળખાતો નક્ષત્ર સંવત્સર વગેરે જ પ્રમાણ સંવત્સર છે. તેમાં નક્ષત્ર સંવત્સર, ચંદ્ર સંવત્સર, ઋતુ સંવત્સર, આદિત્ય સંવત્સર અને અભિવર્ધિત સંવત્સર પ્રમાણ સંવત્સર છે.
-તેમાં નક્ષત્ર સંવત્સર ઉક્ત લક્ષણવાળો છે પરંતુ ત્યાં કેવળ નક્ષત્ર મંડળનો ચન્દ્રભોગ માત્ર વિવક્ષિત છે. અને અહીં તો દિવસ ભાગ વગેરેનું પ્રમાણ વિવક્ષિત છે.
તથા ચન્દ્ર અને અભિવર્ધિત સંવત્સર પણ ઉક્ત લક્ષણવાળા જ છે પરંતુ ત્યાં યુગના વિભાગ માત્ર કહેલ છે અને અહીં તો દિવસાદિના પ્રમાણ વડે કહેલ છે. આ વિશેષ (ભેદ) છે.
ઋતુ સંવત્સર :- ત્રીશ અહોરાત્રના પ્રમાણવાળો ઋતુમાસ. તેવા બાર ઋતુમાસ વડે સાવનમાસ અને કર્મમાસ નામના પર્યાય (અપર નામ) વડે થયેલ ત્રણસો સાઠ (૩૬૦) અહોરાત્ર પ્રમાણવાળો છે.
--
આદિત્ય સંવર :- તે સાડાત્રીશ ૩૦ ૧/૨ દિવસનો એક માસ, એવા બાર માસ વડે થયેલ ત્રણસો છાસઠ (૩૬૬) અહોરાત્ર પ્રમાણવાળો હોય છે.
અનંતર કહેલ એ જ નક્ષત્રાદિ સંવત્સર, લક્ષણની પ્રધાનતા વડે લક્ષણ સંવત્સર કહેવાય છે. જેટલા કાળ વડે શનૈશ્વર (ગ્રહ) એક નક્ષત્રને અથવા બારે રાશિઓને ભોગવે તે શનૈશ્ચર સંવત્સર કહેવાય છે. ૧૬૫)
कालात्यये शरीरिणां शरीरान्निर्गमात् तन्मार्गमाह - पादोरूरःशिरस्सर्वांगैर्जीवस्य निर्गमनं क्रमेण नरकतिर्यङ्मनुष्यदेवसिद्धिगतिગમનપૂવમ્ II૬૬ા
पादेति, मरणकाले शरीरिणः शरीरान्निर्गमो निर्याणं तच्च पादादिद्वारेण भवति, तथा च करणभूताभ्यां पादाभ्यां यदा जीवः शरीरान्निर्याति तदा स निरयगामी भवति, एवमन्यत्रापि
॥૬॥
કાળ વ્યતીત થયે છતે પ્રાણીઓને શરીરમાંથી નીકળવાનું થાય છે. માટે તેના નીકળવાના માર્ગને કહે છે.
નિર્માણ – મરણના સમયમાં જીવનો શરીરમાંથી નીકળવાનો માર્ગ તે નિર્માણમાર્ગ. અર્થાત્ પગ વગેરે. માર્ગભૂત અને કરણ (સાધન) તાને પામેલ બંને પગ દ્વારા જીવ શરીરથી નીકળે છે. એવી રીતે બંને સાથળ દ્વારા છાતી, મસ્તક અને સર્વાંગથી જીવ નીકળે છે.
બંને પગથી નીકળતો જીવ નરકગામી - નરકમાં જનારો હોય છે. બંને સાથળથી નીકળતો જીવ તિર્યંચગામી થાય છે. હૃદયથી નીકળતો જીવ મનુષ્યગામી થાય છે. મસ્તકથી નીકળતો જીવ દેવગામી થાય છે. અને સર્વાંગ - બધા ય અંગોથી નીકળતો જીવ સિદ્ધિગતિને પામે છે. ।।૧૬૬।।