________________
३१२
સાનક ઃ શણના સૂત્રમય તે સાનક. પોતક : કપાસનું વજ્ર તે પોતક.
अथ स्थानमुक्तासरिका
ત્વમય ઃ વૃક્ષની છાલમય વજ્ર તે ત્વગ્મય.
આ પાંચ પ્રકારના વસ્ત્ર સાધુ અને સાધ્વીઓને પહેરવા માટે અને રાખવા માટે યોગ્ય છે. આ પાંચ પ્રકારના વસ્ત્ર કહેવા છતાં ઉત્સર્ગથી કપાસનું અને ઉનનું જ ગ્રહણ કરવા યોગ્ય છે.
તે પણ અલ્પમૂલ્યવાળું લેવા યોગ્ય છે. પાટલીપુત્ર (પટના) સંબંધી અઢાર રૂપિયાથી આરંભીને એક લાખ રૂપિયા સુધીનું વસ્ત્ર મહામૂલ્યવાન કહેવાય છે. (એ સમયમાં અઢાર રૂપિયા સુધીનું વસ્ત્ર સાધુને લેવું કલ્પતું હતું.)
રજોહરણ :- જેના વડે રજ હરાય છે, દૂર કરાય છે તે રજોહરણ. તે રજોહરણ પણ અવિ - ગાડરના રોમથી બનેલું (ઉનનું), ઊંટના રોમથી બનેલું, શણના સૂત્રથી બનેલું, બધ્વજ નામના ઘાસ વિશેષની ફૂટેલી છાલથી બનેલું, મુંજ શ૨૫ર્ણી નામના ઘાસથી બનેલું આ પાંચ પ્રકારે રજોહરણ યોગ્ય છે.
ઔત્સર્ગિક રજોહરણ બે નિષદ્યા પટ્ટક સહિત - એક બહાર અને એક અંદર વસ્ત્રના વીંટનરૂપ છે અને ખુલ્લા દંડવાળું રજોહરણ તે આપવાદિક છે. ઉનની દીવાળું તે નિર્માધાતિક અને તે સિવાયનું વ્યાઘાતવાળું જાણવું. ૧૬૧
धार्मिकाणामालम्बनस्थानान्याह—
षट्कायगणराजगृहपतिशरीराणि निश्रास्थानानि ॥ १६२॥
षट्कायेति श्रुतचारित्रधर्मचारिण उपग्रहहेतवः षट्कायादयः, षट्कायाः पृथिव्यादयस्तेषां संयमोपकारित्वमागमप्रसिद्धम् गच्छस्योपग्राहित्वं तत्र वसतां निर्जराविनयादिसम्भवात् । नरपतेर्धर्मसहायकत्वं दुष्टेभ्यः साधुरक्षणात् । गृहपतेर्निश्रास्थानत्वं स्थानदानेन संयमोपकारित्वात्, शरीरस्य धर्मोपग्राहित्वं स्पष्टमेव तदरक्षणे धर्महानेः ॥ १६२॥
"
ધર્મને આચરનાર ધાર્મિક સાધુને આલંબનના સ્થાનો પાંચ કહે છે.
શ્રુત - ચારિત્રરૂપ ધર્મને સેવનાર (મુનિઓ) ને પાંચ નિશ્રાસ્થાનો - આલંબનના સ્થાનો અર્થાત્ સહાયના હેતુઓ કહેલા છે.
પૃથ્વી વગેરે છ કાયો તેઓનું સંયમમાં ઉપકારીપણું આગમમાં પ્રસિદ્ધ છે.
ગણ ઃ- ગચ્છની ઉપકારિતા. ગચ્છમાં વસતા થકા ઘણી નિર્જરા થાય છે. કેમકે વિનયાદિનો સંભવ છે.
રાજ :- દુષ્ટ મનુષ્યોથી સાધુનું રક્ષણ કરવાથી રાજાનું ધર્મમાં સહાયકપણું છે.