________________
३०२
अथ स्थानमुक्तासरिका
ઉદ્ગમાદિ વડે જ આહારાદિની કથ્વતારૂપ જ વિશુદ્ધિઓ જાણવી.
ઉપઘાત અને વિશુદ્ધિની વૃત્તિવાળા જીવો અધાર્મિક અને ધાર્મિકપણાના બોધિના અલાભ અને લાભના સ્થાનોમાં પ્રવર્તે છે. એ પ્રમાણે કર્મબંધના સ્થાનો કહે છે.
(૧) અરિહંત, (૨) અરિહંત પ્રરૂપિત ધર્મ, (૩) આચાર્ય - ઉપાધ્યાય, (૪) સંઘ, (૫) ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્ય પાળવાથી થયેલ દેવોના અવર્ણવાદ બોલવાથી જીવ દુર્લભબોધિપણાએ કર્મને બાંધે છે.
અવર્ણવાદ = અવર્ણ - અશ્લાઘા (પ્રશંસા નહીં) વાદ = બોલવું. નિંદા કરવી.
(૧) અરિહંતનો અવર્ણવાદ - અરિહંત પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે ગ્રહણ કરવા યોગ્ય નથી - અરિહંત નથી. અથવા ત્રણ જ્ઞાનથી યુક્ત હોવા છતાં ગૃહસ્થાવાસમાં ભોગોને કેમ ભોગવે છે? કેવલજ્ઞાન ઉત્પન્ન થયે છતે દેવરચિત સમવસરણાદિ મહાઋદ્ધિને કેમ ભોગવે છે ? અથવા પ્રાભૃતિકા ઉપજીવે છે ? ઇત્યાદિ કથનરૂપ જિનેશ્વરોનો અવર્ણવાદ છે.
આનો જવાબ છે - અરિહંતો થયા નથી એમ કદાપિ કહેવું નહીં. કારણ કે તેમણે કહેલા પ્રવચનનો સાક્ષાત્કાર છે. વળી ભોગોનો અનુભવ કરવો વગેરે તેમને દોષરૂપ નથી કેમ કે તેમને અવશ્ય વેદવા યોગ્ય સાતવેદનીય અને તીર્થંકરનામાદિ કર્મની નિર્જરાનો ઉપાય હોય છે.
વળી વીતરાગીપણાથી સમવસરણાદિને વિષે પ્રતિબંધ (રાગ) નો અભાવ હોવાથી દોષ નથી.
(૨) અરિહંત પરમાત્માએ પ્રરૂપેલ શ્રત અને ચારિત્રરૂપ ધર્મનો અવર્ણવાદ - “પ્રાકૃત ભાષા વડે ગુંથાયેલ શ્રત છે. વળી ચારિત્ર વડે શું ફળ છે? દાન જ શ્રેય છે.” ઇત્યાદિ અવર્ણવાદ બોલતો થતો કર્મબંધ કરે છે. જવાબ :- શ્રુતનું પ્રાકૃત ભાષારૂપ દોષપણું નથી. કારણ બાળ વગેરે જીવોને સુખપૂર્વક અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. તથા મોક્ષનું અનંતર કારણ હોવાથી ચારિત્ર જ શ્રેષ્ઠ છે.
(૩) “આ બાળક છે' ઇત્યાદિ આચાર્ય, ઉપાધ્યાયના અવર્ણવાદ - બોલતો થકો કર્મબંધ કરે છે. ઉત્તર :- બુદ્ધિ વગેરેથી વૃદ્ધપણું હોવાથી બાલત્વાદિ દોષરૂપ નથી.
(૪) સંઘનો અવર્ણવાદ - શ્રમણાદિ ચાર વર્ણો - પ્રકારો જેમાં છે તે ચતુર્વર્ણ. તે ચતુર્વર્ણરૂપ સંઘનો અવર્ણવાદ બોલતો કર્મબંધ કરે છે. દા.ત. આ સંઘ શો ? જે સમુદાયના બળથી પશુના સંઘની જેમ અમાર્ગને પણ માર્ગરૂપ કરે છે. આમ કહેવું ઉચિત નથી. કારણકે સંઘ જ્ઞાનાદિક ગુણનો સમુદાય છે. અને જ્ઞાનાદિ ગુણ વડે જ માર્ગને માર્ગરૂપ કરે છે.
(૫) વિપક્વ તપ બ્રહ્મચર્ય :- વિપક્વ = સારી રીતે પરિનિષ્ઠિત અર્થાત્ પ્રકર્ષ પર્યત પ્રાપ્ત થયેલ તપ અને બ્રહ્મચર્ય ભવાંતરમાં (હતું) જેઓનું અથવા વિપક્વ - ઉદયમાં આવેલ તપ બ્રહ્મચર્યના હેતુપૂર્વક દેવાયુષ્કાદિ કર્મ જેઓને તે વિપક્વ તપ બ્રહ્મચર્યવાળા દેવોના અવર્ણવાદને