________________
३०६
अथ स्थानमुक्तासरिका
(૨) ઉપાશ્રયમાં વડી નીતિ અને લઘુનીતિને બધું ય પરઠવતો થકો, પગ વગેરેમાં થયેલ અશુદ્ધિને વિશુદ્ધ કરાવતો થકો ઉલ્લંઘન કરતો નથી. આ બીજો અતિશય છે.
આચાર્ય ઉત્સર્ગ માર્ગે દોષના સંભવથી વિચાર ભૂમિ - ચંડિલ ભૂમિએ ન જાય. તે આ પ્રમાણે - આ આચાર્ય શ્રુતવાન - શાસ્ત્રજ્ઞ છે ઇત્યાદિ ગુણથી પહેલા રસ્તામાં વ્યાપારીઓ એક વખત વિચારભૂમિ પ્રત્યે જવામાં ઊભા થવું વગેરે વિનયાદિ કરતા હતા. ત્યાર બાદ બીજી વખતે આચાર્યના જવા, આવવામાં આળસથી તે વણિકો અભ્યસ્થાનાદિ કરતા નથી અને પરાસ્ત થાય છે. આ પ્રમાણે જોઇને બીજા લોકો શંકા કરે છે કે - જરૂર આ આચાર્ય હમણાં પતિત થયેલ હશે કેમકે વ્યાપારીઓ ઊભા થવું આદિ અભ્યત્યાનાદિ કરતા નથી. એવી રીતે અન્ય જીવો મિથ્યાત્વને પામે વગેરે દોષો થાય છે.
(૩) સમર્થ, જો વૈયાવૃત્ય કરવામાં ઇચ્છા - અભિલાષા થાય તો વૈયાવૃત્ય - ભક્ત, પાનના ગવેષણ અને ગ્રહણથી સાધુઓને માટે દેવા રૂપ કરે અને જો વૈયાવૃત્ય કરવામાં ઇચ્છા ન થાય તો ન કરે. ભાવાર્થ એ છે કે – આચાર્યને ભિક્ષા માટે ભ્રમણ કરવું કલ્પે નહી. ભિક્ષા જાય તો આ દોષો લાગે છે - આહારના ભાર વડે પીડા થાય. અથવા ટેકરા ઉપરના ગામમાં ઊંચા - નીચા રસ્તા હોવાથી ભિક્ષા માટે ફરતા શ્વાસ - દમ ચડે અને મૂછ આવવાથી વિશેષ પાણી પીવાને કારણ શરદી, ઉલટી વગેરે થાય. તથા ગ્લાન થવાથી સૂત્રાર્થ પોરિસીનો ભંગ થાય.
આ દોષો સામાન્ય સાધુને પણ પ્રાયઃ સમાન હોય છે. તો પણ ગચ્છના અથવા તીર્થના મહાન ઉપકાર કરનારા હોવાથી આચાર્યનો અતિશય કહ્યો છે. (અર્થાત્ ભિક્ષા ન જાય.) આ ત્રીજો અતિશય છે.
(૪) ઉપાશ્રયની અંદર એક રાત્રિ પર્વત કે બે રાત્રિ પર્યત વિદ્યાદિની સાધના માટે એકાકી એકાંતમાં વસતા થકા આચાર્ય આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. તેમને તેમાં દોષોનો અસંભવ છે. બીજાને તો દોષનો સદ્ભાવ છે. આ ચોથો અતિશય જાણવો.
(૫) આ પ્રમાણે પાંચમો અતિશય પણ જાણવો. આ બંનેનો ભાવાર્થ આ પ્રમાણે છે. - ઉપાશ્રયની અંદર વક્ષારક - ગુપ્ત સ્થાનમાં જો પૃથફ રહે અથવા ઉપાશ્રયની બહાર શૂન્ય ઘર આદિમાં રહે તો સામાચારી નથી.
આ દોષો છે – પુરુષવેદના ઉપયોગ વડે મનુષ્ય ન હોતે છતે હસ્તકમદિ કરવાથી સંયમમાં ભેદ - દોષ થાય છે. અને મેં મર્યાદાનું ઉલ્લંઘન કર્યું એમ ઉદાસીન ભાવ (કંટાળા) થી વૈહાન સાદિ મરણને સ્વીકારે છે. /૧૫ણા