SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र ३०३ બોલતો થકો. દા.ત. દેવો નથી જ. કોઇ વખત પણ જોવામાં આવતા જ નથી. અથવા કામમાં આસક્ત ચિત્તવાળા વિટ જેવા અવિરતિઓ વડે શું ? અર્થાત્ કંઇ જ નહીં. વળી અનિમેષ અને ચેષ્ટા રહિત મરણ પામતા એવા અને શાસનના કાર્યમાં અનુપયોગી એવા દેવો વડે શું પ્રયોજન છે ? ઇત્યાદિ અવર્ણવાદ બોલવો. અહીં તેનો જવાબ છે કે - દેવો છે. કારણ કે તેના વડે કરાયેલા અનુગ્રહ અને ઉપઘાત વગેરે જોવાય છે. કામની આસક્તિ તો મોહ અને સાતા વેદનીય કર્મના ઉદયથી છે. આ પાંચ પ્રકારે અવર્ણવાદથી જીવ કર્મ બાંધે છે. આ પાંચના વર્ણવાદ કરનાર શુભ કર્મ બાંધે છે. (૧) અરિહંતના વર્ણવાદ :- રાગ, દ્વેષ અને મોહને જીતેલા, સર્વજ્ઞ, દેવોના સ્વામી ઇન્દ્રો વડે પૂજા કરાયેલા, અત્યન્ત સત્ય વચનવાળા અને મોક્ષગતિમાં જવાવાળા જિનેશ્વરો જય પામે છે. (૨) અરિહંત પ્રણીત ધર્મનો વર્ણવાદ :- વસ્તુઓને પ્રકાશવામાં સૂર્ય, અતિશય રત્નોનો સાગર, સમસ્ત જગતમાં જીવોનો સ્નેહાળ બંધુ સમાન એવો બે પ્રકારનો જિનધર્મ જય પામે છે. (૩) આચાર્યાદિનો વર્ણવાદ :- તેઓને નમસ્કાર હો (૨) ભાવથી ફરી નમસ્કાર હો. ઉપકાર નહીં કરેલ, બીજા જીવોના હિતમાં તત્પર જે ભવ્ય જીવોને જ્ઞાન આપે છે. (૪) સંઘનો વર્ણવાદ :- સંઘની પૂજા કર્યે છતે એવો કોઇ નથી જે પૂજિત થતો નથી. ત્રણ ભુવનમાં પણ સંઘથી અન્ય પૂજવા યોગ્ય ગુણી કોઇ જ નથી. (૫) દેવનો વર્ણવાદ :- અહો ! દેવોનું અદ્ભુત શીલ છે. કેમ કે વિષયરૂપ વિષથી તેઓ મોહિત છે પણ જિનભવનમાં અપ્સરાઓની સાથે પણ હાસ્યાદિ કરતા નથી. ।।૧૫૬॥ येष्वतिशयेषु वर्त्तमान आचार्यो धर्मं नातिक्रामति तमाह पादौ निगृह्य वसतेरन्तः प्रस्फोटनप्रमार्जने कारयन्नुच्चारप्रश्रवणयोः परिष्ठापनविशोधने कुर्वन्निच्छायां वैयावृत्त्यं कुर्वन्नेकरात्रं द्विरात्रं वोपाश्रये एकाकी वसन् बहिर्वैकाक्येकरात्रं द्विरात्रं वा वसन्नाचार्योपाध्यायो नातिक्रामति धर्मम् ॥१५७॥ पादाविति, आचार्यश्चासावुपाध्यायश्चाचार्योपाध्यायः, केषांचिदर्थदायकत्वात् परेषां सूत्रदायकत्वाच्च । आचार्योपाध्यायाविति वा, एते पञ्च साधुसमुदाये वर्त्तमानस्य वर्त्तमानयोर्वाऽतिशया:तत्र प्रथमः, कुलादिकार्यार्थं निर्गतः प्रत्यागतश्चाचार्य: वसतेर्बहिरेव पादौ प्रस्फोटयति, अथ तत्र सागारिको यदि भवेत्तदा वसतेरन्तर्मध्ये पादौ निगृह्य-पादधूलेरुद्धूयमानाया यथाऽन्ये धूल्या न भ्रियन्ते तथा निग्रहं वचनेन कारयित्वा प्रस्फोटनंआभिग्रहिकेनान्येन वा साधुना स्वकीयरजोहरणेनोर्णिकापादप्रोञ्छनेन वा प्रस्फोटनं कारयन्
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy