________________
स्थानांगसूत्र
३०५
આચાર્ય જે અતિશયોને વિષે વર્તતા થકા ધર્મને ઉલ્લંઘતા નથી તે અતિશયોને કહે છે -
આચાર્ય એ જ ઉપાધ્યાય તે આચાર્યોપાધ્યાય. તે કેટલાકોને અર્થના દાયક હોવાથી આચાર્ય અને બીજાઓને સૂત્રપાઠના દાયક હોવાથી ઉપાધ્યાય. તેના અથવા આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં સાધુના સમુદાયમાં વર્તનારના અથવા વર્તનાર બંનેના આ પાંચ અતિશયો છે.
(૧) ઉપાશ્રયમાં પ્રવેશ કરતા આચાર્ય, ઉપાધ્યાય બંને પગને ગ્રહણ કરી કરીને ખંખેરાતી ધૂલીથી, જેમ બીજા સાધુઓ ધૂળ વડે ન ભરાય તેમ વચનદ્વારા શિક્ષા આપીને અભિગ્રહિક મુનિ દ્વારા અથવા અન્ય સાધુ દ્વારા પોતાના રજોહરણથી અથવા ઉનના પાદપ્રોંચ્છનથી ઝટકાવતો થકો અથવા પ્રમાર્જન કરાવતો થકો, ધીમે ધીમે સાફ કરાવતો થકો આજ્ઞાનું ઉલ્લંઘતો નથી.
અહીં ભાવાર્થ એ છે કે – અહીં રહેલ આચાર્ય કુલ, ગણ વગેરેના કાર્ય પ્રસંગે બહાર નીકળેલ, તે પાછા આવેલ તે ઉત્સર્ગમાર્ગે પ્રથમ વસતિથી બહાર બંને પગને ઝટકાવે છે. જો
ત્યાં સાગારિક ગૃહસ્થ હોય તો વસતિની અંદર ઝટકાવે. પ્રસ્ફોટન - ઝટકાવવું તે પણ પ્રમાર્જન વિશેષ છે.
તે દૃષ્ટિના વ્યાપારરૂપ પ્રત્યુપેક્ષણ પૂર્વક છે. તેથી અહીં સાત ભાંગા થાય છે. (૧) દષ્ટિએ જોતો નથી અને પ્રમાર્જન કરતો નથી. (૨) દૃષ્ટિથી જોતો નથી પણ પ્રમાર્જન કરે છે. (૩) દૃષ્ટિથી જુવે છે પણ પ્રમાર્જન કરતો નથી. (૪) દૃષ્ટિથી જુવે છે અને પ્રમાર્જન કરે છે. અહીં જે તે દૃષ્ટિથી જોવાય છે અને પ્રમાર્જન કરાય છે તેમાં ચાર ભાંગા થાય છે. માઠી રીતે જોયેલ અને માઠી રીતે પ્રમાર્જેલ, માઠી રીતે જોયેલ અને સારી રીતે પ્રમાર્જેલ, સારી રીતે જોયેલ અને માઠી રીતે પ્રમાર્જેલ અને સારી રીતે જોયેલ અને સારી રીતે પ્રમાલ. આ સાત ભાંગાઓમાં છેલ્લો ભાંગો શુદ્ધ છે. શેષ છ ભાંગામાં સામાચારી નથી.
જો સાગરિક જોનાર હોય તો સાત તાલ માત્ર અથવા સાત પગલા ભરવા માત્ર કાળ બહાર રહીને સાગારિક ગયે છતે બંને પગને ઝટકાવે. ત્યાર બાદ વસતિમાં પ્રવેશ કરે.
વસતિમાં અંદર પ્રવેશીને વિશાળ વસતિ છતે નહીં ભોગવેલ સ્થાને અને સાંકડી વસતિમાં પોતાના સંથારાના સ્થાનમાં બેઠેલા આચાર્યના બંને પગ પ્રમાર્જન કરવા યોગ્ય છે. ગણાવચ્છેદક વગેરે બીજાનો પણ આ જ વિધિ છે. ફક્ત અન્ય મુનિ, બહાર ઘણી વખત સુધી રહે છે.
એટલો જ આ અતિશય.
આચાર્ય, વિશેષ વખત બહાર ન રહે. જો ઘણો વખત રહે તો તૃષા અને તાપ વડે પીડાયેલ સુકુમાર આચાર્યને વિશેષ સમય બહાર રહેવાથી મૂછ વગેરે થવા પામે. તૃષા વડે ઘણું પાણી પીવે તો ગ્લાનપણું થાય અને સૂત્રાર્થની વિરાધના થાય. શેષ સાધુઓ ઘણો વખત બહાર રહે તો પણ દોષો ન થાય. કારણ કે તેઓએ શ્રમને જીતેલ છે. આ એક અતિશય.