________________
स्थानांगसूत्र
३१३ ગૃહપતિ - ગૃહપતિ તે શયા - વસતિને આપનાર (શવ્યાતર) તે પણ નિશ્રાનું સ્થાન છે. તે સ્થાનના દાન વડે સંયમમાં ઉપકાર કરનાર છે.
શરીર - શરીરની ધર્મમાં સહાયતા પ્રસિદ્ધ જ છે. શરીરનું રક્ષણ ન કરે તો ધર્મની હાનિ સ્પષ્ટ જ છે. ll૧૬રા
शौचान्याहपृथिव्यप्तेजोमंत्रब्रह्मसम्बन्धीनि शौचानि ॥१६३॥
पृथिवीति, शौचं शुद्धिर्द्रव्यतो भावतश्च, तत्र द्रव्यशौचं पृथिव्यादिचतुष्टयसम्बन्धि, भावशौचं पञ्चमम्, तत्र पृथिव्या-मृत्तिकया शौचं शरीरादिभ्यो घर्षणलेपनादिना जुगुप्सितमलगन्धयोरपनयनम् । इह च 'एका लिङ्गे गुदे तिस्रस्तथैकत्र करे दश । उभयोः सप्त विज्ञेया मृदः शुद्धौ मनीषिभिः ॥ एतच्छौचं गृहस्थानां द्विगुणं ब्रह्मचारिणाम् । त्रिगुणं वानप्रस्थानां यतीनाञ्च चतुर्गुणम् । इति परोक्तं नाभिमतम्, गन्धाधुपघातमात्रस्य शौचत्वेन विवक्षितत्वात्, तस्यैव युक्तियुक्तत्वाच्च । अद्भिः प्रक्षालनमप्शौचम् । अग्निना तद्विकारेण भस्मना वा शौचं तेजश्शौचम् शुचिविद्यया मंत्रशौचम् । ब्रह्मचर्यादिकुशलानुष्ठानं ब्रह्मशौचम्, अनेन च सत्यादिशौचं चतुर्विधं संगृहीतम् ॥१६३।।
હવે શૌચ કહે છે.
શૌચ = શુદ્ધિ. તે દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્યશૌચ - તેમાં પૃથિવી આદિ ચાર દ્રવ્ય શૌચ છે. અને પાંચમું તે ભાવશૌચ છે તેમાં
પૃથ્વીશૌચ :- માટી વડે શૌચ અર્થાત ઘસવું અને લેપન કરવું શરીરાદિથી દુગંછનીય મળ અને ગંધને દૂર કરવું તે પૃથ્વી શૌચ. અહીં બીજાઓ વડે પૃથ્વીશૌચનું લક્ષણ કહેવાય છે તે બતાવે છે - “માટી વડે શુદ્ધ લિંગને વિષે એક વાર, ગુદા સ્થાનને વિષે ત્રણવાર, એક હાથમાં દશ વાર અને બંને હાથમાં સાત વાર ડાહ્યા પુરુષોએ માટી વડે શુદ્ધિ જાણવી”
આ પ્રમાણે ગૃહસ્થોને શૌચ છે. બ્રહ્મચારીને એથી બમણું, વાનપ્રસ્થોને ત્રણ ગણું અને યતિઓને ચતુર્ગુણ શૌચ છે.”
આ પ્રમાણેનું કથન અન્ય મતિઓનું છે. તે અહીં સંમત નથી. પરંતુ ગંધ વગેરેના નાશ માત્રને શૌચપણાએ વિવક્ષિત હોવાથી અને તેનું જ યુક્તિયુક્તપણું હોવાથી શૌચ છે.
પાણી વડે શૌચ તે અપશૌચ અર્થાત્ ધોવું. અગ્નિ વડે અથવા અગ્નિના વિકારભૂત ભસ્મ વડે શૌચ તે તૈજસશૌચ. શુચિ વિદ્યા વડે શૌચ તે મંત્રશૌચ.