SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ३१६ अथ स्थानमुक्तासरिका आदित्यसंवत्सरोऽभिवद्धितसंवत्सरश्च प्रमाणसंवत्सरः, तत्र नक्षत्रसंवत्सरः पूर्वोक्तलक्षण एव केवलं तत्र नक्षत्रमण्डलस्य चन्द्रभोगमानं विवक्षितमिह तु दिनदिनभागादिप्रमाणमिति । तथा चन्द्राभिवधितावप्युक्तलक्षणावेव किन्तु तत्रयुगावयवतामात्रमिह तु प्रमाणमिति विशेषः । त्रिंशदहोरात्रप्रमाणैादशभिर्ऋतुमासैः सावनमासकर्ममासपर्यायैर्निष्पन्नः षष्ट्यधिकाहोरात्रशतमानो यथा ३६० । आदित्यसंवत्सरः स च त्रिंशद्दिनान्यर्द्धश्च यथा ३० ३ एवंविधमासद्वादशकनिष्पन्नः षट्षष्ट्यधिकाहोरात्रशतमानो यथा ३६६ । अयमेवानन्तरोक्तो नक्षत्रादिसंवत्सरो लक्षणप्रधानतया लक्षणसंवत्सर इति । यावता कालेन शनैश्चरो नक्षत्रमेकमथवा द्वादशापि राशीन् भुक्तं स शनैश्चरसंवत्सर इति ॥१६५॥ હવે કાલના આશ્રયથી કહે છે. ચન્દ્રનો નક્ષત્ર મંડળ સંબંધી ભોગકાળ તે નક્ષત્રમાસ છે. તે સત્યાવીશ દિવસ અને એક દિવસના સડસઠ ભાગ કરીએ તેવા એકવીશ ભાગ ૨૭ ૨૧/૬૭ એવી રીતે બાર માસનો આ નક્ષત્ર સંવત્સર છે. તે ત્રણસો સત્યાવીશ દિવસ અને સડસઠીઆ એકાવન ભાગ ૩૨૭ ૫૧/૬૭ નો થાય છે. ઓગણત્રીસ દિવસ અને બાસઠીઆ બત્રીસ ભાગ ૨૯ ૩૨/૬૨ આ પ્રમાણવાળો કૃષ્ણ (વદ) પ્રતિપદાથી આરંભીને પૂર્ણીમાએ પૂર્ણ થયેલ તે ચન્દ્રમાસ. તે માસના પ્રમાણ વડે બાર માસના પરિમાણવાળો ચંદ્ર સંવત્સર હોય છે. તેનું પ્રમાણ આ પ્રમાણે - ત્રણસો ચોપન દિવસ અને બાસઠીઆ બાર ભાગ ૩૫૪ ૧૨/૬ર આ પ્રમાણવાળા અનુક્રમે ચંદ્ર સંવત્સર બે જાણવા. ત્યાર પછી અભિવર્ધિત સંવત્સર, ત્યાર પછી ચન્દ્ર સંવત્સર, ત્યાર પછી અભિવર્ધિત સંવત્સર. આ પાંચ સંવત્સર વડે એક યુગ થાય છે. તેમાં અભિવર્ધિત નામના સંવત્સરમાં અધિક માસ પડે છે. અભિવર્ધિત માસ - એકત્રીસ દિવસ અને એક દિવસના એકસો ચોવીશ ભાગ કરીએ. તેવા એકસો એકવીશ ભાગ પ્રમાણ ૩૧ ૧૨૧/૧૨૪ છે. આવા પ્રકારના માસ વડે બાર માસના પ્રમાણવાળો અભિવર્ધિત સંવત્સર છે. તે પ્રમાણ વડે ત્રણસો વ્યાશી દિવસ અને બાસઠીઆ ચુમ્માલીશ ભાગ ૩૮૩ ૪૪/૬ર આ પ્રમાણવાળો અભિવર્ધિત સંવત્સર જાણવો. આ ચન્દ્રાદિ પાંચ સંવત્સર વડે એક યુગ થાય છે. આ પાંચ સંવત્સરમાંથી અભિવર્ધિત નામના સંવત્સરમાં અધિક માસ પડે છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy