________________
स्थानांगसूत्र
३०९
ક્ષેત્રથી ધર્માસ્તિકાય લોકપ્રમાણ છે.
કાલથી ધર્માસ્તિકાય ધ્રુવ છે. ક્યારે પણ ન હતો, નથી કે નહીં હોય. તેવું નથી પણ હતો, હોય છે અને હશે એવી રીતે ત્રિકાળભાવથી હોવાથી ધ્રુવ છે.
ભાવતી ધર્માસ્તિકાય વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. ગુણ અપેક્ષાએ ગતિ પરિણામને પ્રાપ્ત થયેલ જીવ અને પુદ્ગલૌને સહકા૨ી કારણપણાથી ગમનમાં ઉપકારક થાય છે.
એવી રીતે અધર્માસ્તિકાય પણ સમજવો. પરંતુ. ગુણથી સ્થિતિ પરિણામને પ્રાપ્ત થયેલ જીવ અને પુદ્ગલોને ઉ૫કા૨પણું છે.
આકાશાસ્તિકાય ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ છે. ગુણથી અવગાહના ગુણ છે. બાકી બધું પૂર્વની જેમ સમજવું.
જીવાસ્તિકાય દ્રવ્યથી જીવો અનંતા છે. અનંત જીવોનું પ્રત્યેકમાં દ્રવ્યપણું હોવાથી અનંત જીવ દ્રવ્યો છે.
ક્ષેત્રથી જીવ લોકપ્રમાણ છે. કાલથી જીવ નિત્ય છે.
ભાવથી જીવ અમૂર્ત અને ચેતનાવાન્-ચેતનવાળો છે.
ગુણથી જીવ સાકાર અને અનાકાર ભેદરૂપ ઉપયોગ ગુણવાળો છે.
પુદ્ગલાસ્તિકાય પણ દ્રવ્યથી અનંતા દ્રવ્યો છે.
ક્ષેત્રથી લોકપ્રમાણ છે. કાલથી નિત્ય છે. ભાવથી વર્ણ, ગંધ, રસ સ્પર્શવાળો છે. ગુણથી ઔદારિક શરીરાદિ વડે ગ્રાહ્ય હોવાથી, વર્ણાદિમાનપણાથી ઇન્દ્રિયોથી ગ્રાહ્યહોવાથી ગ્રહણરૂપ ગુણવાન છે. ૧૫૯લા
अथ जीवाश्रयेणाह—
पुलाकबकुशकुशीलनिर्ग्रन्थस्नातका निर्ग्रन्थाः ॥१६०॥
पुलाकेति, ग्रन्थादाभ्यन्तरबाह्यभेदान्मिथ्यात्वादेर्धनादेश्च निर्गता निर्ग्रन्थाः । तत्र पुलाकः स यस्तपःश्रुतहेतुकायाः संघादिप्रयोजने चक्रवर्त्यादेरपि चूर्णनसमर्थाया लब्धेरुपजीवनेन ज्ञानाद्यतिचारासेवनेन वा संयमसाररहितः, ज्ञानदर्शनचारित्रलिंगयथासूक्ष्मभेदभिन्नः । अयञ्च भेद आसेवापुलाकस्य, न तु लब्धिपुलाकस्य तस्यैकविधत्वात्, बकुशः शरीरोपकरणविभूषानुवर्त्तितया शुद्धयशुद्धिव्यतिकीर्णचरणः, अयं शरीरोपकरणानुवर्त्तितया द्विविधः, तत्र शरीरेऽनागुप्तव्यतिरेकेन करचरणवदनप्रक्षालनमक्षिकर्णनासिकाद्यवयवेभ्यो विदूषिकामलाद्यपनयनं दन्तधावनलक्षणं केशसंस्कारञ्च देहविभूषार्थमाचरन्तः शरीरबकुशाः । अकाल प्रक्षालितचोलपट्टकान्तरकल्पादिचोक्षवासः प्रियाः पात्रदण्डाद्यपि तैलमात्रयोज्ज्वलीकृत्य