________________
३१०
अथ स्थानमुक्तासरिका विभूषार्थमनुवर्तमाना बिभ्रत्युपकरणबकुशाः, उभयेति ऋद्धियशस्कामाः सातगौरवमाश्रिता नातीवक्रियास्वभ्युद्यता अविविक्तपरिवारा बहुच्छेदशबलयुक्ताश्च उत्तरगुणप्रतिषेवया संज्वलनकषायोदयेनं वा दूषितशीला: कुशीला:, प्रतिसेवनकुशीलकषायकुशीलभेदेन द्विविधाः, नैर्ग्रन्थ्यं प्रति प्रस्थिता अनियतेन्द्रियाः कथञ्चित्किञ्चिदेवोत्तरगुणेषु पिण्डविशुद्धिसमितिभावनातपःप्रतिमाभिग्रहादिषु विराधयन्तः सर्वज्ञाज्ञोल्लंघनमाचरन्ति ते प्रतिसेवनाकुशीलाः । येषान्तु संयतानामपि सतां कथञ्चित्संज्वलनकषाया उदीर्यन्ते ते कषायकुशीलाः । मोहनीयाख्यग्रन्थनिर्गतो निर्ग्रन्थः क्षीणकषाय उपशान्तमोहो वा । क्षालितसकलघातिकर्मम. लपटलत्वात् स्नात इव स्नातः स एव स्नातकः सयोगोऽयोगो वा केवलीति ॥१६०॥
હવે જીવને આશ્રયીને કહે છે.
મિથ્યાત્વ વગેરે (ચૌદ) અત્યંતર ગ્રન્થથી અને ધર્મોપકરણ સિવાય ધન વગેરે (નવ) બાહ્ય ગ્રન્થથી જે નીકળેલા-છૂટેલા તે નિર્ગળ્યો. તેમાં
(૧) પુલાક તંદુલ (ચોખા)ના કણથી શૂન્ય પાલાલ. તેની જેમ તપ અને શ્રુતના હેતુવાળી સંઘાદિના પ્રયોજનમાં ચક્રવર્તી વગેરેને પણ ચૂર્ણ કરવામાં સામર્થ્યવાળી, લબ્ધિના પ્રયોગ વડે અથવા જ્ઞાનાદિમાં અતિચારને સેવવા વડે જે સંયમરૂપ સાર તેનાથી રહિત તે પુલાક.
તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ અને યથાસૂક્ષ્મ ભેદથી પાંચ પ્રકારે છે. આ ભેદ આસેવપુલાકના છે. લબ્ધિપુલાકનું એકવિધપણું હોવાથી ભેદ નથી.
(૨) બકુશ - બકુશ એટલે શબલ અર્થાત્ કાબરો - શરીર અને ઉપકરણ સંબંધી વિભૂષાની અનુવર્તિપણાને લઈને શુદ્ધિ અને અશુદ્ધિ - મિશ્રિત ચારિત્ર હોય છે.
આ શરીર અને ઉપકરણ અનુવર્તિતાથી બકુશ બે પ્રકારે છે. શરીરમાં પ્રગટ વ્યતિકર વડે હાથ, પગ અને મુખ ધોવું, આંખ કાન અને નાસિકાદિ અવયવોમાંથી ખરાબ મેલ વગેરેનું દૂર કરવું, દાંતને સાફ કરવા અને કેશોનું સંસ્કારવું તે દેહની શોભા માટે આચારનારાઓ શરીર બકુશો છે.
ઉપકરણ બકુશો તો અકાળે ધોયેલ ચોલપટ્ટક અને અંતરકલ્પાદિ સ્વચ્છ વસ્ત્રમાં પ્રીતિવાળા પાત્ર અને દંડ વગેરેને પણ તેલની માત્રા વડે ઉજળા કરીને શોભા માટે ઉપકરણને ધારણ કરે છે.
બંને પ્રકારના પણ બકુશો ઋદ્ધિ અને યશની ઈચ્છાવાળા હોય છે. વળી સાતાગારવના આશ્રયવાળા હોઈને દિવસ, રાત્રિમાં કરવા યોગ્ય ક્રિયાઓ કરવામાં ઉદ્યમવાળા હોતા નથી.
(૩) કુશીલ : અવિવિક્ત પરિવારવાળા - અસંયમથી જુદા નહીં (અંધાને ઘસનાર, તેલ વગેરેથી શરીરને શુદ્ધ કરનાર અને કાતર વડે કાપેલ કેશવાળો જેનો પરિવાર છે આ ભાવ છે.)